Floor test : હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે તોડ્યું મૌન,કહી આ મોટી વાત
Floor test : ચંડીગઢ લોકસભા ચૂંટણી (Lok Sabha Elections ) પહેલા ભાજપે હરિયાણામાં સરકારનો ચહેરો બદલીને મોટો જુગાર રમ્યા છે. નાયબ સિંહ સૈની હરિયાણાના નવા અને 15મા મુખ્યમંત્રી બન્યા. સીએમ સૈનીએ આજે રાજ્ય વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. જેમાં તે પોતાની બહુમતી સાબિત કરશે. એ જ દિવસે વિધાનસભાના નવા અધ્યક્ષની પણ ચૂંટણી થઈ શકે છે
હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે મીડિયા સામે નિવેદન આપ્યું છે
નાયબ સૈની સીએમ બન્યા બાદ પ્રથમ વખત હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે મીડિયા સામે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું ભાજપનો ભક્ત છું. સંજોગો બદલાઈ શકે છે પરંતુ હું પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખીશ. ફ્લોર ટેસ્ટ (Floor test) અંગે વિજે કહ્યું કે મેં દરેક પરિસ્થિતિમાં ભાજપ માટે કામ કર્યું છે અને હવે પણ કરીશ અને પહેલા કરતા અનેકગણું કરીશ.
#WATCH | On Floor test, Former Haryana Home Minister Anil Vij says, "...Situations keep changing, but in every situation, I have worked for the BJP. I will still do it even more than what I have done so far." pic.twitter.com/XKmMWlOxSv
— ANI (@ANI) March 13, 2024
મનોહર લાલ અને તેમના સમગ્ર મંત્રીમંડળે મંગળવારે એકસાથે રાજીનામું આપ્યું હતું
અગાઉ, હરિયાણામાં રાજકીય ઘટનાક્રમમાં અચાનક નાટકીય પરિવર્તનમાં, મનોહર લાલ અને તેમના સમગ્ર મંત્રીમંડળે મંગળવારે એકસાથે રાજીનામું આપ્યું હતું. જે પછી જેજેપી સમર્થિત સરકાર પડી. બપોરે યોજાયેલી બીજેપી વિધાયક દળની બેઠકમાં નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ રીતે હરિયાણામાં છેલ્લા સાડા ચાર વર્ષથી ચાલી રહેલ ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)નું રાજકીય ગઠબંધન પણ તૂટી ગયું.
નારાજ અનિલ વિજ ચાટ-પકોડીની મજા માણી
હરિયાણામાં મંગળવારે જ્યારે નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ થઈ રહ્યો હતો ત્યારે સૌથી વરિષ્ઠ નેતા અનિલ વિજ ત્યાંથી ગાયબ જોવા મળ્યા હતા. ગુસ્સે ભરાયેલા અનિલ વિજ રાજધાની ચંદીગઢથી દૂર પોતાના શહેર અંબાલામાં પકોડીની મજા માણી રહ્યા હતા. રાજકીય પરિવર્તનની ચિંતા વિના વિજ તેમના નિવાસસ્થાને આરામ કરી રહ્યા હતા.
રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે
લોકસભાની ચૂંટણી પહેલા સરકારમાં થયેલા ફેરફાર દરમિયાન અનિલ વિજને મંત્રીમંડળમાં સ્થાન ન મળવાની રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આની પાછળ પ્રાદેશિક સમીકરણો સૌથી મહત્ત્વના છે, પરંતુ વિજને તેમની નારાજગીના કારણે પડતા મુકાયા હોવાની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.
આ પણ વાંચો - Delhi : ‘અમે અમારા ઘરનું ભાડું પણ ચૂકવવા સક્ષમ નથી’, શિક્ષકોએ CM ના ઘરની બહાર કર્યું પ્રદર્શન…
આ પણ વાંચો - Lok sabha Election 2024 : ‘ભાજપ છોડો’, જાણો ઉદ્ધવ ઠાકરેએ ભાજપના કયા નેતાને આપી ઓફર…
આ પણ વાંચો - Lok Sabha Election 2024: કોંગ્રેસનો મોટો નિર્ણય, કમલનાથ અને દિગ્વિજય નહીં લડે લોકસભાની ચૂંટણી