રાજ્યમાં મેઘાની ધમાકેદાર બેટિંગ, 69 લોકોના થયા મોત
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદે લોકો માટે મુસિબતો વધારી દીધી છે. અહી ઘણી નદીઓ ગાંડીતૂર બની છે. વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 69 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ગુજરાતમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને 575 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારના વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદà
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદે લોકો માટે મુસિબતો વધારી દીધી છે. અહી ઘણી નદીઓ ગાંડીતૂર બની છે. વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 69 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ગુજરાતમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને 575 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારના વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લાઓ તેમજ કચ્છ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં હવામાન વિભાગે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં જનજીવન પૂરી રીતે પ્રભાવિત થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 209 એવા તાલુકા છે કે જ્યા મેઘવર્ષા થઇ છે. ભરૂચના વાગરામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત કચ્છ પંથકમાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.
ભુજમાં સરેરાશ 8 ઈંચ વરસાદ પડયો છે. આ સાથે, ડાંગના વઘઈમાં 24 કલાકમાં 7 ઈંચ, કચ્છના ગાંધીધામમાં 7 ઈંચ, નવસારીના વાંસદામાં 6.5 ઈંચ, ડાંગના આહવામાં સરેરાશ 6.5 ઈંચ, વડોદરાના કરજણમાં 6 ઈંચ, કચ્છના નખત્રાણામાં પણ 6 ઈંચ વરસાદ પડ્યો છે. તાપીના ડોલવણમાં 6 ઈંચ, તાપીના વ્યારામાં સરેરાશ 5.5 ઈંચ, તાપીના સોનગઢમાં સરેરાશ 5.5 ઈંચ, રાજકોટ શહેરમાં 24 કલાકમાં 5.5 ઈંચ, અરવલ્લીના ધનસુરામાં સરેરાશ 5.5 ઈંચ, સુરતના માંડવીમાં સરેરાશ 5.5 ઈંચ, ભરૂચ શહેરમાં 24 કલાકમાં 5 ઈંચ, સુરતના માંડવીમાં 5 ઈંચ, ડાંગના સુબીરમાં સરેરાશ 4.5 ઈંચ, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 4.5 ઈંચ, તાપીના વાલોડમાં સરેરાશ 4.5 ઈંચ, જામનગરના જોડીયામાં 4.5 ઈંચ, ભરૂચના ઝઘડીયામાં 4 ઈંચ, સુરતના ઉમરપાડામાં 4 ઈંચ, વડોદરાના પાદરામાં પણ 4 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં 4 ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 4 ઈંચ, કચ્છના અબડાસામાં પણ 4 ઈંચ, ભરૂચના વાલીયામાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે, આ સાથે અન્ય 181 તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે.
મળી રહેલી માહિતી અનુસાર, મહેસાણાના ધરોઇ ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં પાણીનો ઉપલબ્ધ જથ્થો 21.78 ટકા છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. અહીં ઉપરવાસમાં વરસાદી પાણીની આવક 13,333 ક્યુસેક છે. ધરોઈ ડેમની હાલની જળ સપાટી 591.95 ફૂટે પહોંચી છે. વળી બીજી તરફ આંબાજળ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધ્રાફડ ડેમ પણ ઓવરફ્લો થતા 2 દરવાજા ખોલાયા છે. ઝાંઝેશ્રી ડેમ 70 ટકા ભરાઇ ગયો છે. ગ્રામ્ય અને જંગલ વિસ્તારોમાં સતત વરસાદ યથાવત છે.
રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાની જો વાત કરીએ તો અહીં બોડેલીમાં છેલ્લા 48 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેને લઇને નીંચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી ગયા છે. અહીં ઘણા એવા વિસ્તારો છે કે જ્યા મકાનની છત ડૂબી જાય એટલું પાણી ભરાતા તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન 245 જેટલા લોકોને રેક્સ્યૂ કરી બચાવી લેવામાં આવ્યા છે. અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે. વળી તેઓને નાસ્તા જમવા સહિત મેડિકલની પણ સુવિધા આપવામાં આવી રહી છે.
Advertisement