Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara Accident: હરણી નદીએ માસૂમોનો જીવ લીધો, બોટ પલટી જતા વિદ્યાર્થીઓ ડુબ્યા

Vadodara Accident: રાજ્યમાં ફરી એકવાર વિકાસના નામે માસૂમોના જીવનો ભોગ લેવામાં આવ્યો છે. મોરબી જેવી ઘટના વડોદરાના હરણી તળાવમાં બની છે. મોરબીમાં પુલ તુટવાથી લોકોએ જીવ ગુમાવ્યો હતો, ત્યારે વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી થઈ જતા માસૂમોએ જીવ...
vadodara accident  હરણી નદીએ માસૂમોનો જીવ લીધો  બોટ પલટી જતા વિદ્યાર્થીઓ ડુબ્યા

Vadodara Accident: રાજ્યમાં ફરી એકવાર વિકાસના નામે માસૂમોના જીવનો ભોગ લેવામાં આવ્યો છે. મોરબી જેવી ઘટના વડોદરાના હરણી તળાવમાં બની છે. મોરબીમાં પુલ તુટવાથી લોકોએ જીવ ગુમાવ્યો હતો, ત્યારે વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી થઈ જતા માસૂમોએ જીવ ગુમાવ્યો છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની ન્યુ સનરાઈઝ ખાનગી શાળાના 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકોથી ભરેલી બોટ હરણીના મોટનાથ તળાવે પ્રવાસે ગયા હતા. તે સમયે બોટ પાણીમાં ગરકાઉ થઈ ગઈ હતી. હાલમાં, આ ઘટનામાં 9 માસૂમ વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત નિપજ્યા છે. ત્યારે ગાંઘીનગરથી NDRF ની ટીમ પણ વડોદરા જવા માટે રવાના થઈ ગઈ છે. તે ઉપરાંત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા માટે નિકળી ગયા છે.

Advertisement

મૃતક બાળકોના નામની યાદી

આ 11 મૃતક બાળકોના નામ સકીના શેખ, મુવાયઝા શેખ, અબીસ્વા કોઠારી, ઝહાળીયા સુબેદાર, વિશ્વા નિઝામા, નેન્સી માછી, આયેશા ખલીફા, આયત મનસુરી, રેહાન મલીક, છાયા પટેલ અને ફાલ્ગુની સામે આવ્યા છે.

Advertisement

કલેક્ટર તેમજ મેયર ઘટનાસ્થળે

કલેક્ટર તેમજ મેયર અને સ્ટેડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. 7 વિધાર્થીઓનું રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.  તેમણે કહ્યું કે, 30 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. નાના બાળકો હતા તેથી કદાય વધારે લોકોને બેસાડ્યા હોઈ શકે. મેયરે કહ્યું કે, લાઇફ જેકેટ પહેરાવ્યા હતા તેવી માહિતી મને મળી છે.

આ પણ વાંચો:   Vadodara : હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી, 9 માસૂમના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

Tags :
Advertisement

.