હેકર્સ પૈસાની ઉઠાંતરી માટે બનાવી રહ્યા છે નકલી ફેસબુક પેઇજ,લોગ ઇન કરતા પહેલા થઇ જજો સાવચેત

લાખ્ખોની સંખ્યામાં ફેસબુક એકાઉન્ટ જોખમમાં છે. ત્યારે હેકર્સ તેમને પૈસાની ઉઠાંતરી માટે નિશાન બનાવી રહ્યા છે. જે અંતર્ગત સાયબર વિશેષજ્ઞોનું માનવું છે કે દુનિયાભરમાં 50 લાખથી વધુ ફેસબુક યુઝર્સને નિશાન બનાવવા માટે એક કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. તેને મોબાઇલ પર ફેસબુક મેસેન્જરના માધ્યમથી ઝડપથી ફેલાવવામાં આવી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે ષડયંત્ર ભરેલા આ કેમ્પેઇનની જાણકારી ભલે હાલ સામે આવી હોય પરંતુ તે છેલ્લા એકવર્ષથી ચાલી રહ્યું છે.
એન્ટી ફિશિંગ બ્રાઉઝર એક્સટેંશન PIXMના નિક એસ્કોલીએ આ અટેકનો ખુલાસો કર્યો છે. તેમની રિસર્ચ ટીમે નોંધ્યું છે કે ઘણી બધી એવી વેબસાઇટ છે જે દેખાવમાં ફેસબુક લોગીન પેઇઝ જેવી લાગે છે.યુઝર્સ મોટી સંખ્યામાં તેને અસલી ફેસબુક સમજીને પોતાની લોગઇન ડિટેઇલ્સ તેમાં નાંખી દે છે. આ વેબસાઇટ્સની લિંક ઝડપથી મેસેન્જર પર ફેલાવવામાં આવી રહી છે.
-રીસર્ચકર્તાઓની સલાહ છે કે જો તમે એવો કોઇપણ સંદિગ્ધ ઓનલાઇન સ્કેમ મેસેજ જુઓ તો કોઇપણ લિંક કે અટેચમેન્ટ પર ક્લિક ન કરવું
-જો તમને લાગે કે કોઇ મેસેજ કે કોઇ વેબસાઇટમાં કંઇ ગરબડ છે, તો સાવધાની સાથે આગળ વધવું.
-અજાણી વેબસાઇટ પર ક્યારેય ફેસબુક લોગઇન ન કરવું.
-જો તમને આવી કોઇ નકલી વેબસાઇટ જોવા મળે તો આપે તુરંત સાયબર ક્રાઇમ સેલને રિપોર્ટ કરવો જોઇએ.