Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal Railway Station: ગોંડલમાં હેરિટેજ રેલ્વેનું 26 ફેબ્રુ. એ વડાપ્રધાન વર્ચ્યુઅલ કરશે લોકાર્પણ

Gondal Railway Station: ગોંડલમાં તા. 26 ફેબ્રુ. એ સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના વરદહસ્તે ગોંડલના હેરિટેજ રેલ્વે સ્ટેશન (Heritage Railway Station) નું ઉદ્ઘાટન કરવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલ્વે સ્ટેશન (Heritage Railway...
gondal railway station  ગોંડલમાં હેરિટેજ રેલ્વેનું 26 ફેબ્રુ  એ વડાપ્રધાન વર્ચ્યુઅલ કરશે લોકાર્પણ

Gondal Railway Station: ગોંડલમાં તા. 26 ફેબ્રુ. એ સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના વરદહસ્તે ગોંડલના હેરિટેજ રેલ્વે સ્ટેશન (Heritage Railway Station) નું ઉદ્ઘાટન કરવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલ્વે સ્ટેશન (Heritage Railway Station) નાં પુન:વિકાસ તથા 1500 રોડ ઓવરબ્રિજ, અડરપાસનાં શિલાન્યાસ લોકાર્પણ અંતર્ગત રુ. 6 કરોડ નાં ખર્ચે ગોંડલ રેલ્વે સ્ટેશનનું રિનોવેશન કરવામાં આવશે.

Advertisement

  • લોકાર્પણમાં ઉપસ્થિત મહાનુભાવોની યાદી
  • રેલ્વે સ્ટેશનની સ્થાપના ભગવતસિંહ બાપુએ કરી હતી
  • ગોંડલ રેલ્વે સ્ટેશનની સુવિધા અંગે વિસ્તૃત માહિતી

રેલ્વેનાં ભાવનગર ડીવીઝન મેનેજરના માર્ગદર્શન હેઠળ યોજાનાર કાર્યક્રમમાં ભાવનગર ડીવીઝનનાં સિનિયર ડીઇઇ રમેશચંદ્ર મીના ઉપરાંત સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે..

Gondal Railway Station

Gondal Railway Station

Advertisement

રેલ્વે સ્ટેશનની સ્થાપના ભગવતસિંહ બાપુએ કરી હતી

ગોંડલ મહારાજા સર ભગવતસિહ સૌરાષ્ટ્રમાં રેલ્વેનાં પાયોનિયર ગણાય છે. સૌરાષ્ટ્ર (Saurashtra) માં પ્રથમ રેલ્વે શરુ કરવાનું બહુમાન સર ભગવતસિહને ફાળે જાય છે. ગોંડલનાં રેલ્વે સ્ટેશન (Railway Station) ની સ્થાપનાં ભગવતસિહ બાપુ દ્વારા ઈ.સ. 1932 માં કરાઇ હતી. તે પહેલા હાલ નગરપાલિકા કચેરી જ્યાં બેસે છે તે બિલ્ડીંગ રેલ્વે સ્ટેશન હતું.

Advertisement

ગોંડલ રેલ્વે સ્ટેશનની સુવિધા અંગે વિસ્તૃત માહિતી

ગોંડલ રેલ્વે સ્ટેશન (Railway Station) માં ત્રણ પ્લેટફોર્મને ઉંચા લેવાયા છે. બે પ્લેટફોર્મને લંબાવાયા છે. તે ઉપરાંત Pay and Use Toilet, AC Waiting Room, ઇન્ડીકેટર, એનાઉન્સમેન્ટ રૂમ, એકથી બીજા પ્લેટફોર્મ પર જવા આવવા સબવે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. ગોંડલ રેલ્વે સ્ટેશન પર રોજીંદા 18 થી 20 ટ્રેન તથા 8 થી 10 ગુડ્સ ટ્રેન (Goods Train) ની અવરજવર રહે છે. ત્યારે રેલ્વે સ્ટેશનની નવી સુવિધાઓ ગોંડલ પંથક માટે આશિર્વાદ રુપ બનશે.

અહેવાલ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો:

Tags :
Advertisement

.