Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રાંતિજના પૂર્વ કોંગી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાયા

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજના પૂર્વ કોંગી ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા આજે વિધીવત રીતે ભાજપમાં જોડાયા છે. સોમવારે તેમણે કમલમમાં કેસરિયો ધારણ કર્યો હતો. પ્રાંતિજના પૂર્વ કોંગી ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરમાં ભાજપમાં જોડાયા છે. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતા પૂર્વે મહેન્દ્રસિંહ બારૈયા
પ્રાંતિજના પૂર્વ કોંગી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાયા
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજના પૂર્વ કોંગી ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા આજે વિધીવત રીતે ભાજપમાં જોડાયા છે. સોમવારે તેમણે કમલમમાં કેસરિયો ધારણ કર્યો હતો. 
પ્રાંતિજના પૂર્વ કોંગી ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરમાં ભાજપમાં જોડાયા છે. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. 
ભાજપમાં જોડાતા પૂર્વે મહેન્દ્રસિંહ બારૈયાએ કહ્યું કે તેમણે કોંગ્રેસની  જૂથબંધી અને પરિવારવાદના કારણે પક્ષ છોડયો છે. 
મહેન્દ્રસિંહ બારૈયા 1998થી રાજકારણ સાથે જોડાયેલા છે. તેઓ અગાઉ પ્રાતિજ તાલુકા કોંગ્રેસના મહામંત્રી હતા. 2002માં તેમણે જીલ્લા કોંગ્રેસનું મહામંત્રીપદ સંભાળ્યું હતું. તેઓ પ્રાંતિજ માર્કેટીંગ યાર્ડમાં 2 વખત ડિરેક્ટર પણ બન્યા હતા. 2009થી 2012 સુધી પ્રદેશ યુથ કોંગ્રેસમાં માસ્ટર ટ્રેનર તરીકે તેમણે કામગિરી કરી હતી. 2010માં તેમણે જીલ્લા પંચાયતની ચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓ મોયદ જીલ્લા પંચાયતની બેઠક પરથી 950 વોટથી વિજયી બન્યા હતા. તેમણે તાલુકા પંચાયતની પાંચેય બેઠકો વિજયી પણ બનાવી હતી. મહેન્દ્રસિંહ 2012માં પ્રાંતિજ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા. 
ભાજપમાં જોડાયા બાદ મહેન્દ્રસિંહે કહ્યું કે આજે અગીયારસના શુભ દિવસે ભાજપમાં હું વિધીવત રીતે જોડાયો છું. દેશના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે રીતે વિકાસનું કામ કરી રહ્યા છે અને દેશનો વિકાસ થયો છે અને વિકાસની રાજનિતીમાં હું પણ સહભાગી થાઉં તે માટે હું ભાજપમાં જોડાયો છું. હું કોંગ્રેસનો ધારાસભ્ય હતો છતાં ભાજપની વિકાસની રાજનિતીના કારણે મને કોઇ તકલીફ પડી નથી. સરકારે વિકાસના કામોમાં ના પાડી નથી અને વિપક્ષનો ધારાસભ્ય હોવા છતાં મારા કામ થયા છે.  
તેમણે કહ્યું કે હું 1998થી કોંગ્રેસમાં કામ કરતો હતો. કોંગ્રેસમાં જૂથવાદની ચરમસીમા છે અને સારા માણસોને પાછા પાડવામાં આવે છે. એક બાજુ વિકાસની રાજનિતી છે અને બીજી બાજુ જૂથવાદ છે અને મે વિકાસની રાજનિતી પસંદ કરી છે.
 
Advertisement
Tags :
Advertisement

.