Heart Attack : 5 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત, માતા સાથે મોબાઈલ પર કાર્ટૂન જોઈ રહી હતી...
UP : અમરોહામાં 5 વર્ષની બાળકી તેની માતા સાથે મોબાઈલ પર કાર્ટૂન જોઈ રહી હતી. મોબાઈલ ફોન તેના હાથમાંથી સરકીને જમીન પર પડી ગયો અને બાળકીનું મોત થઈ ગયું. ગભરાયેલો પરિવાર દીકરીને ગામના ડૉક્ટર પાસે લઈ ગયો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. મૃત્યુનું કારણ હાર્ટ એટેક (Heart Attack) હોવાનું માનવામાં આવે છે. મામલો હસનપુર કોતવાલી વિસ્તારના હાથિયાખેડા ગામનો છે. જ્યાં શુક્રવારે રાત્રે નવ વાગ્યાના સુમારે મહેશ ખડગવંશીની 5 વર્ષની પુત્રી કામિની પથારીમાં બેઠી હતી. તે માતા સોનિયા સાથે મોબાઈલ પર કાર્ટૂન જોઈ રહી હતી. અચાનક કામિનીના હાથમાંથી મોબાઈલ સરકી ગયો અને જમીન પર પડ્યો.
પહેલા તો સોનિયાને લાગ્યું કે તે આવું જાણી જોઈને કરી રહી છે. પરંતુ જ્યારે તેણે તેને હલાવી, ત્યારે તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. આ જોઈને મહિલા બુમો પાડવા લાગી અને પરિવારજનો અને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેને તાત્કાલિક ગામના ડોક્ટરને બતાવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
તેમનો પાંચમો જન્મદિવસ 30 જાન્યુઆરીએ ઉજવવાનો હતો
ઘટના બાદ પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મૃત્યુનું કારણ હાર્ટ એટેક (Heart Attack) હોવાનું માનવામાં આવે છે. પરિવાર શનિવારે સવારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ગંગાઘાટ લઈ ગયો હતો. કામિની તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. તેમનો પાંચમો જન્મદિવસ 30 જાન્યુઆરીએ ઉજવવાનો હતો. માતાનું કહેવું છે કે પુત્રી પથારીમાં બેસી મોબાઈલમાં કાર્ટૂન જોઈ રહી હતી. અચાનક હાથમાંથી મોબાઈલ પડી ગયો. માત્ર 5 વર્ષની વયે આકસ્મિક અવસાનથી સૌ કોઈ આઘાતમાં છે. સોનિયા કહે છે કે દીકરી સંપૂર્ણ સ્વસ્થ હતી. શુક્રવારે મોડી સાંજ સુધી રમ્યા બાદ તેણે રાત્રિભોજન કર્યું હતું.
પોસ્ટમોર્ટમ બાદ જ કારણ જાણી શકાશે
મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. સત્યપાલ સિંહે ફોન પર વાતચીતમાં જણાવ્યું કે જે રીતે ઘટનાની જાણ કરવામાં આવી રહી છે કે બાળકીનું અચાનક મૃત્યુ થયું છે, તે હાર્ટ એટેક (Heart Attack)ને કારણે હોઈ શકે છે. પરંતુ પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું કારણ જાણી શકાશે. જે હવે શક્ય નથી. હાલમાં પરિવારના સભ્યો જે કહે છે તેના પર જ વિશ્વાસ કરી શકાય છે.
આ પણ વાંચો : Cyber Crime : પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન સાવચેત રહો… એક લિંકથી ફોન થશે હેક, સરકારે જારી ચેતવણી…