ભૂતપુર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન
ભારતીય ક્રિકેટ દિગ્ગજ અંશુમન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન થયું છે. 71 વર્ષીય ગાયકવાડે 22 વર્ષની કારકિર્દીમાં 40 ટેસ્ટ અને 205 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. દિગ્ગજ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું કેન્સર સામે લાંબી લડાઈ હારી ગયા...
Advertisement
Advertisement
Advertisement
ભારતીય ક્રિકેટ દિગ્ગજ અંશુમન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન થયું છે. 71 વર્ષીય ગાયકવાડે 22 વર્ષની કારકિર્દીમાં 40 ટેસ્ટ અને 205 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. દિગ્ગજ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું કેન્સર સામે લાંબી લડાઈ હારી ગયા બાદ બુધવારે 71 વર્ષની વયે અવસાન થયું હતું. ગાયકવાડ લંડન ગયા હતા અને સારવાર ચાલુ રાખવા માટે એક મહિના પહેલા બરોડા પરત ફર્યા હતા. 71 વર્ષીય ગાયકવાડે 22 વર્ષની કારકિર્દીમાં 40 ટેસ્ટ અને 205 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. બાદમાં તેણે ભારતીય ટીમના કોચનું પદ સંભાળ્યું. તેની સૌથી મોટી ક્ષણો 1998માં શારજાહમાં અને ફિરોઝશાહ કોટલામાં આવી હતી જ્યારે અનિલ કુંબલેએ 1999માં પાકિસ્તાન સામેની એક ઇનિંગમાં તમામ દસ વિકેટ લીધી હતી.