FRRO Notice: France ની મહિલા પત્રકારને કેન્દ્ર મંત્રાલયએ કાયદાનું ઉલ્લંધન કર્યા પર નોટીસ પાઠવી
FRRO Notice: કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ France ની એક મહિલા પત્રકાર વેનેસા ડૌગનેકની નોટીસ આપવામાં આવી છે. હવે આ મામલે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેની આ નોટિસ વીઝા નિયમોનું ઉલ્લધંન કરવા બદલ પાઠવી છે.
- FRRO એ નોટિસ જારી કરી હતી
- શું કહ્યું વિદેશ મંત્રાલયે
- 30 International Jounalist એ ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો
FRRO એ નોટિસ જારી કરી હતી
Home Ministry હેઠળ કામ કરતી Foreigners Regional Registration Office (FRRO) દ્વારા વેનેસા ડૌગનેકને નોટિસ આપવામાં આવી હતી. ભારતે ફ્રાન્સને કહ્યું કે દિલ્હી સ્થિત ફ્રેન્ચ પત્રકારને નોટિસ વિઝા નિયમોના ઉલ્લંઘનને કારણે જારી કરવામાં આવી છે, તેના પત્રકારત્વ કરવાની રીતને કારણે નહીં. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે પત્રકારને નોટિસ ફટકારવામાં આવી છે. કારણ કે તેણીએ ભારત સરકારના વલણની વિરુદ્ધ અહેવાલ આપ્યો છે. Emmanuel Macron ની મુલાકાત દરમિયાન ફ્રાન્સના પ્રતિનિધિમંડળ સમક્ષ ભારતે આ મુદ્દે પોતાનું વલણ રજૂ કર્યું હતું. વેનેસાને Visa નિયમોના કથિત ઉલ્લંઘન બદલ નોટિસ જારી કરવામાં આવી હતી અને 2 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું.
#WATCH | On Indian government issuing notice to French journalist Vanessa Dougnac, Foreign Secretary Vinay Kwatra says, "...We are aware of the matter. This matter is being dealt by the relevant department in the Government of India. And I think the key element in this to focus… pic.twitter.com/rIUIQzpLRA
— ANI (@ANI) January 26, 2024
શું કહ્યું વિદેશ મંત્રાલયે
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ PM Modi અને Emmanuel Macron વચ્ચેની વાતચીત વિશે પત્રકારોને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ તેને જે પણ પરવાનગી મળે તે કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ, અહીં મુદ્દો એ છે કે વ્યક્તિ જ્યાં રહે છે તે દેશના નિયમો અને નિયમોનું પાલન કરે છે કે નહીં ?
30 International Jounalist એ ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો
ભારતમાં કામ કરતા 30 International Jounalist ઓએ આ બાબતે ગૃહ મંત્રાલયને પત્ર મોકલ્યો હતો. પત્રમાં કહ્યું છે કે, આનાથી માત્ર વેનેસાના વ્યવસાય પર જ નહીં પરંતુ તેના પારિવારિક જીવનને પણ અસર થશે. અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે દેશની લોકતાંત્રિક પરંપરાઓ અનુસાર મુક્ત પ્રેસના કાર્યને સરળ બનાવે. આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં The new york times, le monde france, Washington post, France 24 અને France Journalist નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Bihar માં 9 મી વખત નીતીશ સરકાર, જાણો- બંને ડેપ્યુટી સીએમ સહિત 8 મંત્રીઓની સંપૂર્ણ પ્રોફાઇલ…