Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પહેલા વીકેન્ડમાં Fukrey-3ની ધૂમ કમાણી, જાણો કેટલું રહ્યું કલેક્શન

રિચા ચઢ્ઢા અને પુલકિત સમ્રાટની ફિલ્મ Fukrey-3 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સપ્તાહના અંતે સારી કમાણી કર્યા બાદ ફુકરેએ સોમવારે 5 દિવસમાં અડધી સદીનો આંકડો પાર કરી લીધો છે. જાણો ફિલ્મે અત્યાર સુધીમાં કેટલા કરોડની કમાણી કરી છે....
પહેલા વીકેન્ડમાં fukrey 3ની ધૂમ કમાણી  જાણો કેટલું રહ્યું કલેક્શન

રિચા ચઢ્ઢા અને પુલકિત સમ્રાટની ફિલ્મ Fukrey-3 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સપ્તાહના અંતે સારી કમાણી કર્યા બાદ ફુકરેએ સોમવારે 5 દિવસમાં અડધી સદીનો આંકડો પાર કરી લીધો છે. જાણો ફિલ્મે અત્યાર સુધીમાં કેટલા કરોડની કમાણી કરી છે.

Advertisement

પુલકિત સમ્રાટ, રિચા ચઢ્ઢા, પંકજ ત્રિપાઠી અને વરુણ શર્માની સુપર કોમેડી ફિલ્મ ફુકરે 3 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. Fukrey-3 ખૂબ જ ઓછા બજેટની ફિલ્મ છે, પરંતુ તે જબરદસ્ત કમાણી કરી રહી છે. Fukrey-3એ વીકએન્ડમાં ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો, જ્યારે સોમવારે ગાંધી જયંતિની રજાને લાઇને 2જી ઓક્ટોબરે પણ ઘણો લાભ મળ્યો હતો. Fukrey-3 એ તેની રિલીઝના માત્ર 5 દિવસમાં અડધી સદી વટાવી દીધી છે. ચાલો જાણીએ કે Fukrey-3 એ બોક્સ ઓફિસ પર સોમવારે કયો નંબર મેળવ્યો.

Fukrey-3એ કરી રહી છે 11.50 કરોડ રૂપિયાની બમ્પર કમાણી

Advertisement

ફુકરે 3 બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રહી છે. શાહરૂખ ખાનની જવાન અને વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વોરને પાછળ છોડીને ચાહકો Fukrey-3ને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેની રિલીઝના પાંચમા દિવસે એટલે કે તેના પહેલા સોમવારે, ‘Fukrey-3’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવામાં સફળ રહી હતી. પાંચમા દિવસે, ફુકરે 3 એ 11.50 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરી છે.

ફક્ત 5 જ દિવસમાં ફટકારી અડધી સદી

Advertisement

તેની રિલીઝ પછી, Fukrey-3 એ અપેક્ષા કરતાં વધુ કમાણી કરી છે. ફુકરે 3 બોક્સ ઓફિસ પર તોફાન બની હતી અને પહેલા દિવસે 8.20 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મની કમાણી 7.81 કરોડ રૂપિયા હતી. ત્રીજા દિવસે Fukrey-3નું કલેક્શન વધ્યું અને ફિલ્મે 11.67 કરોડ રૂપિયાની કમાણી કરી. રવિવારે એટલે કે ચોથા દિવસે, Fukrey-3 એ 15.18 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. એટલે કે માત્ર 5 દિવસમાં Fukrey-3 એ બોક્સ ઓફિસ પર અડધી સદી ફટકારી છે.

સપ્તાહના અંતે 100 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો કરી શકે પાર

સ્થાનિક બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરીને, Fukrey-3 એ અત્યાર સુધીમાં રૂ. 54.98 કરોડનું કલેક્શન કર્યું છે. એવું માનવામાં આવે છે કે Fukrey-3આ સપ્તાહના અંતે 100 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે Fukrey-3 લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. અગાઉ રિલીઝ થયેલા બંને પાર્ટ્સ પણ ચાહકોને પસંદ આવ્યા હતા.Fukrey-3નું નિર્દેશન મૃગદીપ સિંહ લાંબા દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો -   વિવેક ઓબેરોય સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં ફિલ્મ પ્રોડ્યુસરની ધરપકડ

Tags :
Advertisement

.