Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલ સાથે નવી દિલ્હીની NDC ના 16 અધિકારીઓની શુભેચ્છા મુલાકાત

નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજના (National Defense College) અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) શુભેચ્છા મુકાલાત કરી હતી. ગાંધીનગર (Gandhinagar) ખાતે NDC ના 16 અધિકારીઓની ટીમ આવી છે. અહીં ટીમના મેમ્બર્સને ગુજરાતના 'શૈક્ષણિક સાપ્તાહિક પ્રવાસ' દરમિયાન કૃષિ અને...
gandhinagar   cm ભૂપેન્દ્ર પટેલ સાથે નવી દિલ્હીની ndc ના 16 અધિકારીઓની શુભેચ્છા મુલાકાત

નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજના (National Defense College) અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) શુભેચ્છા મુકાલાત કરી હતી. ગાંધીનગર (Gandhinagar) ખાતે NDC ના 16 અધિકારીઓની ટીમ આવી છે. અહીં ટીમના મેમ્બર્સને ગુજરાતના 'શૈક્ષણિક સાપ્તાહિક પ્રવાસ' દરમિયાન કૃષિ અને સહકાર ક્ષેત્રની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Advertisement

વિવિધ દેશના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ સાથે સીએમની મુલાકાત

મહત્ત્વનું છે કે નેશનલ ડિફેન્સ કોલેજ (National Defense College) એ ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયરરેન્કના અધિકારીઓ, સિવિલ સર્વિસિસના જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર કક્ષાના અધિકારી તેમ જ પાર્ટનર કન્ટ્રીઝના લશ્કરી અધિકારીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક અભ્યાસ ચલાવે છે, જે અંતર્ગત 17 માર્ચથી 22 માર્ચ સુધી સ્ટડી ટૂરનું (Educational Week Tour) આયોજન કરાયું છે.

Advertisement

ટીમમાં જાપાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાની નેવી તથા ભારતીય આર્મીના અધિકારીઓ સામેલ

ભારતીય સેનાના મેજર જનરલ એસ. નાગરના (Major General S. Nagar) નેતૃત્વમાં, અધિકારીઓની ટીમ મુખ્યમંત્રીને મળી, જેમાં જાપાન (Japan), બાંગ્લાદેશ, નેપાળ (Nepal) અને શ્રીલંકાની નેવી તથા ભારતીય આર્મીના અધિકારીઓ પણ જોડાયા હતા. ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી (Pankaj Joshi), ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર સહિત વરિષ્ઠ સચિવો પણ હાજર રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : આખરે માની ગયા કેતન ઇનામદાર

આ પણ વાંચો - મને ખૂબ દુઃખ થયું પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો : Rohan Gupta

આ પણ વાંચો - BJP : નેતાઓ અને કલાકારો ભાજપમાં જોડાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.