Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Haryanvi Singer Death: હરિયાણાના પ્રખ્યાત ગાયક રાજૂ પંજાબીનું 40 વર્ષની વયે નિધન

હરિયાણાના પ્રખ્યાત ગાયક રાજુ પંજાબીનું મંગળવારે વહેલી સવારે નિધન થયું. તેમની હિસારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, ત્યારબાદ સવારે ચાર વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ પંજાબી દેશી-દેશી ના બોલ્યા કર ગીતથી સમગ્ર ઉત્તર ભારતમાં પ્રખ્યાત થયો...
haryanvi singer death  હરિયાણાના પ્રખ્યાત ગાયક રાજૂ પંજાબીનું 40 વર્ષની વયે નિધન

હરિયાણાના પ્રખ્યાત ગાયક રાજુ પંજાબીનું મંગળવારે વહેલી સવારે નિધન થયું. તેમની હિસારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, ત્યારબાદ સવારે ચાર વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ પંજાબી દેશી-દેશી ના બોલ્યા કર ગીતથી સમગ્ર ઉત્તર ભારતમાં પ્રખ્યાત થયો હતો, પરંતુ હવે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે

Advertisement

હરિયાણાના પ્રખ્યાત ગાયક રાજુ પંજાબી હવે આ દુનિયામાં નથી. તેમનું 40 વર્ષની વયે અવસાન થયું છે. રાજુ પંજાબીએ મંગળવારે હિસારની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ રાજુ લગભગ 10 દિવસથી બીમાર હતા. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. તેમની અંતિમ ક્ષણે રાજુ પંજાબીની તબિયત એટલી બગડી હતી કે તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. આ પછી, ત્યારે તેનામાં સુધારો થવાના સંકેતો દેખાયા અને તેને થોડા સમય માટે ઘરે મોકલવામાં આવ્યો, પરંતુ તેની તબિયત બગડતાં તેને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો  હતો.

Advertisement

સપના ચૌધરી જેવા અન્ય લોક કલાકારો સાથે પણ કામ કર્યું

રાજુ પંજાબી હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રખ્યાત લોક ગાયક હતા. તેઓ દેશી દેશી, અચ્છા લગે સે અને તુ ચીઝ લાજવાબ જેવા હિટ ગીતો માટે જાણીતા હતા. તેમનું છેલ્લું ગીત 'આપસે મિલકે યારા હમકો અચ્છા લગા થા'12 ઓગસ્ટે રિલીઝ થયું હતું. રાજુ પંજાબી પંજાબ અને રાજસ્થાનમાં પણ લોકપ્રિય હતો. તેણે સપના ચૌધરી જેવા અન્ય લોક કલાકારો સાથે પણ કામ કર્યું. રાજુ પંજાબીના અવસાનથી તેના સ્નેહીજનોમાં શોકનો માહોલ છે. દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Advertisement

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજુ પંજાબીને શ્રદ્ધાંજલિ આપી

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ સોશિયલ મીડિયા દ્વારા રાજુ પંજાબીને શ્રદ્ધાંજલિ આપી છે. મુખ્યમંત્રીએ તેમના એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે રાજુ પંજાબીનું અવસાન હરિયાણાના સંગીત ઉદ્યોગ માટે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ છે. મનોહર લાલ ખટ્ટરનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. રાજુ પંજાબીના ચાહકો પણ તેના ટ્વીટ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

આ પણ  વાંચો -રક્ષાબંધનમાં PM મોદીને રાખડી બાંધવા આવશે તેમની આ પાકિસ્તાની બહેન, જાણો શું કહ્યું

Tags :
Advertisement

.