Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફિઝિકલ અને વીડિયો કોન્ફરન્સ એમ બંને સાથે હાઈબ્રીડ હિયરિંગ હાથ ધરાશે

ગુજરાત હાઇકોર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈની પહેલથી હાઇબ્રિડ હિયરિંગ હાથ ધરવાનો પાયલોટ પ્રોજેકટ કાર્યરત કરાયો છે. જેમાં શરૂઆતના સમયમાં આ ગુરુવારથી દર ગુરવારના રોજ આ હાઇબ્રીડ હિયરિંગ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ થશે. ગુરુવારે એક્ટિંગ ચીફ જસ્ટિસ અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચમાં...
ફિઝિકલ અને વીડિયો કોન્ફરન્સ એમ બંને સાથે હાઈબ્રીડ હિયરિંગ હાથ ધરાશે

ગુજરાત હાઇકોર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈની પહેલથી હાઇબ્રિડ હિયરિંગ હાથ ધરવાનો પાયલોટ પ્રોજેકટ કાર્યરત કરાયો છે. જેમાં શરૂઆતના સમયમાં આ ગુરુવારથી દર ગુરવારના રોજ આ હાઇબ્રીડ હિયરિંગ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ થશે. ગુરુવારે એક્ટિંગ ચીફ જસ્ટિસ અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચમાં હાથ ધરાશે.

Advertisement

કેવી રીતે થશે હાઇબ્રીડ સુનાવણી

ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ અને હાઇકોર્ટના અન્ય જજોની કમિટીએ નિર્ણય કરીને ગુરુવારથી હાઇબ્રિડ હિયરિંગને પાયલોટ પ્રોજેકટ તરીકે શરૂ કરવા નિર્ણય કર્યો છે. જેમાં એડવોકેટ્સ ફિઝિકલ અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હિયરિંગ માટે ઉપસ્થિત રહી શકશે. ગુરુવારનું કોઝ લિસ્ટ જે બે દિવસ અગાઉ જ પ્રસિદ્ધ થાય છે. ત્યારે જે એડવોકેટ્સને ZOOM એપ્લીકેશન દ્વારા હાઇકોર્ટના હિયરિંગમાં ઉપસ્થિત રહેવું હોય તેઓ ગુજરાત હાઇકોર્ટની વેબસાઈટ પર જઈને તે માટેની પ્રોસેસ કરી શકશે. તેની માહિતી ગુરુવારે સવારે કાર્યકારી ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચને અપાશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે આ વીડિયો કોન્ફરન્સથી હિઅરિંગનું પણ લાઇવ સ્ટ્રીમિંગ યુ-ટ્યુબ પર થશે. કોરોના કાળથી નવી ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો છે. આ સુવિધાથી દૂરથી આવતા એડવોકેટ્સને ફાયદો થશે. જો આ પાયલોટ પ્રોજેકટની સફળતા ધ્યાને લઈને આગળના અમલની કવાયત હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે વિડીઓ કોન્ફરન્સથી હિઅરિંગ દરમિયાન પણ વકીલોએ કોર્ટની ગાઈડલાઈન પાળવાની રહેશે. આ મુદ્દાની SOP હાઇકોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

અહેવાલ : કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

Advertisement

આ પણ વાંચો : Cyclone Biparjoy : તો શું પાંચ દિવસ દ્વારકાધીશ મંદિરમાં નહીં ચઢાવવામાં આવે ધ્વજા ?

Tags :
Advertisement

.