Gondal નાગરિક બેંકની યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપનો વિજય થતા ઉજવણીનો માહોલ
- ભાજપના તમામ 11 ઉમેદવારનો જંગી લીડ સાથે થયો વિજય
- કોંગ્રેસના તમામ ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો
- ભાજપ અને ગણેશ ગોંડલનો વિજય થતા ઉજવણીનો માહોલ
Gondal: ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીના પરિણામની ગોંડલવાસીઓ રાહ જોઈ રહ્યાં હતાં. નોંધનીય છે કે, મધ રાત્રિએ મત ગણતરી પૂર્ણ થઈ હતી. ભાજપના તમામ 11 ઉમેદવારનો જંગી લીડ સાથે વિજય થયો છે. મહત્વની વાત એ છે કે, કોંગ્રેસના તમામ ઉમેદવારની હાર થઈ હોય તેવી વિગતો સામે આવી છે. ભાજપ અને ગણેશ ગોંડલનો વિજય થતા ઉજવણીનો માહોલ સર્જાયો છે. નોંધનીય છે કે, આતસબાજી અને ઢોલ સાથે ઉજવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Navratri 2024: નવરાત્રીને લઈને પોલીસની સૌથી મોટી હેલ્મેટ ડ્રાઇવ, હેલમેટ વિના નીકળ્યા તો 500નો દંડ
કોંગ્રેસનો બેંક માં સફાયો થઈ ગયો છેઃ અલ્પેશ ઢોલરિયા
નોંધનીય છે કે, મધ રાત્રિએ ગોંડલ (Gondal)ના રાજમાર્ગો પર ઉજવણી કરવામાં આવી હતી. અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, ‘કોંગ્રેસનો બેંક માં સફાયો થઈ ગયો છે. ગણેશ 5 દિવસ જેલમાં હતા એટલે કોંગ્રેસ વાળાને એમ થયું કે મેદાન ખાલી છે.’ વધુમાં કહ્યું કે, ‘હમણાં જયરાજસિંહના રાજકીય કાર્યકાળના 30 વર્ષ પૂર્ણ થાય છે અને ગણેશ ભાઈના 30 વર્ષ શરૂ થાય છે.’ મતદાન બાદ યોજાયેલ મતગણતરીના પ્રથમ 20 બુથ અને બીજા રાઉન્ડના 10 બુથ મળી કુલ 30 મતપેટીમાં 11606 મતમાંથી પડ્યાં હતા.
આ પણ વાંચો: ‘સોમ-મંગળ બે દિવસ ફરજિયાત જનતાને સાંભળો’ તમામ પોલીસ અધિકારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને મળેલા મતોની યાદી | ||
ક્રમ | ઉમેદવારના નામ | મળેળા મત |
1 | અશોકભાઈ પીપળીયા | 6327 |
2 | હરેશકુમાર વાડોદરીયા | 6000 |
3 | જયોતિરાદિત્યસિંહ જાડેજા | 5999 |
4 | ઓમદેવસિંહ જાડેજા | 5947 |
5 | કિશોરભાઈ કાલરીયા | 5795 |
6 | પ્રહલાદભાઈ પારેખ | 5767 |
7 | પ્રમોદભાઈ પટેલ | 5690 |
8 | પ્રફુલભાઈ ટોળીયા | 5481 |
9 | યતિશભાઈ દેસાઈ | 3527 |
10 | કલ્પેશભાઈ રૈયાણી | 3095 |
11 | લલીતકુમાર પટોળીયા | 3063 |
12 | જયદીપ કાવઠીયા | ૩૦૧૩ |
13 | સંદિપભાઈ હિરપરા | 2892 |
14 | રમેશભાઈ મોણપરા | 2875 |
15 | વિજયકુમાર ભટ્ટ | 2807 |
16 | કિશોરસિંહ જાડેજા | 2800 |
17 | પ્રતિપાલસિંહ ઝાલા | 195 |
મહિલા વિભાગ | ||
1 | ભાવનાબેન કાસોંદરા | 6120 |
2 | નીતાબેન મહેતા | 5893 |
3 | ક્રિષ્નાબેન તન્ના | 3335 |
4 | જયશ્રીબેન ભટ્ટી | 3011 |
અનુ.જાતિ/જનજાતિ વિભાગ | ||
1 | દિપકભાઈ સોલંકી | 5738 |
2 | જયસુખભાઈ પારઘી | 2868 |
બેંકની ચૂંટણીમાં કોંગ્રેસ પેનલના ઉમેદવારે હાર સ્વીકારી
ગોંડલ નાગરિક બેંકના કોંગ્રેસ પેનલના ઉમેદવાર યતિશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘અમે ચૂંટણીમાં હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો અમે માથે ચડાવીએ છીએ. લોકોએ અમારામાં વિશ્વાસ નથી મુકેલો અને અમને હાર મળી છે અમે સ્વીકારીએ છીએ. ચૂંટણી પહેલા ભોજરાજપરા વિસ્તારમાં કોંગ્રેસ પેનલે એક સભા યોજી હતી, જેમાં કોંગ્રેસ પ્રેરિત પેનલમાં ઉમેદવાર યતિષભાઈએ પડકાર ફેંક્યો હતો કે જો હું ચૂંટણી હારી જાવ તો રાજકારણ મૂકી દઈશ. તેને લઈને યતિષભાઈ દેસાઈએ કહ્યું હતું કે, તમે પૂરો વીડિયો સાંભળ્યો નથી પરંતુ મેં જિલ્લા ભાજપ પ્રમુખને ઉદેશી ને વાત કરી હતી. જો એના આકાને પૂછીને આ મારો પડકાર સ્વીકારે તો અને જો એપણ સ્વીકારે તો આ વાત મેં કરેલી હતી. તેમ છતાં તમે લોકો મને એમ કહેશો કે રાજકારણ મૂકી દેવું જોઈએ તો ચોક્કસ મૂકી દઈશ. જ્યારે સાચી વાત હોય છે ત્યારે હાર સ્વીકારવી પડે છે કે, આ ચૂંટણી વિવાદિત ચૂંટણી અધિકારીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતી છે. કારણ કે, જ્યારે 3900 મત સહકારી કાયદાની કલમ 115 D નીચે અમે હાઇકોર્ટેમાં પિટિશન કરી હતી અને હાઇકોર્ટે એક ડાયરેક્શન પણ આપ્યું હતું કે, સહકારી કાયદાની કલમ 115 D નીચે આ મતદાર યાદી તૈયાર કરી છતાં પણ એનું ડાયરેક્શન આ ચૂંટણી અધિકારીનું નથી માન્યું. એની સામે ડિસ્ટ્રીક રજિસ્ટ્રરે એક હુકમ કર્યો હતો કે, 115D મુજબ મતદાર યાદી બનાવવી જોઈએ એ પણ એમને નથી સ્વીકારી અને કોઈ પણ રીતે એમને આ બાબત ના માનીને હાઇકોર્ટમાં ડાયરેક્શનનું પણ ઉલઘંન કરીને એમને આ વાત નથી માની એજ કારણ એમનું જીતનું કારણ છે. જો એ મતદારો એમાં સમાવેશ ના કર્યા હોત તો ચિત્ર જુદુજ હોત તેમ છતાં પણ હું મારી હાર સ્વીકારૂ છું.’
ચૂંટણી પહેલા ભોજરાજપરામાં એક જાહેર સભા યોજી હતી અને...
ગોંડલ નાગરિક બેન્કની ચૂંટણી ને લઈને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર યતિષભાઈ દેસાઈએ ચૂંટણી પહેલા ભોજરાજપરામાં એક જાહેર સભા યોજી હતી. જેમાં યતિષભાઈ કહેલું હતું કે, ચૂંટણી જો હું હારી ગયો તો રાજકારણ છોડી દઇશ અને હાલ યતિષભાઈ દેસાઈની હાર થઈ છે ત્યારે બેંકના ડિરેક્ટર અને જિલ્લા ભાજપના પ્રભારી પ્રફુલભાઇ (બાવભાઈ) ટોળીયાએ જણાવ્યુ હતુ કે, પણ હવે કોંગ્રેસનું તો કલ્ચર એવું રહ્યું છે. યતિશભાઈથી માંડીને રાહુલ ગાંધી સુધી આવા પડકારો ફેકયા રાખે છે. મૂકવાનું કીધું હોય અને જો એ મૂકતા હોય તો ગોંડલ માટે કરતા એમના માટે સારું રહેશે. પરંતુ આજનો ચુકાદો એમનું તળિયું કેટલું મજબૂત છે એ સાબિત કરી બતાવ્યું છે. હવે એ રાજકારણમાં રહે કે ના રહે તેમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નથી પડતો. વર્ષોથી આ હારતા આવે છે અને એકવાર વધુ હરાવશું કાઈ બહુ મોટી વાત તો છે. નહીં તો રાજકારણ મૂકી દે તો એમની સેહત માટે એમને સારું રહેશે તળિયું જ મજબૂત નથી. હવે અમારે શું ચિંતા કરવી એમના માટે વધુમાં જણાવ્યું હતું કે, નાગરિક બેન્કની ચૂંટણીમાં ગોંડલના પ્રજાજનોની જીત ગણાઇ હતી. કારણ કે આ કોઈ રાજકીય અખાડો નથી રાજકીય અખાડા સ્વરૂપે ભોજરાજપરામાં જાહેર સભા લીધી એવું કરવું એ પણ વ્યાજબી ન હતું. ગોંડલ નાગરિક સહકારી બેન્ક માટે કારણ કે આ નાણાકીય વહીવટી માટે જોડાયેલી છે. સ્ટેજ લઇ ગયા આવી રીતે છતાં પાછળ પાછળ અમારી પેનલ જોડી અને નાની નાની સભાઓ અને જાહેર સભાઓ, બેન્ક માટે જાહેર સભા અને એમાં પણ એ જે કંઈ બોલ્યા હતા. જ્યાં જ્યાં અમારા પ્લેટફોર્મ હતું. સોશિયલ મીડિયા પર તમે જવાબો આપેલા છે. એમને હવે આત્મમંથન કરવાની જરૂર છે કે, લોકો તમારી સાથે નથી તમે તમારી ત્રુટીઓ શોધો, તમારી ભૂલો શોધો, બેંકને ખોટે ખોટું નડવું હતું, ખોટે ખોટી એપ્લિકેશન કરવી હતી, ખોટા આક્ષેપો કરવા હતા, એમનો અમે એને આ રીતે જવાબ આપ્યો છે.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો: ચાર દિવસમાં આવ્યા 16 લાખો શ્રદ્ધાળુઓ, Ambaji ના રસ્તાઓ જય અંબેના નાદથી ગૂંજ્યા