ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પ્રથમ વખત Gujarat First દ્વારા ભવ્યાતિભવ્ય Sant Sammelan યોજાયું
Khoraj Sant Sammelan: ખોરજ ખાતે ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ગુજરાત ફર્સ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય સંત સંમેલન યોજવામાં આવ્યું હતું. આ ભવ્ય સંત સંમેલન યોજાયું તેમાં ગુજરાતના સર્વે સાધુ સંતો અને મહામંડલેશ્વર અને દેશના મહાન સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, આ સંમેલનમાં મહારાષ્ટ્રથી આવેલા કાલી પુત્ર કાલિચરણ મહારાજે મુખ્ય આકર્ષણ જમાવ્યું હતું. સંત શિરોમણી કાલિચરણ મહારાજની આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ રહીં હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. તમને જણાવી દઈએ કે, મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપી હાજરી હતી.
સંતો-મહંતો વિના ધાર્મિક પ્રસંગ અધુરો કહેવાય
નોંધનીય છે કે, હિંદુ ધર્મમાં સાધુ, સંતો અને મહંતોને ખુબ જ માન અને સન્માન આપવામાં આવે છે. તેમના વિના ધાર્મિક પ્રસંગ અધુરો કહેવાય છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયાની ઇતિહાસમાં પ્રથમ વખત આટલું ભવ્યાતિભવ્ય સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ સંમેલનમાં દેશ ભરમાંથી સાધુ સંતોને આમંત્રીત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કાલિચરણ મહારાજની હાજરી બધાને ધ્યાનાકર્ષિત કર્યા હતાં.
કાલિચરણ મહારાજે ગાયું શિવ તાંડવ સ્તોત્ર
ઉલ્લેખનીય છે કે, આ સંદ સંમેલનમાં કાલિચરણ મહારાજ ગરબાના તાલે ઝુમતા પણ જોવા મળ્યા હતાં. એટલું જ નહીં પરંતુ મા કાળીને સાદ કરતા તેમને ગરબા પણ ગાયા હતાં. અહીં ઉપસ્થિત સૌ લોકો ગરબાના તાલે પણ નાચતા પણ જોવા મળ્યા હતાં. આ સાથે કાલિચરણ મહારાજે શિવ તાંડવ સ્તોત્ર ગાયું હતું. કાલિચરણ મહારાજની ઉપસ્થિતિથી સંત સંમેલનમાં અનેરી રોનક આવી ગઈ હતી. તમને જણાવી દઈએ કે, ગાંધીનગરના ખોરજ ખાતે માતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહીં છે, જેનો આજે છેલ્લો દિવસ હતો.
Khoraj Prana Pratishtha: હર હર મહાદેવ સાથે કાલિચરણ મહારાજે ગાયું શિવ તાંડવ સ્તોત્ર@omkaliputra @vishvek11 #Gandhinagar #Khoraj #PranaPratishthaMahotsav #ShatchandiMahayagya #ShriAmbajiMandir #ShriBahucharMataji #ShriUmiyaMataji #ShriBaliyadev #GujaratFirst pic.twitter.com/G9bwDPzc3f
— Gujarat First (@GujaratFirst) April 21, 2024
સાધુ-સંતોના આગમનથી ખોરજ ગામ થયું પાવન
ખોરજ પ્રાણ પ્રતિષ્ઠામાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે હિંદુ ધર્મના મહાન સાધુ સંતોના ચરણ પરડવાથી ખોરજની ધરામાં પવિત્ર અને પાવન થઈ ગઈ હતી. નોંધનીય છે કે, સંત સંમેલનમાં દરેક સાધુ સંતો અને મહંતોનો ખુબ જ ભવ્ય આદર સત્કાર કરવામાં આવ્યો હતો. ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પ્રથમ વખતે આવું ભવ્ય સંત સંમેલન યોજાયું છે, જેનો શ્રેય શ્રી સિદ્ધિ ગૃપના ચેરમન મુકેશભાઈ પટેલ, ગુજરાત ફર્સ્ટના માલિક જશ્મીનભાઈ પટેલ અને ગુજરાત ફર્સ્ટના એડિટર વિવેકભાઈ ભટ્ટ તથા સ્ટાફને જાય છે.