Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad માં તૂટી પડ્યો ધોધમાર વરસાદ...

ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં ભારે વરસાદ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદ Ahmedabad Rain : રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ (Ahmedabad Rain) માં ધોધમાર વરસાદ તૂટી...
ahmedabad માં તૂટી પડ્યો ધોધમાર વરસાદ
  • ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં ભારે વરસાદ
  • અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ
  • કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદ

Ahmedabad Rain : રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ (Ahmedabad Rain) માં ધોધમાર વરસાદ તૂટી પડતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવાના કારણે મીઠાખળી અને અખબાર નગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બપોરે 12 વાગ્યાના અરસામાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

Advertisement

7 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદ સહિત રાજ્યમાં આ 7 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં આજે બપોરે જ ભારે વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું પણ બપોરે 12 વાગ્યાની આસપાસ ધીમે ધીમે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ શરુ થયો હતો.

વરસાદના કારણે ઠંડક પ્રસરી

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઇ જતાં દિવસે અંધારુ જોવા મળ્યું હતું અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે વાહન ચાલકોને બચવા માટે આશરો લેવો પડ્યો હતો. વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઇ હતી.

Advertisement

આ પણ વાંચો----Gujarat: સિસ્ટમ સક્રિય થતા આવશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી આગાહી

Advertisement

આ વિસ્તારોમાં ભારે વરસાદ

અમદાવાદમાં છેલ્લા 1 કલાકથી ગોતા, સરખેજ, સાયન્સ સિટી, સોલા, ઘાટલોડીયા, મેમનગર,આશ્રમ રોડ, શાહપુર, જમાલપુર, વેજલપુર, વસ્ત્રાલ, થલતેજ, બોડકદેવ, ખાડીયા, પાલડી, એલિસબ્રિજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે મીઠાખળી અને અખબારનગર અંડરપાસ બંધ કરવો પડ્યો હતો.

આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ

ભારે ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ હાલ ધીમો પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થયો છે, તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. જોકે, હજી પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ થઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી

ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે આગામી 24 અને 25 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સહિત ભારે વરસાદની શક્યતા છે, જેને કારણે આ બે દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે, જેની સાથે વીજળીના ચમકારા પણ થઈ શકે છે.

કોર્પોરેશનની પોલ ખુલી

અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે ફરી એક વાર કોર્પોરેશનની પોલ ખુલી ગઇ હતી. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો---- GUJARAT : રાજ્યમાં ફરી ધમરોળશે મેઘરાજા, 7 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.