Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal Ragging Case: ગોંડલની હોસ્ટેલમાં જ્ઞાતિ વિવાદમાં રેગિંગને અંજામ આપ્યો

Gondal Ragging Case: ગોંડલની ધોળકીયા ઇન્ટરનેશનલ સ્કુલની હોસ્ટેલમાં રેગિંગની ઘટના સામે આવી છે. એખ વિદ્યાર્થીને તેના બે રૂમ પાર્ટનર સહિત ચાર વિદ્યાર્થીઓએ ગંભીર માર માર્યો હતો. આ માર મારવાથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હોસ્ટેલમાં...
gondal ragging case  ગોંડલની હોસ્ટેલમાં જ્ઞાતિ વિવાદમાં રેગિંગને અંજામ આપ્યો

Gondal Ragging Case: ગોંડલની ધોળકીયા ઇન્ટરનેશનલ સ્કુલની હોસ્ટેલમાં રેગિંગની ઘટના સામે આવી છે. એખ વિદ્યાર્થીને તેના બે રૂમ પાર્ટનર સહિત ચાર વિદ્યાર્થીઓએ ગંભીર માર માર્યો હતો. આ માર મારવાથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ ઘટનામાં હોસ્ટેલમાં રહી ધોરણ 10 માં ધોરણમાં અભ્યાસ કરતા પાર્થ પ્રફુલભાઈ મહીડા ચાર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા રાત્રિના સમયે માર મારવામાં આવ્યો હતો. આ તમામ લોકો તેને બેરહેમીથી પટ્ટા વડે માર મારતા પાર્થને શરીરમાં ઠેરઠેર ચાંભા પડી ગયા હતા.

ગંભીર માર મારતા વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાર્થે જણાવ્યું કે મારાં રુમ પાર્ટનર વૈદ જાવીયા, પ્રણવ માધવાણી તથા હાર્વીક સોલંકી અને અંશ નામનાં વિદ્યાર્થીઓએ ગત રાત્રે ૩૦૫ નંબરનાં રૂમમાં બોલાવી જ્ઞાતિ પ્રત્યે હડતુત કરી પહેલા ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં પટ્ટા વડે બેફામ માર માર્યો હતો.

Advertisement

Gondal Ragging Case

Gondal Ragging Case

હોસ્ટેલ નિરિક્ષકને જાણ થતા કડક પગલા લેવાયા હતા

આ સમગ્ર બનાવની જાણ થતા કેમ્પસ ડીરેકટર ગોકાણીએ રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને બોલાવી ઠપકો આપ્યો હતો. બાદમાં તેમની પાસે માફી પત્ર લખાવ્યું હતુ. ત્યારબાદ સ્કુલ સંચાલકો દ્વારા પાર્થ ની ખાનગી તબીબ પાસે સારવાર કરાવી પાર્થનાં પરીવારને જાણ કરાતા પાર્થ નાં દાદા દાનાભાઇ ધોળકીયા સ્કુલ દોડી ગયા હતા. તે પછી પાર્થને સિવિલ હોસ્પિટલમાં સારવાર શરુ કરવામાં આવી હતી.

Advertisement

ઘટના અંગે પોલીસ તપાસ કરાઈ શરુ

હાલમાં, સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરાઇ હતી.બીજી બાજુ તરુણ પર રેગિંગ કરનારાં બે મુખ્ય સુત્રધાર સમાં વિદ્યાર્થીને તત્કાલ સસ્પેન્ડ કરી દેવાયાનો દાવો સ્કુલનાં કેમ્પસ ડીરેકટર દ્વારા કરાયો હતો. તે ઉપરાંત મેઘવાળ સમાજનાં આગેવાન દિનેશભાઈ માધડે ધોળકીયા સ્કુલનાં સંચાલકો સામે  રોષ ઠાલવ્યો હતો.

અહેવાલ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો: Chhota Udepur Flowers Rate: ફૂલના ભાવમાં ભડકો બોલાતા વેપારી-ગ્રાહકો વચ્ચે તું…તું..મેં…મેં

Tags :
Advertisement

.