Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Godrej Split: ગોદરેજમાં વિભાજન, જાણો કોને શું મળ્યું ? 1879 માં તાળા બનાવવાથી કરી હતી શરૂઆત

Godrej Split: ગોદરેજ પરિવાર સત્તાવાર રીતે વિભાજિત (Godrej family split)થઈ ગયો છે. દેશમાં 127 વર્ષ પહેલાં બિઝનેસનો પાયો નાખનાર ઉદ્યોગસાહસિક પરિવારના વારસદાર આદિ ગોદરેજ અને તેમના ભાઈને વિભાજન કરાર હેઠળ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ મળશે. તેના પિતરાઈ ભાઈઓ અને બહેનોના શેર...
godrej split  ગોદરેજમાં વિભાજન  જાણો કોને શું મળ્યું   1879 માં તાળા બનાવવાથી કરી હતી શરૂઆત

Godrej Split: ગોદરેજ પરિવાર સત્તાવાર રીતે વિભાજિત (Godrej family split)થઈ ગયો છે. દેશમાં 127 વર્ષ પહેલાં બિઝનેસનો પાયો નાખનાર ઉદ્યોગસાહસિક પરિવારના વારસદાર આદિ ગોદરેજ અને તેમના ભાઈને વિભાજન કરાર હેઠળ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ મળશે. તેના પિતરાઈ ભાઈઓ અને બહેનોના શેર અનલિસ્ટેડ કંપનીઓમાં આવશે.

Advertisement

તે કેવી રીતે વિભાજિન ?

127 વર્ષ જૂનો ગોદરેજ પરિવાર હવે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. વિભાજન માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિરને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના અધિકારો મળ્યા છે. તેની પાંચ કંપનીઓ લિસ્ટેડ છે. જ્યારે આદિ ગોદરેજના પિતરાઈ ભાઈ-બહેન જમશેદ અને સ્મિતાને અનલિસ્ટેડ કંપની ગોદરેજ એન્ડ બૉયસની માલિકીનો હક મળશે. આ બંનેને ગોદરેજ એન્ડ બોયસ સાથે સંકળાયેલી કંપનીઓ સાથે મુંબઈમાં જમીન અને મહત્વની મિલકતનો મોટો પ્લોટ મળશે. નોંધનીય છે કે ગોદરેજ ગ્રુપનો બિઝનેસ સાબુ અને હોમ એપ્લાયન્સીસથી લઈને રિયલ એસ્ટેટ સુધી ફેલાયેલો છે.

Advertisement

આ 5 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે

  • ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ
  • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ
  • ગોદરેજ એગ્રોવેટ
  • એસ્ટેક લાઇફ સાયન્સ
  • ગોદરેજ પ્રોપર્ટીઝ

પરિવારની બે શાખાઓ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું

ગોદરેજ સમૂહ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, જૂથને સ્થાપક પરિવારની બે શાખાઓ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં એક હિસ્સો 82 વર્ષના આદિ ગોદરેજ અને તેમના 73 વર્ષના ભાઈ નાદિરના ભાગે મળશે. જ્યારે બીજો હિસ્સો તેમના પિતરાઈ ભાઈ-બહેન 75 વર્ષીય જમશેદ ગોદરેજ અને 74 વર્ષીય સ્મિતા ગોદરેજ કૃષ્ણાને મળશે. ગોદરેજ પરિવારે વિભાજન પ્રક્રિયાને ગોદરેજ કંપનીઓમાં શેરધારકોના માલિકી હકોના પુનર્ગઠન તરીકે જણાવ્યું છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે બંને જૂથો ગોદરેજ બ્રાન્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. વિભાજન હોવા છતાં, બંને પક્ષો તેમના સમાન વારસાને વધારવા અને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.

Advertisement

ગોદરેજની શરૂઆત તાળાઓ બનાવીને કરી હતી

રૂ. 2.34 લાખ કરોડના મૂલ્ય સાથે ગોદરેજ ગ્રૂપ (Godrej Group)ની શરૂઆત 1897માં થઈ હતી. ગોદરેજ ગ્રુપે તાળા વેચીને શરૂઆત કરી હતી. આ જ જૂથે 1897માં ભારતની પ્રથમ લિવર ટેક્નોલોજી બનાવી હતી. જૂથની શરૂઆત બે ભાઈઓ અરદેશર ગોદરેજ (Ardeshir Godrej)અને પીરોજશા બુર્જોરજી ગોદરેજ (Pirojsha Burjorji Godrej)દ્વારા કરવામાં આવી હતી.

ગોદરેજ ગ્રૂપનો બિઝનેસ કયા સેક્ટરમાં ફેલાયેલો છે?

આજે, ગોદરેજ ગ્રૂપ એન્જિનિયરિંગ, સાધનસામગ્રી, સુરક્ષા ઉકેલો, કૃષિ ઉત્પાદનો, રિયલ એસ્ટેટ અને ગ્રાહક ઉત્પાદનો સહિત બહુવિધ ક્ષેત્રોમાં કાર્ય કરે છે. ETના અહેવાલ મુજબ, આ તમામ ક્ષેત્રોમાં ફેલાયેલા બિઝનેસને વિભાજિત કરી શકાય છે.

આ પણ  વાંચો - Rule Change: આજથી બદલાયા આ મોટા નિયમો, તમારા ખિસ્સાને કરશે અસર!

આ પણ  વાંચો - Adani Group માટે સારા સમાચાર, Adani Ports ના નામે થઇ આ મોટી સિદ્ધિ…

આ પણ  વાંચો - Share market : શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સમાં 941 પોઈન્ટનો ઉછાળો

Tags :
Advertisement

.