Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પટ્ટાવાળાએ જવાબ વાળુ લેટર પેડ સળગાવ્યું, પેપર પહેલેથી બહાર મોકલાયું હોવાનો દાવો

આજે યોજાયેલી વનરક્ષકની વર્ગ 3ની પરીક્ષામાં પેપર ફુટ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહેસાણા તાલુકાના ઉનાવા ગામની અંદર આવેલા એક પરીક્ષા કેન્દ્રમાંથી પેપર ફુટ્યું હોવાની વાત સામે આવી છે. જેને લઇને હવે વિવાદ શરુ થયો છે. આ પરીક્ષા કેન્દ્ર પર એક વિદ્યાર્થી જવાબો લખેલી કાપલી સાથે પકડાયો હતો. જેને લઇને તેના પર કોપી કેસ કરવામાં આવ્યો છે. આ સાથે જ તપાસ પણ શરુ કરવામાં આવી છે.જવાબ સાથેેની કàª
પટ્ટાવાળાએ જવાબ વાળુ લેટર પેડ સળગાવ્યું  પેપર પહેલેથી બહાર મોકલાયું હોવાનો દાવો
આજે યોજાયેલી વનરક્ષકની વર્ગ 3ની પરીક્ષામાં પેપર ફુટ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહેસાણા તાલુકાના ઉનાવા ગામની અંદર આવેલા એક પરીક્ષા કેન્દ્રમાંથી પેપર ફુટ્યું હોવાની વાત સામે આવી છે. જેને લઇને હવે વિવાદ શરુ થયો છે. આ પરીક્ષા કેન્દ્ર પર એક વિદ્યાર્થી જવાબો લખેલી કાપલી સાથે પકડાયો હતો. જેને લઇને તેના પર કોપી કેસ કરવામાં આવ્યો છે. આ સાથે જ તપાસ પણ શરુ કરવામાં આવી છે.
જવાબ સાથેેની કાપલી ક્યાંથી આવી?
આ કેસમાં સૌથી મોો સવાલ એ ઉભો થયો છે કે ચાલુ પરીક્ષાએ તમામ જવાબો સાથેની કાપલી તેની પાસે કઇ રીતે પહોંચી? આ કાપલી અને પેપરના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જો પેપર બહાર ના જાય તો તેના જવાબ વાળી કાપલી અંદર કઇ રીતે આવે? તેવા સવાલો થઇ રહ્યા છે. ભાજપ સરકારના શાસનમાં વધારે એક પેપર ફુટ્યું તેવા દાવા સાથે વિપક્ષ અને વિદ્યાર્થીઓ દ્વારા સરકાર પર હુમલાઓ શરુ થયા છે. આ તમામ સ્થિતિ વચ્ચે આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે.
એક વ્યક્તિની અટકાયત
ઉનાવાના પેપર લીક કેસમાં તપાસ માટે SP સહિતનો કાફલો ઉનાવા પહોંચ્યો છે. પરીક્ષા કેન્દ્ર પર જઇને પોલીસ દ્વારા તપાસ અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કર્યાના સસમાચાર છે. મહેસાણા એલસીબીએ રાજુ ચૌધરી નામના એક વ્યક્તિની અટકાયત કરી છે. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે ખાનગી પ્રાથમિક શાળામાં શિક્ષક છે. પરીક્ષા ખંડમાં ઉમેદરવાર પાસેથી જે લેટર પેડ મળ્યું છે, તેના પર આ રાજુ ચૌધરીએ જ જવાબ લખ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેની પૂછરપરછમાં વધારે મોટા ખુલાસા થવાની શક્યતા છે.
લેટર પેડ સળગાવ્યું
આ ઉપરાંત આ કેસ સાાથે જોડાયેલી અન્ય એક મહત્વપૂર્ણ વાત સાામે આવી છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પાસેથી જવાબ લખેલું જે લેટર પેડ મળ્યું હતું, તેને સળગાવી દેવામાં આવ્યું છે. શાળાના જ પટ્ટાવાળાએ આ લેટરપેડને સળગાવી દીધું છે. પોલીસે જયાં આ લેટર પેડ સળગાવ્યું ત્યાંથી રાખ એકઠી કરી છે. લેટર પેડ સળગાવનાર પટ્ટાવાળાનું નામ ઘનશ્યામ મેઘજી છે. પોલીસ તેની પણ પૂછપરછ કરી રહી છે. તેણે કોના કહેવાથી આ લેટર પેડ સળગાાવ્યું તે જાણવાના પ્રયાસ થઇ હ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.