Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય બજેટ અંગે FICCI ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષશ્રી રાજીવ ગાંધીની પ્રતિક્રિયા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્રીય બજેટમાં (Budget 2023) નાણામંત્રીનું આ વર્ષનું ભાષણ લગભગ 87 મિનિટનું હતુ. આ બજેટમાં બધા સેક્ટર્સ માટે મોટી જાહેરાતો કરવામાં આવી હતી. સાથે સાથે મધ્યમ વર્ગ માટે પણ જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમનણના 2023-24ના બજેટ બાબતે વિવિધ ક્ષેત્રના લોકોએ પà«
કેન્દ્રીય બજેટ અંગે ficci ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષશ્રી રાજીવ ગાંધીની પ્રતિક્રિયા
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્રીય બજેટમાં (Budget 2023) નાણામંત્રીનું આ વર્ષનું ભાષણ લગભગ 87 મિનિટનું હતુ. આ બજેટમાં બધા સેક્ટર્સ માટે મોટી જાહેરાતો કરવામાં આવી હતી. સાથે સાથે મધ્યમ વર્ગ માટે પણ જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમનણના 2023-24ના બજેટ બાબતે વિવિધ ક્ષેત્રના લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
બજેટ આર્થિક સુધારાઓને અનુરૂપ
કેન્દ્રીય બજેટ અંગે FICCI ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષ શ્રી રાજીવ ગાંધીએ પોતાનો વિચાર રજુ કરતા જણાવ્યું કે, "એકંદરે બજેટ હાલ ચાલી રહેલા આર્થિક સુધારાઓને અનુરૂપ છે. મધ્યમ વર્ગ પાસે ખર્ચવા માટે વધુ આવક રહેશે જેનાથી તેઓ વધુ ખર્ચ કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો પ્રસ્તાવિત ખર્ચ વૃદ્ધિને આગળ વધારશે. ગુણાત્મક રીતે, બજેટમાં હજુ પણ ઘણી જાહેરાતો છે, જે સુધારાઓ તરફ સરકારના પગલાંને દર્શાવે છે જે નાગરિકોની વિચારસરણીમાં પરિવર્તન લાવશે, સિસ્ટમમાં વધુ પારદર્શિતા મેળવશે, જેનાથી ભારતને મહાસત્તા તેમજ આત્મનિર્ભર બનાવવાનો માર્ગ મજબૂત બનશે."
ટેક્સ સ્લેબ
ઉલ્લેખનિય છે કે, આ બજેટમાં નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. આ સિવાય બજેટમાં વિવિધ સેક્ટર્સ માટે જાહેરાતો કરવામાં આવી છે.
અમૃતકાળનું પ્રથમ બજેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજુ કરેલા બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, અમૃતકાળનું આ પ્રથમ બજેટ વિકસિત ભારતના ભવ્ય વિઝનને પૂર્ણ કરવા માટે મજબૂત પાયો બનાવશે. આ બજેટમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ બજેટ ગામડા-ગરીબ, ખેડૂત, મધ્યમ વર્ગના સપના સાકાર કરશે. હું આ ઐતિહાસિક બજેટ માટે નાણામંત્રી નિર્મલાજી અને તેમની ટીમને અભિનંદન આપું છું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.