Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harry Potter Castle Burning: જાદુઈ નગરી ધીરે-ધીરે આગમાં હોમાઈ રહી Russian Attack ના કારણે...

Harry Potter Castle Burning: યુક્રેન (Ukrain) ના કાળા સાગર બંદર નજીક આવેલા ઓડેસા (Odessas) પર 29 એપ્રિલના રોજ રશિયા (Russia) એ મિસાઈલ (Missile) વડે હુમલો કર્યો હતો. જોકે યુક્રેન (Ukrain War) માં કાળા સાગર બંદર નજીક આવેલા વિસ્તારો વિશ્વ વિખ્યાત...
harry potter castle burning  જાદુઈ નગરી ધીરે ધીરે આગમાં હોમાઈ રહી russian attack ના કારણે

Harry Potter Castle Burning: યુક્રેન (Ukrain) ના કાળા સાગર બંદર નજીક આવેલા ઓડેસા (Odessas) પર 29 એપ્રિલના રોજ રશિયા (Russia) એ મિસાઈલ (Missile) વડે હુમલો કર્યો હતો. જોકે યુક્રેન (Ukrain War) માં કાળા સાગર બંદર નજીક આવેલા વિસ્તારો વિશ્વ વિખ્યાત છે. કારણે કે આ સ્થળો પર યુક્રેન (Ukrain War) ના શૈક્ષણિક સંકુલો આવેલા છે. તે ઉપરાંત આ બંદર નજીક વિશ્વ વિખ્યાત (Odessas) હેરી પોર્ટર મહેલ (Harry Potter Castle) આવેલો છે.

Advertisement

  • રશિયાનો યુક્રેન પર વધુ એક વિનાશકારી હુમલો

  • હુમલામાં ગર્ભવતી મહિલાનું કરુણ મોત નિપજ્યુ

  • આ હુમલામાં રશિયાએ ક્લસ્ટર હથિયારોનો ઉપયોગ કર્યો

ત્યારે એક અહેવાલ અનુસાર રશિયા (Russian Attack) એ કરેલા કાળા સમુદ્ર નજીક હુમલા (Russian Attack) માં યુક્રેન (Ukrain War) ના કુલ 5 નાગરિકોના મોત નિપજ્યા છે. તે ઉપરાંત અન્ય 32 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે. યુક્રેન (Ukrain War) માં સ્કૉડિશ બૈરોનિયલ રૂપે દેખાતું આ સંકુલ વિશ્વમાં હૈરી પૉટર મહેલ (Harry Potter Castle) ના નામે ઓળખાય છે. ત્યારે આ રશિયાના હુમલામાં હૈરી પૉટર મહેલ (Harry Potter Castle) ને ભારે નુકસાન થયું છે. તે ઉપરાંત સ્થાનિક કાયદાકીય સંસ્થામાં પર હુમલો થયો હોવાથી ભારે નુકસાન થયું છે.

Advertisement

આ પણ વાંચો: Pakistan ના મંત્રીએ ભારતના કર્યા ભરપેટ વખાણ, જાણો શું કહ્યું… Video

હુમલામાં ગર્ભવતી મહિલાનું કરુણ મોત નિપજ્યુ

આ હુમલા (Russian Attack) ને લઈને ઓડેસા (Odessas) ના મેયરે ટેલિગ્રામમાં પર લખ્યું હતું કે, રશિયાના રાક્ષસો, દાનવો અને જાનવરોએ કરેલા હુમલામાં ઓડેસાના અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે ઉપરાંત મિસાઈલના ટુકડાઓ સ્થાનિકોનો ધર પર પડતા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રશિયાના નરભક્ષકને કહેવા માટે હવે મારી પાસે શબ્દો રહ્યા નથી. આ હુમલામાં 4 વર્ષના એક બાળકનું પણ અને ગર્ભવતી મહિલાનું કરુણ મોત નિપજ્યુ હતું.

Advertisement

આ પણ વાંચો: US એ પન્નુ કેસમાં અમેરિકન મીડિયા રિપોર્ટ પર જાણો શું કહ્યું…

આ હુમલામાં રશિયાએ ક્લસ્ટર હથિયારોનો ઉપયોગ કર્યો

યુક્રેનિયન નૌકાદળના પ્રવક્તા દિમિત્રો પ્લેટેન્ચુકે જણાવ્યું હતું કે ક્લસ્ટર વોરહેડ સાથે ઇસ્કેન્ડર-એમ બેલેસ્ટિક મિસાઇલ દ્વારા હુમલો (Russian Attack) કરવામાં આવ્યો હતો. યુક્રેન (Russian Attack) ના એક જાહેર પ્રસારણકર્તાએ જણાવ્યું હતું કે અકાદમીના પ્રમુખ, સંસદના અગ્રણી ભૂતપૂર્વ સભ્ય સેરહી કિવાલોવ ઘાયલોમાં સામેલ છે. એકેડેમીની એક વિદ્યાર્થી મારિયાએ જણાવ્યું હતું કે, "મારી નજર સામે એક મિસાઇલ તોડી પાડવામાં આવી હતી. આ તમામ દ્રશ્યો મારા ઘરની સામે થયા હતા. Odessas બંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયન મિસાઈલ અને ડ્રોન હુમલાઓ વારંવાર કરવામાં આવ્યા છે. યુક્રેનના પ્રોસીક્યુટર જનરલ એન્ડ્રી કોસ્ટીને જણાવ્યું હતું કે રશિયન સૈન્યએ મોટી સંખ્યામાં જાનહાનિ કરવાના ઉદ્દેશ્ય સાથે ક્લસ્ટર હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: China: ચીનથી પ્રકૃતિ નારાજ! અચાનક જ ગાયબ થઈ ગયો એક હાઈવે, જુઓ Video

Tags :
Advertisement

.