Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ત્રિવેણી સંગમ મઠ મહેગામ ખાતે હરિબાવા ગોસાઈ મહારાજનો સાલગીરા મહોત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો

ભરૂચ જિલ્લામાં મઠ મહેંગામે હરિ ગોસાઈ બાવાનો સાલગીરા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,સતત ત્રણ દિવસથી અહીંયા મહાપ્રસાદીની સેવા ભક્ત ડો.પરેશભાઈ જ્યંતી લાલ પરમાર,માંકના,કામરેજ તરફથી રાખવામાં આવી હતી અહીંયા મહાવદ અમાસના દિને હરિ ગોસાઈ મહારાજ તેમના ધર્મપત્ની દેવળબા અને સેવક પીતામ્બર સાહેબે જીવંત સમાધિ લીધી હતી જેના લીધા અહીંયા દર વર્ષે મહાવદ અમાસના દિને સાલગીરા મહોતà«
ત્રિવેણી સંગમ મઠ મહેગામ ખાતે હરિબાવા ગોસાઈ મહારાજનો સાલગીરા મહોત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો
ભરૂચ જિલ્લામાં મઠ મહેંગામે હરિ ગોસાઈ બાવાનો સાલગીરા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,સતત ત્રણ દિવસથી અહીંયા મહાપ્રસાદીની સેવા ભક્ત ડો.પરેશભાઈ જ્યંતી લાલ પરમાર,માંકના,કામરેજ તરફથી રાખવામાં આવી હતી અહીંયા મહાવદ અમાસના દિને હરિ ગોસાઈ મહારાજ તેમના ધર્મપત્ની દેવળબા અને સેવક પીતામ્બર સાહેબે જીવંત સમાધિ લીધી હતી જેના લીધા અહીંયા દર વર્ષે મહાવદ અમાસના દિને સાલગીરા મહોત્સવ બહુ ધામ ધૂમ અને હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે.અહીંયા ગામે ગામથી લોકો પગપાળા પાલખી લઈને પણ બહુ મોટી સંખ્યામાં  આવે છે.
મહાવદ અમાસના દિને પાલખીનો શોભાયાત્રા કાઢવામાં આવે છે.જેમાં બાવાએ સમાધિ સમયે આપેલ નિશાન મુજબ બાવાની જટા,ગરુડના ઈંડા અને દેવળ માતાજીની કંઠીને પાલખીમાં રાખી તેને પુષ્પોથી સજાવી બહુ આનંદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે તેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. દક્ષિણ ગુજરાતમાં વસતા માહ્યાવંશી સમાજ હરિ ગોસાઈ મહારાજને પોતાના કુલગુરુ તરીકે પૂંજે છે. ગુજરાત સહીત મુંબઈમાં વસતા લોકો આ દિને અવશ્ય અહીં દર્શન કરવા માટે આવે છે. 
અહીંયા 400 વર્ષ પૂર્વે એક મહાન સંત થઇ ગયા જેમનું  નામ છે હરિ ગોસાઈ મહારાજ
મૂળ મધ્યપ્રદેશ થી પોતાની પત્ની દેવળબા સાથે નીકળી મહેગામ નર્મદા કિનારે આવીને ધૂની ધખાવી હતી, તેમના સતના પારખા રૂપે દાંતણ ની ચીરી ની ઉભી અને આડી આંબલી આજે પણ અહીંયા હયાત છે,અહીંયા ગુરુ કરતા છેલનું મહત્વ વધારે છે,પહેલા તેમના સેવક પીતામ્બર દાસના દર્શન કરવાના અને પછી હરિ બાવા અને દેવળ માતાના દર્શન કરવા એવું વચન તેમને આપેલું છે આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. 

પૂર્વ સંધ્યાએ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
સાલગીરા દિનની પૂર્વ સંધ્યાએ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત કિંગ કમલેશભાઈ બારોટ,દીવ્યા ઠાકોર અને સંતવાણીના બેતાબ બાદશાહ કિરણ પાનવાલાએ હરિબાવા ભજનો દ્વારા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ મંદિરનું સમગ્ર સંચાલન પૂજ્ય દરિયા માં તેમજ તેમના પરિવાર દ્વારા ખુબજ સારી રીતે કરવામાં આવે છે 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.