Junagadh: આખરે ગણેશ ગોંડલની ધરપકડ, લાંબા સમયથી હતો ફરાર
Junagadh: જૂનાગઢના દલિત યુવા આગેવાનને માર મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની ધરપકડ મોડી રાત્રે જૂનાગઢ પોલીસ દ્વારા કરવામા આવી છે. ગણેશ ગોંડલ સામે માર મારવા ઉપરાંત અપહરણની છે ફરિયાદ પણ નોંધાઇ હતી. પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી. દલિત આંદોલનના ભણકારા વચ્ચે ગણેશ ગોંડલની ધરપકડ કરી લેવામાં આવી છે.
જૂનાગઢમાં ગણેશ ગોંડલ દ્વારા અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કરીને તેને ઢોર માર મારવાનો કેસ હવે હાઇપ્રોફાઇલ બની રહ્યો છે. એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ થવા છતા પણ પોલીસ ગણેશ ગોંડલની (Ganesh Jadeja) ધરપકડથી બચેલો રહ્યો હતોં પરંતું અત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેવામાં અનુસૂચિત જાતિના અગ્રણીઓ દ્વારા હવે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. પોલીસ (Junagadh Police) દ્વારા પક્ષપાત કરાઇ રહ્યાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.
સૌથી મોટા સમાચાર, ગણેશ ગોંડલની ધરપકડ | Ganesh Gondal Arrested https://t.co/pIKJQ7biIy
— Gujarat First (@GujaratFirst) June 5, 2024
શું હતો સમગ્ર મામલો?
ભોગ બનનાર સંજય રાજુભાઈ સોલંકીએ ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે હું અને મારો છોકરો 30 તારીખે રાત્રે કાળવાચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળુભાના પૂતળા પાસે પહોંચતાં પાછળથી એક ફોર-વ્હીલર કાર એકદમ સ્પીડમાં આવી અને મારી નજીક પહોંચી બ્રેક મારી હતી, જેથી મેં કારચાલકને વ્યવસ્થિત ચલાવવાનું કહેતાં તે લોકોએ ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, મારો છોકરો મારી સાથે હોઈ મેં કહ્યું હતું કે હું મારા છોકરાને ઘરે મૂકીને આવું છું. ત્યાર બાદ હું મારી બાઈક લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો અને મારા ઘર પાસે પહોંચતાં આ ફોર-વ્હીલ કારનો ચાલક અને તેની સાથે બીજી એક ફોર-વ્હીલ કાર મારી પાછળ મારા ઘર પાસે આવી હતી.
આ બંને કારમાંથી આશરે 10 જેટલા માણસો નીચે ઊતર્યા હતા અને મારી સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા. એવામાં મારા પિતા આવી ગયા હતા. આ કારમાં એક માણસ બેઠો હતો, જેને જોતાં આ માણસ ગોંડલનો ગણેશ જયરાજસિંહ જાડેજા હતો. તેને હું ઓળખી ગયેલો અને તેની સાથે તેના બીજા માણસો હતા તેને હું ઓળખતો નથી, પરંતુ મને બતાવવામાં આવે તો જોઈને ઓળખી શકું છું. ત્યારે ગણેશ જાડેજાને મારા પિતા ઓળખતા હોવાથી અમારા વચ્ચે મારા પિતાએ સમાધાન કરાવેલું અને આ લોકો જતા રહ્યા હતા. ત્યાર બાદ હું રાત્રિના સમયે મારા ઘર પાસેથી બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આ લોકો ફરી પોતાની ફોર-વ્હીલ કારમાં ધસી આવ્યા હતા અને અને મારી મોટરસાઇકલને ટક્કર મારી મને નીચે પછાડી દીધો હતો. કારમાંથી પાંચેક શખસે નીચે ઊતરી મને લોખંડની પાઈપ વડે મારવા લાગ્યા હતા. તેની પાછળ પણ બે કાર આવી હતી. એમાંથી પણ માણસો નીચે ઊતર્યા હતા અને મને ઉપાડીને કારમાં બેસાડી દીધો હતો અને કારને ગોંડલ બાજુ લઈ ગયા હતા.