Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Global Market: વૈશ્વિક બજારમાં ભારતની સ્થિતિ બદલાઈ,જાણો કયા સ્થાન પર

Global Market : વૈશ્વિક બજારમાં ભારતીય શેરબજારનું દ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તેણે ચીન, જાપાન, ફ્રાન્સ અને સાઉદી અરેબિયા જેવા દેશોના શેરબજારોને પરચો કરાવ્યો છે કે શા માટે ભારત વિદેશી રોકાણકારો માટે સ્વર્ગ છે. બ્લૂમબર્ગનો આવો રિપોર્ટ સામે આવ્યો છે...
global market  વૈશ્વિક બજારમાં ભારતની સ્થિતિ બદલાઈ જાણો કયા સ્થાન પર

Global Market : વૈશ્વિક બજારમાં ભારતીય શેરબજારનું દ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તેણે ચીન, જાપાન, ફ્રાન્સ અને સાઉદી અરેબિયા જેવા દેશોના શેરબજારોને પરચો કરાવ્યો છે કે શા માટે ભારત વિદેશી રોકાણકારો માટે સ્વર્ગ છે. બ્લૂમબર્ગનો આવો રિપોર્ટ સામે આવ્યો છે જેના કારણે ચીન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન અને સાઉદી અરેબિયા જેવા દેશોને માથાનો દુખાવો થવા લાગ્યો છે. હવે આ દેશો એ વિચારવા મજબૂર છે કે આ માહોલ કેવી રીતે બદલવો?

Advertisement

છેવટે, બ્લૂમબર્ગના અહેવાલમાં આપવામાં આવેલા આંકડાઓથી વિશ્વના મોટા દેશોમાં આટલી બેચેની કેમ વધી? છેવટે, તે અહેવાલમાં એવું શું છે, જેણે ચીન, અમેરિકા અને જાપાન જેવી આર્થિક મહાસત્તાઓમાં ગભરાટ ફેલાવ્યો છે? તો ચાલો અમે તમને ડેટાની એક સફર પર લઈ જઈએ, જ્યાં ભારતની સ્પીડ દુનિયાના બાકીના દેશો કરતા ઘણી વધારે છે. ઉપરાંત, વિશ્વભરના રોકાણકારોને તે ઝડપની ખાતરી થઈ ગઈ છે.

Advertisement

ભારતે વિશ્વને પરચો કરાવ્યો

જે રીતે શેરબજારના આધારે અમેરિકા, જાપાન અને ચીન વિશ્વમાં પોતાનો દબદબો બનાવી રહ્યા હતા તે જ રીતે ભારતે વિશ્વની તમામ આર્થિક મહાસત્તાઓને પોતાના વર્ચસ્વનો અહેસાસ કરાવ્યો છે. માત્ર ત્રણ મહિનાના ડેટા પર નજર કરીએ તો આ તમામ દેશો ભારતની ગતિ જોઈને ચોંકી જાય છે. પહેલા વિશ્વના અન્ય દેશોના આંકડા જોઈએ અને પછી ભારતની ચર્ચા કરીએ.

વિશ્વના શેરબજારોમાં ભારત ટોચનું સ્થાન ધરાવે છે

Advertisement

દેશવૃદ્ધિ (ટકામાં)
ભારત13.78
તાઇવાન11.02
હોંગકોંગ7.30
યુકે3.30
અમેરિકા2.75
કેનેડા-2.68
ચીન-5.59
જાપાન-6.24
ફ્રાન્સ-7.63
સાઉદી અરેબિયા-8.70

એશિયન બજારોમાં બેસ્ટ પ્રદર્શન

મળતી માહિતી અનુસાર, આંકડાઓને જોતા જાણવા મળે છે કે એશિયન બજારોમાં દબદબો રહ્યો છે. ભારત પછી તાઈવાનના શેરબજારની વેલ્યૂ સૌથી વધુ જોવા મળી છે. જે 11 ટકા છે. વર્તમાન સમયમાં 11 ટકા છે. તાઈવાન બજારની વેલ્યૂએશ 2.49 ટ્રિલિયન ડોલર છે. ત્યારબાજ હોંગકોંગનો જે જેની વેલ્યૂએશનમાં જૂન ત્રિમાસિકમાં 7.30 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે બીજીતરફ યુએસ અને યુકેના વેલ્યૂએશનમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ તેનો ગ્રોથ ખૂબ ઓછો છે. જે યુકેનો ગ્રોથ 3.30 ટકા રહી છે. અમેરિકી બજારની વેલ્યૂએશનમાં 2.75 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ પણ  વાંચો  - JIO બાદ હવે Airtel યુઝર્સને લાગ્યો મોટો ઝટકો, તમામ રિચાર્જ પ્લાન કર્યા મોંઘા

આ પણ  વાંચો  - Gold-silver ના ભાવમાં થયો ઘટાડો, જાણો નવો ભાવ

આ પણ  વાંચો  - SHARE MARKET: શેરબજારમાં તેજી,IT શેરમાં જોરદાર ઉછાળો

Tags :
Advertisement

.