ગોવાભાઈ રબારી બન્યા ડીસા માર્કેટયાર્ડમાં ચેરમેન..!
અહેવાલ--સચીન શેખલીયા, બનાસકાંઠા આજે ડીસા માર્કેટયાર્ડ (Disa Market Yard)ની ચેરમેન (Chairman) અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ચેરમેન તરીકે ગોવાભાઈ રબારી (Govabhai Rabari) અને વાઇસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરાઇ છે. ચેરમેન તરીકે ગોવાભાઈ રબારી ચૂંટાતા...
Advertisement
અહેવાલ--સચીન શેખલીયા, બનાસકાંઠા
આજે ડીસા માર્કેટયાર્ડ (Disa Market Yard)ની ચેરમેન (Chairman) અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ચેરમેન તરીકે ગોવાભાઈ રબારી (Govabhai Rabari) અને વાઇસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરાઇ છે. ચેરમેન તરીકે ગોવાભાઈ રબારી ચૂંટાતા તેમના સમર્થકો અને ખેડૂતોમાં ભારે ખુશી ફેલાઈ છે, સમર્થકોએ ફટાકડા ફોડી ગોવાભાઈને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.
ડીસા માર્કેટયાર્ડના સભાખંડમાં ચૂંટણી યોજાઈ
આજે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ડીસા માર્કેટયાર્ડના સભાખંડમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઈ રબારીને માર્કેટયાર્ડના ચેરમેન તરીકે મેન્ડેટ આપ્યો હતો.

તેમના સમર્થકોમાં ભારે ખુશી ફેલાઈ
માર્કેટયાર્ડના તમામ 16 ડિરેક્ટરોએ સર્વાનુમતે ગોવાભાઈ રબારીની ચેરમેન તરીકે વરણી કરી હતી તો વાઇસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલની વરણી કરાઈ હતી. ગોવાભાઈ રબારી ચેરમેન બનતા તેમના સમર્થકોમાં ભારે ખુશી ફેલાઈ હતી. ગોવાભાઈ રબારીને ફુલહાર પહેરાવીને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ,ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઇ સહિત અનેક સમર્થકો અને ખેડૂતોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ગોવાભાઈ રબારીને ભાજપમાં લાવવામાં અગ્રેસર ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ગોવાભાઈને ગળે મળીને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ડીસા માર્કેટયાર્ડમાં અગાઉ 15 વર્ષ સુધી ચેરમેન રહી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે ગોવાભાઈ રબારી ડીસા માર્કેટયાર્ડમાં અગાઉ 15 વર્ષ સુધી ચેરમેન રહી ચૂક્યા છે અને તેમને ખેડૂતોના વિકાસ લક્ષી અનેક કામો કર્યા હતા જોકે ગોવાભાઈ બાદ માવજીભાઈ દેસાઈ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન બનતા ગોવાભાઈ ડીસા માર્કેટયાર્ડના ફક્ત ડિરેક્ટર જ બનીને રહી ગયા હતા. ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાતા ભાજપે તેમને ગણતરીના દિવસોમાં જ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન બનાવી દેતા ગોવાભાઈને ભાજપ ફળ્યું હતું.
ભાજપને મોટો ફાયદો
ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ગોવાભાઈના ભાજપમાં આવવાથી ભાજપને મોટો ફાયદો થવાની વાત કરી હતી. ગોવાભાઈ રબારી ફરીથી એકવાર ડીસા માર્કેટયાર્ડના ચેરમેન બનતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી મનાવી હતી.. આ અંગે નવનિયુક્ત ચેરમેન ગોવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે,મારા ઉપર વિશ્વાસ મુકવા બદલ હું ભાજપના મોવડી મંડળ અને ખેડૂતોનો આભાર માનું છું. ખેડૂતોના વિકાસ માટે હંમેશા કામ કરીશ.
Advertisement