Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Oommen Chandy: કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ઓમન ચાંડીનું નિધન, ઘણા સમયથી હતા બીમાર

કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમન ચાંડીનું નિધન થયું છે. તેમના પરિવાર સાથે કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરણે મંગળવારે આ માહિતી આપી હતી. તેઓ 79 વર્ષના હતા. ઓમેન ચાંડી ઘણા સમયથી બીમાર હતા. The tale of the king...
oommen chandy  કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ઓમન ચાંડીનું નિધન  ઘણા સમયથી હતા બીમાર

કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમન ચાંડીનું નિધન થયું છે. તેમના પરિવાર સાથે કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરણે મંગળવારે આ માહિતી આપી હતી. તેઓ 79 વર્ષના હતા. ઓમેન ચાંડી ઘણા સમયથી બીમાર હતા.

Advertisement

સુધાકરણે ટ્વીટ કર્યું કે પ્રેમની શક્તિથી વિશ્વને જીતનાર રાજાની વાર્તાનો અંત સ્પર્શી જાય છે. હું દિગ્ગજ ઓમેન ચાંડીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમણે અસંખ્ય વ્યક્તિઓના જીવનને પ્રભાવિત કર્યું અને તેમનો વારસો હંમેશા આપણા હ્રદયમાં ગુંજતો રહેશે.

Advertisement

કોંગ્રેસ કેરળએ ટ્વીટ કર્યું કે અમે અમારા સૌથી પ્રિય નેતા અને પૂર્વ સીએમ ઓમન ચાંડીને ખબૂ જ દુ:ખની સાથે વિદાય આપીએ છીએ. ઓમેન ચાંડી કેરળના સૌથી લોકપ્રિય અને ગતિશીલ નેતાઓમાંના એક હતા. ચંડી સરને તમામ પેઢીઓ અને લોકો ખૂબ પ્રેમ કરતાં હતા. કોંગ્રેસ પરિવારમાં તેમના નેતૃત્વ અને તમેની પોઝિટીવ ઊર્જાની હંમેશા ખોટ રહેશે.

Advertisement

ઓમેન ચાંડીની રાજકીય સફર
ઓમેન ચાંડી 2004-06 અને 2011-16 દરમિયાન બે વાર કેરળના મુખ્ય પ્રધાન હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ 27 વર્ષની વયે 1970 રાજ્યની વિધાનસભા ચૂંટણી જીતીને ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ શરૂ કર્યો હતો. ત્યાર બાદ તેમણે સતત 11 ચૂંટણી જીતી હતી. ચાંડીએ છેલ્લા પાંચ દાયકામાં ફક્ત તેમના ગૃહ મતવિસ્તાર પુથુપ્પલ્લીનું પ્રતિનિધિત્વ કર્યું છે.

2022 માં, તેઓ 18,728 દિવસ સુધી ગૃહમાં પુથુપલ્લીનું પ્રતિનિધિત્વ કરીને રાજ્ય વિધાનસભાના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર સભ્ય બન્યા. તેમણે કેરળ કોંગ્રેસ (M)ના ભૂતપૂર્વ સુપ્રીમો, સ્વર્ગસ્થ કેએમ મણિના રેકોર્ડને વટાવી દીધો. ચાંડીએ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન ચાર વખત વિવિધ મંત્રીમંડળમાં મંત્રી તરીકે અને ચાર વખત રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી છે.

આ પણ વાંચો : ગુજરાત સહિત દિલ્હી અને ઉત્તર ભારતમાં આજથી ભારે વરસાદની આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.