સુરતનું જમણ જમવા હવે મહેમાનોએ સુરતનું ભ્રમણ નહીં કરવું પડે.
વિદેશથી કે બહારગામથી સુરત ફરવા આવતા લોકો માટે હવે સુરતી વાનગીઓનો ચટાકો માણવા અલગ અલગ જગ્યા એ નહિ જવું પડે તેવી વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થા અંતર્ગત સુરત મનપા શહેરમાં એક એવી જગ્યા શોધી રહી છે જ્યાં સુરતની તમામ જાણીતી વાનગીઓ ખાણીપીણી માટે ઉપલબ્ધ હોય.હાલ જ સુરત ખાતે યોજાયેલ દેશની સૌપ્રથમ ત્રિદિવસીય સ્માર્ટ સિટિસ સમિટમાં દેશના અલગ અલગ રાજ્યોનàª
Advertisement
વિદેશથી કે બહારગામથી સુરત ફરવા આવતા લોકો માટે હવે સુરતી વાનગીઓનો ચટાકો માણવા અલગ અલગ જગ્યા એ નહિ જવું પડે તેવી વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થા અંતર્ગત સુરત મનપા શહેરમાં એક એવી જગ્યા શોધી રહી છે જ્યાં સુરતની તમામ જાણીતી વાનગીઓ ખાણીપીણી માટે ઉપલબ્ધ હોય.
હાલ જ સુરત ખાતે યોજાયેલ દેશની સૌપ્રથમ ત્રિદિવસીય સ્માર્ટ સિટિસ સમિટમાં દેશના અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોના પ્રતિનિધિઓ આવ્યા હતાં. આ સમિટમાં દેશના અન્ય સ્માર્ટ સિટિની યોજનાઓ પર ચર્ચા વિચારણા બાદ તેનું એડોપ્ટેશન કરવા અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા ઇન્દોર માં બનાવવામાં આવેલ "ઇન્દોર 56" ના કોન્સેપટ ને એડોપ્ટ કરવા અંગેની પહેલ કરવાં આવી હતી. આ કન્સેપ્ટ ઇન્દોર શહેર દ્વારા તેમના શહેરની 56 જેટલી અલગ અલગ ફેમસ વાનગીઓ એકજ જગ્યા એ મળે તેવું આયોજન સ્માર્ટ સીટી મિશન હેઠળ કરાયું હતું. જે સુરત મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓને પસંદ આવતા તેમણે એડોપ્ટ કરવાનું નક્કી કર્યું છે. ઇન્દોરએ આ કન્સેપ્ટમાં શહેરમાં જ્યાં ગીચ દુકાનો આવી હતી તે જગ્યાને ડિમોલિશન કર્યા બાદ ત્યાં નવી દુકાનોનું આયોજન કર્યું હતું અને તે તમામ દુકાનો માં ઇન્દોરની પ્રખ્યાત 56 જેટલી વાનગીઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનું આયોજન કરવા અંગે હાલ વિચારણા ચાલી રહી છે જેમાં આગામી સમયમાં પાલિકા શહેરના પ્રખ્યાત એવા ડુમસ બીચ પર અથવા તો શહેરની વચ્ચે એવી કોઈક જગ્યા શોધી રહ્યા છે જ્યાં આ પ્રકારના આયોજનને આખરી ઓપ આપી શકાય. સુરતના ડુમસ બીચ પર પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવતા હોય છે અને ખાસ કરી ને શનિ રવિ ની રજાઓમાં તો ડુમસ બીચ મુલાકાતીઓથી ઉભરાતું હોય છે. જેથી પાલિકા અહીં આયોજન કરવા અંગે વિચારણા કરી રહી છે. પરંતુ બીજી તરફ એ પણ વિચારણા ચાલે છે કે ડુમસ બીચ શહેરના છેવાડે થઇ જતું હોવાથી કેટલાક લોકો જવાનું ટાળી શકે છે. એટલે શહેરની મધ્યમાં કે જ્યાં શહેરીજનો તેમજ બહારગામથી આવતા પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે અને ખાણીપીણીનો લ્હાવો લઈ શકે તેવી જગ્યા પર પણ વિચારણા ચાલી રહી છે.
સુરતની ફેમસ વાનગીઓ જેમ કે સુરતી લોચો, સુરતી ખમણ, પાટુડી, સુરતી ઘારી, સુરતી ભૂસું, આલુપૂરી, રતાળુ પુરી, ડુમસ ના ટામેટાના ભજીયા, સુરતી પોંક, પોંક ના વડા, ઉંબાડિયું,સરસીયા ખાજા જેવી અનેક વાનગીઓ એક જ જગ્યા એ લોકો ને મળી રહેશે. આ યોજન હેઠળ પાલિકા દુકાનો બનાવી ને ભાડે આપવાનું આયોજન કરી રહી છે. એટલે કહી શકાય કે આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ જો તમે સુરતની મુલાકાત લેશો તો તમારે સુરતી જમણને ટેસ્ટ કરવા સુરત ભ્રમણ નહિ કરવું પડે. આ તમામ વાનગીઓ નો ચટાકો તમને એક જ જગ્યા એ મળી રહેશે.