Govt jobs 2024: હાઈકોર્ટમાં ગ્રેજ્યુએટને નોકરી, 1 લાખ 40 હજારથી વધુ પગાર
Govt jobs 2024: ફરી એકવાર સરકાર દ્વારા યુવાનો માટે સુવર્ણ તક ઉભી કરવામાં આવી છે. ત્યારે Uttarakhand સરકાર અને હાઈકોર્ટ દ્વારા યુવાનો માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
- કુલ 139 જગ્યાઓ માટે ભરતી કરાશે
- શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
- પરીક્ષા દ્વારા પસંદગી કરવામાં આવશે
Graduate યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની આ ખૂબ જ સોનેરી તક છે. Uttarakhand હાઈકોર્ટમાં Junior Assistant અને Stenographer ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. Graduate યુવાનો 22 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 25 જાન્યુઆરી 2024 થી જ શરૂ થયેલી છે. અરજી સત્તાવાર વેબસાઇટ exams.nta.ac.in દ્વારા કરવાની રહેશે.
કુલ 139 જગ્યાઓ માટે ભરતી કરાશે
આ ભરતી પ્રક્રિયા દ્વારા National Testing Agency Uttarakhand હાઈકોર્ટ હેઠળની વિવિધ અદાલતોમાં Junior Assistantઅને સ્ટેનોગ્રાફરની કુલ 139 જગ્યાઓ ભરાશે. NTA દ્વારા સૂચના જારી કરવામાં આવી છે. Junior Assistant ની 57 જગ્યાઓ અને સ્ટેનોગ્રાફરની 82 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. અરજદારની ઉંમર 21 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અરજી ફી જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 1000 રૂપિયા અને SC અ
Govt jobs 2024:
ને ST કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ચૂકવવા પડશે.
પરીક્ષા દ્વારા પસંદગી કરવામાં આવશે
આ પોસ્ટ્સ પર પસંદગી લેખિત પરીક્ષા અને કૌશલ્ય પરીક્ષણ દ્વારા કરવામાં આવશે. પરીક્ષા OMR શીટ પર હશે. પરીક્ષાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. પરીક્ષા NTA દ્વારા રાજ્યમાં નિયુક્ત કેન્દ્ર પર લેવામાં આવશે. પરીક્ષામાં માઈનસ માર્કિંગ પણ રહેશે. લેખિત પરીક્ષાનો સમય બે કલાક 30 મિનિટનો રહેશે.
આ પણ વાંચો: PM Modi એ ઓડિશાને આપી વિકાસની ભેટ, વાંચો ભાષણની ખાસ વાતો