Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gir Somnath: કોંગ્રેસના MLA વિમલ ચુડાસમાએ દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરાવવા DGP ને લખ્યો પત્ર

Gir Somnath: ગીર સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ DGP ને એક પત્ર લખ્યો છે આ પત્રની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિસ્તાર એટલે કે ગીર સોમનાથ (Gir Somnath) વિસ્તારની અંદર દેશી દારૂ અને ઈંગ્લીશ...
gir somnath  કોંગ્રેસના mla વિમલ ચુડાસમાએ દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરાવવા dgp ને લખ્યો પત્ર

Gir Somnath: ગીર સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ DGP ને એક પત્ર લખ્યો છે આ પત્રની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિસ્તાર એટલે કે ગીર સોમનાથ (Gir Somnath) વિસ્તારની અંદર દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે ઉપરાંત જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે આ અંગે તેઓએ અગાઉ જિલ્લા પોલીસ વડાને પણ પત્ર લખ્યું હતો.

Advertisement

દારૂ-જુગારના દુષણને અટકાવવું અતિ આવશ્યક

રાજ્યના ડીજીપી ને પત્ર લખતા તેઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સમગ્ર વિસ્તારમાં દેશી દારૂ અને ઇંગલિશ દારૂ બેફામ રીતે વેચાઈ રહ્યો છે. આ દારૂ કોની રહેમ નજર હેઠળ વહેંચાઈ રહ્યો છે. આ સાથે જ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે જેના કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અનેક પરિવારો દેશી દારૂના દૂષણમાં મોતની ભેટે છે. તેવા સંજોગોમાં આ દુષણને અટકાવવું અતિ આવશ્યક છે. જો આમ નહીં કરવામાં આવે તો અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે જે વધુ થશે.

ગાંધી ચિંધ્યાં માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, દેશી અને ઇંગલિશ દારૂની હાટડીઓ સ્થાનિક પોલીસની રહેમ હેઠળ ચાલે છે કે કેમ તેઓ પણ આક્ષેપ કર્યો હતો? આ સાથે જ એ પણ કહ્યું હતું કે, ઓનલાઈન ગેમિંગ અને જુગારના અડ્ડાઓ પણ ધમધમી રહ્યા છે જે અટકાવવા ખૂબ જરૂરી છે. આવા તબક્કામાં સ્થાનિક પોલીસ કોઈ નક્કર કાર્યવાહી નથી કરી રહી તેઓએ જણાવ્યું હતું કે, તારીખ 11 જૂનના દિવસે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં આ અંગે કાર્યવાહી કરવા જાણ કરી છે, પરંતુ તેઓએ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી નથી કરી. આ સમગ્ર કેસમાં સ્પેશિયલ બ્રાન્ચની ટીમ મૂકીને દેશી તથા ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ અને ઓનલાઇન અને જુગારડાઓ બંધ કરાવવામાં આવે. ઉપરોક્ત માંગે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવી તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યાં માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી જે છે તે તેઓએ ઉચ્ચારી છે.

Advertisement

અહેવાલઃ કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો: Dahod: લ્યો બોલો! ફરિયાદી ખુદ આરોપી નીકળ્યો, જમીન NA ના નકલી હુકમો મામલે નવો વળાંક

આ પણ વાંચો: Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાય પર વધુ એક કલંક! ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો: Gujarat: આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી, વીજકડાકા સાથે વાવાઝોડાની સંભાવના

Tags :
Advertisement

.