પોરબંદરમાં ચોપાટી દરિયા કિનારે ફાયર બ્રિગેડની સરપ્રાઇઝ મોકડ્રીલ
પોરબંદર (Porbandar) ફાયર બ્રિગેડે દરિયામાં ડૂબી રહેલ એક નાગરીકનો રેસ્ક્યૂ કરી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો, ત્યારબાદ ચોપાટી પર નક્કી કરાયેલા સ્થળ પર આગ લગાડવામાં આવી હતી. તેમાં રહેલ એક વ્યક્તિને બહાર કાઢી અને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યો હોય તેનું ડેમો બતાવવામાં આવ્યું હતું. નાગરીકોની જાગૃતિ માટે પોરબંદર ફાયર બ્રિગેડ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરી મોક ડ્રીલ (Mock Drill) યોજ્યું હતું.
Advertisement
પોરબંદર (Porbandar) ફાયર બ્રિગેડે દરિયામાં ડૂબી રહેલ એક નાગરીકનો રેસ્ક્યૂ કરી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો, ત્યારબાદ ચોપાટી પર નક્કી કરાયેલા સ્થળ પર આગ લગાડવામાં આવી હતી. તેમાં રહેલ એક વ્યક્તિને બહાર કાઢી અને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યો હોય તેનું ડેમો બતાવવામાં આવ્યું હતું. નાગરીકોની જાગૃતિ માટે પોરબંદર ફાયર બ્રિગેડ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરી મોક ડ્રીલ (Mock Drill) યોજ્યું હતું.
પોરબંદર ફાયર બ્રિગેડ દ્વારા સરપ્રાઇઝ મોકડ્રીલનું આયોજન
પોરબંદર શહેરમાં ચોપાટી દરિયા કિનારે ખાસ કરીને રવિવારના દિવસે મોટી સંખ્યામાં નાગરીકો અવર જવર કરે છે. ત્યારે પોરબંદર ફાયર બ્રિગેડ દ્વારા સરપ્રાઇઝ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ફાયર બ્રિગેડે દરિયામાં ડૂબી રહેલ એક નાગરીકનો રેસ્ક્યૂ કરી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ ચોપાટી પર નક્કી કરાયેલા સ્થળ પર આગ લગાડવામાં આવી હતી. તેમાં રહેલ એક વ્યક્તિને બહાર કાઢી અને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યો હોય તેનું ડેમો બતાવવામાં આવ્યું હતું. પોરબંદર ફાયર બ્રિગેડનો હેતુ લોકોમાં જાગૃતિ આવે અને ઇમરજન્સી સમયે ક્યાં પગલા લેવા, શું કરવું અને શું ન કરવું તે માટે જાહેર જનતાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સામાન્ય દિવસોમાં પણ ચોપાટી દરિયા કિનારા ખાતે લોકોની અવર જવર રહે છે. પરંતુ રવિવારના દિવસે પોરબંદરના નાગરીકો તેમજ પ્રવાસીઓ ફરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત હોય છે. ત્યારે આ મોટી ભીડ વચ્ચે ફાયર બ્રિગેડે જનજાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો.
પ્રવાસીઓ ચોપાટી દરિયા કિનારાની મુલાકાત લેતા હોય છે
હાલ શિયાળાની સિઝનમાં પ્રવાસીઓ પણ પોરબંદરની મુલાકાતે આવતા હોય છે. સૌ પ્રથમ ગાંધી જન્મસ્થળ ત્યાર બાદ સુદામા મંદિરની મુલાકાત બાદ ચોપાટી દરિયા કિનારાની મુલાકાત લેવા આવતા હોય છે. પ્રવાસીઓ પણ જાગૃતતા આવે તે માટે પોરબંદર ફાયર બ્રિગેડે સરપ્રાઇઝ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાયર ઓફિસર રાજીવ ગોહિલના માર્ગદર્શન હેઠળ ફાયર બ્રિગેડની ટીમે સરપ્રાઇઝ મોકડ્રીલનું આયોજન કર્યું હતું. જે સફળતા પૂર્વક યોજાઇ હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--કચ્છ અને ગુજરાતમાં ગીધની 4 પ્રજાતિ