Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hrani Lake Tragedy: DEO કચેરીની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલ ઉઠ્યા

Harni Lake Tragedy: વડોદરા (Vadodara )માં હરણી તળાવ ખાતે ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. હરણી લેક (Harni Lake) ઝોન દુર્ઘટના મામલે આખરે સ્કૂલના સંચાલકો દ્વારા તેમની ભૂલ સ્વીકારવામાં આવી છે. જેમાં...
hrani lake tragedy  deo કચેરીની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલ ઉઠ્યા

Harni Lake Tragedy: વડોદરા (Vadodara )માં હરણી તળાવ ખાતે ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. હરણી લેક (Harni Lake) ઝોન દુર્ઘટના મામલે આખરે સ્કૂલના સંચાલકો દ્વારા તેમની ભૂલ સ્વીકારવામાં આવી છે. જેમાં ખૂલાસો થયો છે કે ન્યુ સનરાઈઝ સ્કૂલ દ્વારા પ્રવાસ માટે DEO ની પરવાનગી લેવામાં આવી નહોતી. ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા પોતાની ભૂલ સ્વકારવામાં આવતા DEO કચેરીએ કાર્યવાહી શરૂ કરી છે. અને સ્કૂલની માહિતીનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવશે. અને ક્રોસ વેરિફીકેશન બાદ સાત દિવસમાં કલેકટરનો રિપોર્ટ સુપરત કરવામાં આવશે.

Advertisement

DEO કચેરીની પણ લાલિયાવાળી સામે આવી

અહીં સ્કૂલ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવતા શાળાના પ્રવાસ મુદ્દે DEO કચેરીની પણ લાલિયાવાળી સામે આવી છે. જેમાં DEO કચેરી દ્વારા પ્રવાસની પરવાનગી ન લેવાની એક પણ સ્કૂલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વડોદરાની સ્કૂલોએ પાંચ વર્ષમાં 419 મંજૂરીઓ માંગવામાં આવી હતી.

પ્રવાસની પરવાનગી લેવામાં આવતી નહોતી

શહેરમાં 500થી વધુ શાળાઓ હોવા છતાં ઘણી સ્કૂલો દ્વારા પ્રવાસની પરવાનગી લેવામાં આવતી નહોતી. ત્યારે જે શાળાઓએ પરવાનગી ન લીધી હોય તેમની સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી DEO કચેરીની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઊભા થયા છે.

Advertisement

આ પણ વાંચો - હરણી કાંડના મુખ્ય આરોપી પરેશ શાહનો પુત્ર તો નીકળ્યો જુગારી, પોલીસે ઝડપ્યો હતો રંગે હાથ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.