ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડો. કમલા બેનિવાલનું 97 વર્ષે નિધન
Dr. Kamala Beniwal Death : ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી ડો. કમલા બેનિવાલનું ( Dr. Kamla Beniwal ) આજરોજ નિધન થયું છે. તેમણે 97 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેઓ જયપુરની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. મળતી માહિતી અનુસાર, તેમના અંતિમ સંસ્કાર ગુરુવારના રોજ જયપુર ખાતે કરવામાં આવશે. તેઓને 27 નવેમ્બર 2009 ના રોજ UPA સરકારમાં ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. ડો. કમલા બેનિવાલની ગણતરી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં કરવામાં આવતી હતી.
27 વર્ષની વયે બન્યા હતા પ્રથમ મહિલા મંત્રી
ડૉ. કમલા બેનિવાલનો જન્મ 12 જાન્યુઆરી 1927ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગોરીર ગામમાં થયો હતો. તેમણે બનાસ્થલી વિદ્યાપીઠ અને મહારાણી કૉલેજ, જયપુરમાં અભ્યાસ કર્યો. તેઓ ખૂબ જ યુવા વયે રાજનીતિમાં સક્રિય બન્યા હતા. 11 વર્ષની ઉંમરે તેમણે ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો. આ માટે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને કોપર પ્લેટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓએ પોતાની રાજનૈતિક કારકિર્દીની શરૂઆત કોંગ્રેસમાં કરી હતી. તેઓ 1954 માં માત્ર 27 વર્ષની વયે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને પ્રથમ મહિલા મંત્રી બન્યા. તેઓ રાજસ્થાન રાજ્યના પ્રથમ નાયબ મુખ્યમંત્રી પણ હતા. આ સિવાય તેઓ અલગ-અલગ સમયે અનેક વિભાગોના મંત્રી પદ પણ સંભાળી ચૂક્યા છે. આ પહેલા તેઓ પ્રદેશ કોંગ્રેસમાં પણ ઘણા હોદ્દા સંભાળી ચૂક્યા છે. તેઓ સાત વખત MLA ના પદ ઉપર રહ્યા છે. ગુજરાતની સાથે સાથે તેઓ ત્રિપુરાના પણ રાજ્યપાલ રહી ચૂક્યા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુખ વ્યક્ત કયું
गुजरात की पूर्व राज्यपाल व राजस्थान की पूर्व उपमुख्यमंत्री डॉ. कमला बेनीवाल जी का निधन का समाचार अत्यंत दु:खद है।
मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं।
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत पुण्यात्मा को अपने श्री चरणों में स्थान और शोक संतप्त परिजनों को यह दु:ख सहने…
— Bhajanlal Sharma (Modi Ka Parivar) (@BhajanlalBjp) May 15, 2024
ડો. કમલા બેનીવાલના નિધન પર ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટનો સમાવેશ થાય છે.
Saddened by the passing away of Dr. Kamla Beniwal Ji. She had a long political career in Rajasthan, where she served the people with diligence. I had countless interactions with her when she was the Governor of Gujarat and I was the Chief Minister. Condolences to her family and… pic.twitter.com/PvOj6rjGIX
— Narendra Modi (@narendramodi) May 15, 2024
વધુમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના મૃત્યુ ઉપર શોક વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : Alamgir Alam Arrested: લોકસભા ચૂંટણીના સમયગાળામાં ED ના સંકજામાં વધુ એક દિગ્ગજ કોંગી નેતા