Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે યોજાશે મતદાન, આ તારીખે જાહેર થશે પરિણામ, જાણો સમગ્ર કાર્યક્રમ

ચૂંટણીપંચેની દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સમુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરીચૂંટણીપંચે (Election Commission) આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે (Rajiv Kumar) પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી હતી. હિમાચલ પ્રદેશની વિધાનસભાનો કાર્યકાળ 8મી જાન્યઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે આજે હિમાચલ વિધાનસભાનો ચ
હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે યોજાશે મતદાન  આ તારીખે જાહેર થશે પરિણામ  જાણો સમગ્ર કાર્યક્રમ
Advertisement
  • ચૂંટણીપંચેની દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ
  • મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી
ચૂંટણીપંચે (Election Commission) આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે (Rajiv Kumar) પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી હતી. હિમાચલ પ્રદેશની વિધાનસભાનો કાર્યકાળ 8મી જાન્યઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે આજે હિમાચલ વિધાનસભાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે.
હિમાચલપ્રદેશની વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમ
  • 17મી ઓક્ટોબરે જાહેરનામું પ્રસિદ્ધ થશે
  • 25 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે
  • 27 ઓક્ટોબર સુધી ઉમેદાવારીની ચકાસણી થશે
  • 29 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે
  • 12મી નવેમ્બરે યોજાશે મતદાન
  • 8મી ડિસેમ્બરે મતગણતરી



રાજ્યમાં 55 લાખથી વધારે મતદારો
હિમાચલ પ્રદેશના 12 જિલ્લામાં કુલ 68 વિધાનસભાની સીટો છે અને તેમાં 48 જનરલ, 17 SC અને 03 ST સીટો છે. રાજ્યમાં કુલ 55,07,261 મતદારો છે જેમાંથી 27,80,208 પુરૂષ અને 27,27,016 મહિલા મતદારો છે. તે સિવાય રાજ્યમાં 67,532 સર્વિસ મતદારો, 56,001 દિવ્યાંગ મતદારો, 80થી વધુ વયના 1,22,087 મતદારો, 100થી વધુ વયના 1,184 મતદારો અને 1,86,681 પહેલીવાર મતદાન કરશે.
ગત મતદાન અને પરિણામ
ચૂંટણીપંચે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખ જાહેર કરી છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થશે. હિમાચલ વિધાનસભાની 68 બેઠકો માટે ગત વખતે 9મી નવેમ્બર 2017ના રોજ મતદાન થયું હતું. ભાજપે તેમાં 68માંથી 44 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી.
Tags :
Advertisement

.

×