Ahmedabad : ઘાટલોડિયા અને ભાઇપુરા બેઠક પર આગામી વર્ષે પેટા ચૂંટણી યોજાવાની શક્યતા
અમદાવાદ શહેરની બે બેઠકો માટે મોટા સમાચાર અમદવાદ શહેરની બે બેઠકો પર યોજાઇ શકે પેટા ચૂંટણી ઘાટલોડિયા બેઠક અને ભાઈપુરા બેઠકની યોજાઇ શકે પેટાચૂંટણી બન્ને બેઠકો પર આગામી વર્ષમાં યોજાઈ શકે છે પેટા ચૂંટણી ઘાટલોડિયા કાઉન્સિલર મનોજ પટેલ આપશે...
Advertisement
અમદાવાદ શહેરની બે બેઠકો માટે મોટા સમાચાર
અમદવાદ શહેરની બે બેઠકો પર યોજાઇ શકે પેટા ચૂંટણી
ઘાટલોડિયા બેઠક અને ભાઈપુરા બેઠકની યોજાઇ શકે પેટાચૂંટણી
બન્ને બેઠકો પર આગામી વર્ષમાં યોજાઈ શકે છે પેટા ચૂંટણી
ઘાટલોડિયા કાઉન્સિલર મનોજ પટેલ આપશે રાજીનામું
ખોખરા વોર્ડના કાઉન્સિલર ચેતન પરમાર આપશે રાજીનામું
બન્ને કાઉન્સિલર પક્ષની સુચના અનુસાર આપશે રાજીનામાં
લાંબા સમયથી વિદેશ હોવાના કારણે પક્ષ માંગશે રાજીનામું
3 મહિના સુધી બોર્ડમાં ગેરહાજર રહેતા કાઉન્સિલર પદ ગુમાવવાનો નિયમ
અન્ય ઉમેદવારોને મેદાનમાં ઉતારી કરવામાં આવશે પેટા ચૂંટણી
એપ્રિલ અથવા મે મહિનામાં કાઉન્સિલર માટે પેટાચૂંટણીનો ગણગણાટ
અમદાવાદ મહાનગરપાલિકાની ઘાટલોડિયા બેઠક અને ભાઇપુરા બેઠક પર કોર્પોરેશન બેઠકની પેટા ચૂંટણી યોજાઇ શકે છે. ઘાટલોડિયા બેઠક અને ભાઇપુરા બેઠકના કાઉન્સિલર પક્ષની સૂચના મુજબ રાજીનામું આપવાના છે જેથી બંને બેઠકો પર આગામી એપ્રિલ અથવા મે મહિનામાં પેટા ચૂંટણી યોજાઇ શકે છે.
કોર્પોરેશનની બે બેઠકો માટે મોટા સમાચાર
અમદાવાદ શહેર કોર્પોરેશનની બે બેઠકો માટે મોટા સમાચાર મળ્યા છે. મળેલી માહિતી મુજબ કોર્પોરેશનની ઘાટલોડિયા બેઠક અને ભાઇપુરા બેઠકના કાઉન્સલિરો પક્ષની સૂચના મુજબ રાજીનામું આપવાના છે જેથી ઘાટલોડિયા બેઠક અને ભાઈપુરા બેઠકની આગામી વર્ષમાં પેટા ચૂંટણી યોજાઈ શકે છે.
મનોજ પટેલ અને ચેતન પરમાર આપશે રાજીનામા
ઘાટલોડિયા બેઠકના કાઉન્સિલર મનોજ પટેલ અને ખોખરા વોર્ડના કાઉન્સિલર ચેતન પરમાર પક્ષની સૂચના મુજબ રાજીનામા આપશે કારણ કે બંને કાઉન્સિલર લાંબા સમયથી વિદેશમાં છે અને કાઉન્સિલર તરીકે ત્રણ મહિના સુધી સતત બોર્ડ બેઠકમાં બંને ગેરહાજર રહેતા કાઉન્સિલર પદ ગુમાવી શકવાનો નિયમ છે અને તેથી જ બંને કાઉન્સિલરો પાસે પક્ષ રાજીનામું માગશે.
બંને કાઉન્સિલર અંગત કારણોસર વિદેશમાં
બંને કાઉન્સિલર અંગત કારણોસર વિદેશમાં હોવાથી અન્ય ઉમેદવારોને મેદાનમાં ઉતારી પેટા ચૂંટણી યોજવામાં આવશે. આગામી એપ્રિલ અથવા મેં મહિનામાં બંને વોર્ડના કાઉન્સિલર માટે પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો----PATAN : રણાસણ ગામના યુવકનો UK માં આપઘાત, વાંચો અહેવાલ