Gurudwara hemkund sahib: શીખોના પવિત્ર તીર્થસ્થળ હેમકુંડ સાહિબના કપાટ ચમોલીમાં ખુલ્લા મૂકાયા
Gurudwara hemkund sahib: Uttarakhand માં શરૂ થયેલી ચારધામ યાત્રા (Chardham Yatra) ને લઈને આજરોજ ચમોલીમાં સિખ સમુદાયનું પવિત્ર તીર્થીધામ હેમકુંડ સાહિબ ગુરૂદ્વારા (Hemkund Sahib) ના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે દરરોજ 3500 કરતા પણ વધારે લોકો દરરોજ દર્શન માટે આવે છે. તેની સાથે હેમકુંડ સાહિબ (Hemkund Sahib) ની યાત્રા (Chardham Yatra) નો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે.
ઊંચાઈ પર આવેલું શિખોનું પ્રવિત્ર સ્થળ છે
પવિત્ર દીપ પ્રગટાવીને પ્રાર્થના કરી
યાત્રામાં પધારીને ગુરુ મહારાજના આશીર્વાદ લેવા જોઈએ
जय बाबा केदार ! pic.twitter.com/iDQUh2P0er
— Pushkar Singh Dhami (Modi Ka Parivar) (@pushkardhami) May 26, 2024
હેમકુંડ ગુરૂદ્વારા (Hemkund Sahib) વિશ્વનું સૌથી સુંદર અને પ્રસિદ્ધ ઊંચાઈ પર આવેલું શિખોનું પ્રવિત્ર સ્થળ છે. આજરોજ વહેલી સવારથી અનેક વિદેશમાં રહેતા સિખ પરિવાર દ્વારા હેમકુંડ ગુરૂદ્વારા (Hemkund Sahib) ના દર્શન કરવામાં આવી રહ્યા છે. આશરે 2000 જેટલા વિદેશી શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આ યાત્રાની શરૂઆત ઋષિકેશ ગુરુદ્વારા સંકુલથી પ્રથમ સમૂહના પ્રસ્થાન સાથે થઈ હતી. 22 મેના રોજ, Uttarakhand ના રાજ્યપાલે ધાર્મિક અનુયાયીઓ સાથે સમૂહને વિદાય આપી હતી. આ સમૂહ 23 મેના રોજ ગુરુદ્વારા ગોવિંદ ઘાટ પર રોકાયો હતો અને 24 મેના રોજ પગપાળા ગોવિંદ ધામ (ઘાંગરિયા) પહોંચ્યો હતો. રાત્રિના વિશ્રામ બાદ આજે સમૂહ હેમકુંડ ગુરૂદ્વારા (Hemkund Sahib) જવા રવાના થશે.
આ પણ વાંચો: Rahul Gandhi બન્યા અકસ્માતનો શિકાર, સોશિયલ મીડિયા પર ચૂંટણી રેલીનો Video Viral…
પવિત્ર દીપ પ્રગટાવીને પ્રાર્થના કરી
હેમકુંડ ગુરુદ્વારા (Hemkund Sahib) ના મેનેજર સરદાર ગુરનામ સિંઘ અને મુખ્ય ગ્રંથી ભાઈ મિલાપ સિંહે સંતો સાથે સવારે સાડા નવ વાગ્યે સુખાસન સ્થળથી દરબાર સાહિબ સુધી પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબના પવિત્ર સ્વરૂપો લાવ્યા અને પવિત્ર દીપ પ્રગટાવીને પ્રાર્થના કરી અને ગુરુને અર્પણ કર્યા. સવારે 10.15 કલાકે મુખ્ય ગ્રંથી દ્વારા સુખમણી હેમકુંડ સાહેબ (Hemkund Sahib) નું પઠન કરવામાં આવ્યું હતું. આ પછી સવારે 11.30 વાગ્યાથી રાગી સમૂહો દ્વારા ગરબાની કિર્તનનું ગાન કરવામાં આવ્યું હતું. આ સાથે નિશાન સાહિબ જીની ચાદરની સેવા પણ ચાલુ રહી. સમગ્ર ગુરુદ્વારા સંકુલ અને દરબાર હોલને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો.
आज से प्रारंभ हो रही श्री हेमकुंड साहिब यात्रा में आप सभी श्रद्धालुओं का हार्दिक स्वागत और अभिनंदन। वाहे गुरु जी से आप सभी की सुखद व सुरक्षित यात्रा की कामना करता हूँ। pic.twitter.com/jEiGbFtvab
— Pushkar Singh Dhami (Modi Ka Parivar) (@pushkardhami) May 25, 2024
આ પણ વાંચો: Karnataka : Prajwal Revanna ભારત પરત ફરશે, 31 મેના રોજ SIT સમક્ષ હાજર થશે… Video
યાત્રામાં પધારીને ગુરુ મહારાજના આશીર્વાદ લેવા જોઈએ
ગુરુદ્વારા (Hemkund Sahib) ટ્રસ્ટે અપીલ કરી છે કે શ્રદ્ધાળુઓએ કોઈપણ સંકોચ વિના યાત્રામાં પધારીને ગુરુ મહારાજના આશીર્વાદ લેવા જોઈએ. આ ઉપરાંત જે શ્રદ્ધાળુઓ યાત્રામાં ન આવી શકતા હોય તેઓ દરરોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી હેમકુંડ સાહિબ જી પરથી PTC સિમરન પર લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે છે.
આ પણ વાંચો: Mahabharata tradition: ભારતમાં આજે પણ દ્રૌપદી પ્રથા યથાવત, 5 નહીં 7 પતિઓની એક પત્ની