દિવાળીના તહેવારમાં ડાયાબિટિસના દર્દીઓએ રાખવો આ બાબતોનો ખ્યાલ
દિવાળીનો (Diwali 2022) તહેવાર શરૂ થઈ ચુક્યો છે. આ દિવસોમાં સગાવ્હાલાઓ એક બીજાને પ્રેમપૂર્વક મિઠાઈ ખવડાવતા હોય છે. પ્રેમભાવમાં થોડી-થોડી કરીને ખુબ મોટા પ્રમાણમાં મિઠાઈઓ આરોગી લો છો. આવી સ્થિતિમાં ડાયાબિટસના (Diabetes) દર્દીઓને મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે તેથી તહેવારોની સિઝનમાં ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કાળજી લેવી.દવા સંબંધિત જાણકારી લઈ લેવીદિવાળીના પર્વ દરમિયાન ડાયાબિટીસના દર્દીએ અથવા તેનàª
દિવાળીનો (Diwali 2022) તહેવાર શરૂ થઈ ચુક્યો છે. આ દિવસોમાં સગાવ્હાલાઓ એક બીજાને પ્રેમપૂર્વક મિઠાઈ ખવડાવતા હોય છે. પ્રેમભાવમાં થોડી-થોડી કરીને ખુબ મોટા પ્રમાણમાં મિઠાઈઓ આરોગી લો છો. આવી સ્થિતિમાં ડાયાબિટસના (Diabetes) દર્દીઓને મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે તેથી તહેવારોની સિઝનમાં ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કાળજી લેવી.
દવા સંબંધિત જાણકારી લઈ લેવી
દિવાળીના પર્વ દરમિયાન ડાયાબિટીસના દર્દીએ અથવા તેના પરિવારના સભ્યોએ ડૉક્ટરને મૌખિક એન્ટિ-ડાયાબિટીક દવાઓ અને ઇન્સ્યુલિન સંબંધિત જાણકારી મેળવી લેવી. જેથી દર્દીના સ્વાસ્થ્યને વધુ તકલીફ થાય નહી અને ઈમર્જન્સીની સ્થિતિમાં ઉપયોગ કરી શકાય કારણ કે, દિવાળીની રજાઓમાં ફેમિલી ડોક્ટર બહાર હોય તો ડૉક્ટર પાસેથી અગાઉથી મેળવેલી જાણકારી પ્રમાણે સારવાર આપી શકાય.
મીઠાઈની અવેજમાં આ વસ્તુ ખાવી
દિવાળીના પર્વમાં મીઠાઈઓ અને અવનવી મીઠી વાનગીઓનો પિરસવામાં આવે છે પણ જો તમે ડાયાબિટીસના દર્દી છો તો આવી વસ્તુઓથી દૂર રહે તો વધારે સારું રહેશે. મીઠી વાનગીઓ અથવા મીઠાઈઓને બદલે, તમે ગોળ, ખજૂર અથવા અંજીરનું સેવન કરી શકો છો. તે સિવાય તમે ડ્રાયફ્રુટ્સ પણ લઈ શકો છો.
નિયમિત દિનચર્યા તોડવી નહી
દિવાળીના પર્વ પર ઘરે મહેમાનો આવે છે તેમજ લોકો બહાર પણ ફરવા પણ જતાં હોય છે. આવી સ્થિતિમાં ડાયબિટિસના દર્દીઓએ પોતાની દિનચર્યા તોડવી નહી. રેગ્યૂલર તમે જે વ્યાયામ કરો તે જાળવી રાખવો અને તમે ડૉક્ટરન સલાહ લઈને ડાયાબિટીસમાં ફાયદાકારક ફળો અથવા સૂકા ફળોનું સેવન કરી શકો છો.
હેલ્થ ચેકઅપ કરાવી લેવું
ડાયાબિટિસના દર્દીએ દિવાળીના પર્વ પહેલા એકવાર શૂગરનું સ્તર તપાસી લેવું અને બોડી સ્ક્રિનિંગ કરાવી લેવું જેથી સંભવિત જોખમને અગાઉથી જાણી ટાળી શકાય અને હર્ષોલ્લાસથી દિવાળીની ઉજવણી થઈ શકે.
મીઠાઈ સિવાય તીખાં-તળેલા ભોજનમાં પણ કંટ્રોલ રાખવો
દિવાળીના દિવસોમાં મિઠાઈ સિવાય અનેક તીખા તળેલાં ફરસાણ અને વ્યંજનો હોય છે. ડાયાબિટિસના દર્દી મિઠાઈ જગ્યાએ આવો તળેલો ખોરાક જો અતિશય લેવાનું ટાળવું જોઈએ અને તમારી ખાવા પિવાની દિનચર્યાનું ધ્યાન રાખવું.
Advertisement