Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cabinet Ministers List: આ મહિલા સાંસદોએ કાયમ કર્યું Modi 3.0 ના મંત્રી મંડળમાં પોતાનું સ્થાન

Cabinet Ministers List: દેશમાં Narendra Modi ના નેતૃત્વ હેઠળ BJP સાથે ગઠબંધન કરીને NDA ની સરકાર બનશે. તો બીજી તરફ સતત 3 વાર Narendra Modi દેશના વડાપ્રધાન તરીકે શપશ ગ્રહણ કરશે. તેમને સાથે આજે અન્ય કેબિનેટ મંત્રી મંડળના મંત્રીઓ પણ...
cabinet ministers list  આ મહિલા સાંસદોએ કાયમ કર્યું modi 3 0 ના મંત્રી મંડળમાં પોતાનું સ્થાન

Cabinet Ministers List: દેશમાં Narendra Modi ના નેતૃત્વ હેઠળ BJP સાથે ગઠબંધન કરીને NDA ની સરકાર બનશે. તો બીજી તરફ સતત 3 વાર Narendra Modi દેશના વડાપ્રધાન તરીકે શપશ ગ્રહણ કરશે. તેમને સાથે આજે અન્ય કેબિનેટ મંત્રી મંડળના મંત્રીઓ પણ મંત્રી પદના શપશ લેશે. તો Modi 3.0 માં મહિલા સશક્તિકરણ પણ જોવા મળી રહ્યું છે. આ વખતે અનેક દિગ્ગજ મહિલાઓ કેબિનેટ મંત્રી પદમાં પોતાનું સ્થાન ધરાવ્યું છે. તો ચાલો આ અહેવાલમાં જોઈએ કોણ-કોણ છે તે દિગ્ગજ મહિલાઓ....

Advertisement

  • આ વખતે 6 મહિલાઓએ કેબિનેટ મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું

  • ગુજરાતમાંથી એક માત્ર મહિલા કેબિનેટ મંત્રી મંડળમાં

  • નોંધપાત્ર મહિલાઓને ફરીવાર મંત્રી પદ પર જોવામાં આવશે

સૌ પ્રથમ વાત કરીએ નિર્મલા સિતારમણની. તેઓ ફરી એકવાર કેબિનેટ મંત્રીમાં પોતાનું સ્થાન કાયમ કર્યું છે. તેઓ આજે મંત્રી પદના શપશ ગ્રહણ કરશે. નિર્મલા સીતારમણને હાલમાં નાણાં મંત્રાલય તરીકે કાર્યભાવ સંભાળી રહ્યા છે. તે ઉપરાંત મનોમોહન સિંહ પછી નિર્મલા સીતારમણ બીજા એવા નાણાં મંત્રી છે, જેમણે સતત 5 વર્ષ સુધી નાણાં મંત્રાલય તરીકે કાર્યકાલ સંભાળ્યો છે.

સાંસદ અનુપ્રિયા પટેલ અને શોભા કરંદલાજે

તો અપના દળની સાંસદ અનુપ્રિયા પટેલને પણ વધુ એકવાર મોદી કેબિનેટરમાં સ્થાન મળ્યું છે. તેઓ ગત વર્ષે તેમના રાજ્ય મંત્રી તરીકેના કાર્યકાલમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. તો બેંગલોર નોર્થમાં સાંસદ શોભા કરંદલાજે પણ વધુ એકવાર Modi 3.0 માં મંત્રી તરીકે શપશ લેશે. તેઓ પહેલા પણ મંત્રી તરીકે કેબિનેટમાં પોતાનું પદ કાયમ કરી ચૂક્યા છે.

Advertisement

સાંસદ અન્નપૂર્ણા દેવી

તે ઉપરાંત ઝારખંડના કોડરમા બેઠક પરથી વિજેતા થયેલા સાંસદ અન્નપૂર્ણા દેવી પણ Modi 3.0 માં મંત્રી પદ તરીકેના શપશ આજે લેશે. તે ઉપરાંત તેમણે આ વખતે ખાસ પદ કાર્યભાલ સોંપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. કારણ કે... તેઓ આજરોજ વડાપ્રધાનના નિવાસ્થાને મંત્રી મંડળની જે બેઠક Narendra Modi એ બોલાવી હતી, તેમાં જોવા મળ્યા હતા.

Advertisement

ભાજપ સાંસદ રક્ષા ખડસે અને નિમુબેન બાંભણિયા

તેમની સાથે મહારાષ્ટ્રના રાવેર સીટ પરથી ભાજપ સાંસદ રક્ષા ખડસેને પણ Modi 3.0 માં સ્થાન મળ્યું છે. તો રાવેર ભાજપ સાંસદ રક્ષા ખડસે પણ આજરોજ વડાપ્રધાનના નિવાસ્થાને યોજાયેલી બેઠકમાં હાજર રહ્યા હતા. તે ઉપરાંત ગુજરાતમાંથી એક માત્ર મહિલાઓ Modi 3.0 માં મંત્રી તરીકે સ્થાન મનાવ્યું છે. ત્યારે ભાવનગર લોકસભા બેઠક પરથી વિજેતા થયેલા ભાજપ સાંસદ નિમુબેન બાંભણિયા આજે મંત્રી પદ તરીકે શપશ ગ્રહણ કરશે.

આ પણ વાંચો: Oath Ceremony પહેલા નરેન્દ્ર મોદી એક્શનમાં, સંભવિત મંત્રીઓ સાથે કરી બેઠક…

Tags :
Advertisement

.