Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસૂંબો֦’ના ફિલ્મી પડદે 50 દિવસ, ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ

Kasoombo: ગુજરાતી ફિલ્મો અત્યારે ખુબ જ ધુમ મચાવી રહીં છે. પહેલા મોટા ભાગે હિંદી ફિલ્મો જ વધારે ચાલતી હતીં. ગુજરાતી ફિલ્મોને ઘણો પ્રતિસાદ નહોતો મળતો. પરંતુ હવે લોકોની પસંદ બદલાઈ છે. હવે ગુજરાતી ફિલ્મો પણ ખુબ જોવાઈ રહીં છે. આનું...
ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસૂંબો֦’ના ફિલ્મી પડદે 50 દિવસ  ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ

Kasoombo: ગુજરાતી ફિલ્મો અત્યારે ખુબ જ ધુમ મચાવી રહીં છે. પહેલા મોટા ભાગે હિંદી ફિલ્મો જ વધારે ચાલતી હતીં. ગુજરાતી ફિલ્મોને ઘણો પ્રતિસાદ નહોતો મળતો. પરંતુ હવે લોકોની પસંદ બદલાઈ છે. હવે ગુજરાતી ફિલ્મો પણ ખુબ જોવાઈ રહીં છે. આનું ખાસ કારણ એ પણ રહ્યું છે કે, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હવે ઉત્તમ કક્ષાની ફિલ્મી બનાવી રહ્યું છે. આવી જ એક ઐતિહાસિક ફિલ્મ કસૂંબો 16 ફેબ્રુઆરી 2024 ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે થિયેટરમાં આજે 50 દિવસ પૂર્ણ કર્યા છે. ઘણી ઓછી ગુજરાતી ફિલ્મો છે કે જે થિયેટરમાં 50 દિવસ સુધી ચાલી હોય. મળતી વિગતો પ્રમાણે આ ગુજરાતી ફિલ્મી ઉદ્યોગની સૌથી મોટા બજેટની ફિલ્મ છે. જે ખુબ જ સફળ રહીં છે. ઘણા થિયેટરોમાં તો હિંદી શો રદ કરીને કસૂંબોના શો શરૂ કરવા પડ્યા હતાં.

Advertisement

ગુજરાતીઓેએ ‘કસૂંબો’ ને આપ્યો ખુબ જ સારો પ્રતિસાદ

ગુજરાતીઓ હવે ખુબ જ સારી સારી ફિલ્મો બનાવી રહીં છે. એટલે જ નહીં ગુજરાતી પ્રજા તેને સારો એવો પ્રતિસાદ પણ આપે છે. સ્વાભાવિક છે કે, જો ફિલ્મ દમદાર હશે તો લોકોનો પ્રતિસાદ પણ દમદાર મળશે. આવી જ એક દમદાર ફિલ્મ એટલે વિજયગીરી બાબાની ફિલ્મ ‘કસૂંબો’. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ‘કસૂંબો’ વિજયગીરી બાબા દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ ભારતીય ઐતિહાસિત ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મના પ્રમુખ અભિનય કલાકારોની વાત કરીએ તો, રોનક કામદાર , ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા , ચેતન ધાનાણી, શ્રદ્ધા ડાંગર , મોનલ ગજ્જર અને ફિરોઝ ઈરાનીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ‘કસૂંબો’ 16 ફેબ્રુઆરી 2024 ના રોજ ગુજરાતનાં સિનેમાઘરોમાં પ્રકાશિત થઈ હતી.

Advertisement

ગુજરાતના વારસાનું પ્રતિબિંબ એટલે ‘કસૂંબો’

આ ફિલ્મ ગુજરાતના ઐતિહાસિક વારસાની ધરોહર છે. ગુજરાતએ શૂરવીરોની ધરતી છે, અહીં અનેક મહાન શૂરવીરો થયા છે. જેમણે પોતાની માતૃભૂમિ માટે માથા વાઢીને આપી દીધા છે, પરંતુ તેના ઇતિહાસ વિશે ઘણા ઓછા લોકો જાણે છે. ગુજરાતમાં અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યુ હતું ત્યારે શેત્રુંજયની તળેટીમાં આવેલા આધિપુર ગામના વીરોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. આ કહાણી એ જ આદિપુર ગામના સ્થાનિક વડા અને શૂરવીર દાદુ બારોટની છે. ખિલજી શેત્રુંજય ડુંગર પર આવેલા પાલીતાણાના જૈન મંદિરોને લૂંટવા માટે આવ્યો હતો ત્યારે આ યોદ્ધાઓએ ખિલજીને પડકાર ફેક્યો હતો અને પોતાના માથા વાઢીને મુકી દીધા હતાં.

‘કસૂંબો’ હવે હિંદીમાં પણ બનશે તેવી વિચારણા

ગુજરાતના લોકો આવી ઐતિહાસિક ગાથાને ભૂલી ના જાય તે માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આ સ્થળે હવે તે શૂરવીરો માટે મ્યુઝિયમ પણ બનાવવા માટે પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં પણ ખુબ જ સારી ફિલ્મો બને છે તેનું આ ‘કસૂંબો’ ફિલ્મ ઉત્તમ ઉદાહારણ છે. નોંધનીય છે કે, તેણે આજે 50 દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મ નિર્માતાઓ એવું પણ કહીં રહ્યાં છે કે, ‘કસૂંબો’ ફિલ્મ હવે હિંદીમાં પણ બનવાની છે. જે ગુજરાતીમાં ખુબ જ ગર્વની વાત છે.

Advertisement

આ પણ વાંચો: KILL TEASER : ભારતની સૌથી લોહિયાળ એક્શન ફિલ્મનું TEASER થયું RELEASE

આ પણ વાંચો: દક્ષિણ ભારતના આ મોટા કલાકારનું હાર્ટ એટેકના કારણે થયું નિધન

Tags :
Advertisement

.