Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: એક ખોટી પોસ્ટે હજારો ગ્રામજનોને ભયમાં મૂક્યા, જાણો શું હતો મેસેજ...

Bharuch: ભરૂચ જીલ્લામાં ગતવર્ષે તંત્રએ નર્મદા નદીમાં પાણી છોડવા અંગે સમયસર માહિતી નહીં આપતા અને હજારો ગ્રામજનોએ પોતાની ઘર વખરી સાથે ઢોળ ઢાંખર ગુમાવ્યા હતા. જેને લઈ હાલ ચોમાસાની સીઝનમાં સોશિયલ મીડિયામાં ભરૂચ મીડિયા પેજ ઉપર એક ખોટો મેસેજ વાયરલ...
bharuch  એક ખોટી પોસ્ટે હજારો ગ્રામજનોને ભયમાં મૂક્યા  જાણો શું હતો મેસેજ

Bharuch: ભરૂચ જીલ્લામાં ગતવર્ષે તંત્રએ નર્મદા નદીમાં પાણી છોડવા અંગે સમયસર માહિતી નહીં આપતા અને હજારો ગ્રામજનોએ પોતાની ઘર વખરી સાથે ઢોળ ઢાંખર ગુમાવ્યા હતા. જેને લઈ હાલ ચોમાસાની સીઝનમાં સોશિયલ મીડિયામાં ભરૂચ મીડિયા પેજ ઉપર એક ખોટો મેસેજ વાયરલ થયો હતો, જેમાં ગોલ્ડન બ્રિજની જળ સપાટી સાંજ સુધીમાં 30 ફૂટ સુધી થવાની અને ડેમાં દરવાજા ખોલ્યા હોવાના ખોટા મેસેજથી ભરૂચ, રાજપીપળા અને વડોદરા જીલ્લાના કાંઠા વિસ્તારના હજારો ખેડૂતો અને ગ્રામજનો સહિત પશુપાલકો ભયમાં મુકાયા હતા.

Advertisement

મેસેજથી હજારો ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ

ભરૂચ જીલ્લામાં ગત ચોમાસાની સીઝનમાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધુ પ્રમાણમાં થતા લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા સંખ્યાબંધ ગામો અને અંકલેશ્વર તરફની સોસાયટી વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા. જેના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને તંત્રએ પણ ગ્રામજનોને પાણી છોડવામાં બાબતે સમયસર માહિતી નહીં આપતા હજારો ગ્રામજનોએ ઘરવખરી અને પશુ મૂકીને ભાગવું પડયું હતું. જેમાં પશુપાલકો, ખેડૂતો, ગ્રામજનો અને અંકલેશ્વર તરફ સોસાયટીના લોકોને પાણી ભરાવાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી.

Advertisement

જિલ્લા કલેકટરે પોસ્ટ કરી લોકોને કર્યો અનુરોધ

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, આ મેસેજ ફેક અને ખોટો છે અને આ મેસેજને કોઈએ ધ્યાને ન લેવા માટે ભરૂચ જીલ્લા કલેકટરે ટ્વીટ કરી લોકોને અનુરોધ કરવામાં આવ્યો અને ખોટા મેસેજમાં ન આવવા માટે અપીલ કરી છે. પરંતુ ખોટો મેસેજ મુકનાર સામે અને ભરૂચ મીડિયા પેજને કટ કરી અને મેસેજ મુકનાર કરનારને બચાવવાના પ્રયાસ કરાયા છે. આવા તત્ત્વો સામે જીલ્લા કલેકટરે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

એક મેસજ ત્રણ જિલ્લાના લોકોમાં બન્યો ચિંતાજનક

હાલ ચોમાસાની સિઝનનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદ પણ ધમધોકાર ચાલી રહ્યો છે. ઘણા ડેમો છલકાઈ રહ્યા છે, તેવામાં સોશ્યલ મીડિયામાં ભરૂચ મીડિયા નામથી એક ખોટો મેસેજ મુકવામાં આવ્યો છે. જેમાં સવારે મેસેજ સાથે લિંક મુકવામાં આવી છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટને પાર થઈને સાંજ સુધીમાં 30 ફૂટ પહોંચે તેવી વકી અને ડેમના 23 દરવાજા ખોલી 9 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા અને હાંસોટના કાંઠાના ગ્રામજનોને સ્થળાંતર કરવાની ઉભી થતી સ્થિતિ જેવા ખોટા મેસેજ મુકવામાં આવતા ભરૂચ જીલ્લા સહિત રાજપીપલા અને વડોદરા જીલ્લાના હજારો ગ્રામજનો માટે ચિંતાજનક બન્યો હતો.

Advertisement

ખોટા મેસેજ ઘણા ગ્રામજનો માટે નુકશાનકારક

ઉલ્લેખનીય છે કે, આ મેસેજના કારણેઘણા ગ્રામજનો ખેતી કામ કરવા ગયા ન હતા અને પૂર આવશે તેવી ચિંતાએ ઘરમાં બેસી રહ્યા હતા. જેના પગલે આ વાત સાચી કે ખોટી તે જાણવાના પ્રયાસ કરતા તંત્રએ પણ ટેલિફોનિકમાં આ મેસેજને નકાર્યો હતો અને ખોટી અફવા ગણાવી હતી અને ગ્રામજનોએ ખોટો મેસેજ વાયરલ કરનાર સામે ગુનો દાખલ કરવા અને ભરૂચ મીડિયા નામનું પેજ છે, તેની પાસે આ બાબતનું કોઈ લાયસન્સ છે કે કેમ? તેની સામે પણ તપાસ કરવામાં આવશે. કારણ કે ચોમાસાની સીઝનમાં આવા ખોટા મેસેજ ઘણા ગ્રામજનો માટે નુકશાનકારક સાબિત થાય તેવા આક્ષેપ કર્યા છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Ahmedabad: પોલીસ કસ્ટડીમાંથી અપહરણ અને દુષ્કર્મનો ગુનેગાર થયો ફરાર

આ પણ વાંચો: Kheda: વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ખાઈ રહી છે ધૂળ! આને ભ્રષ્ટાચાર ગણવો કે બેદરકારી?

આ પણ વાંચો: Gir Somnath : શ્રાવણમાં ઘરે બેઠાં આ રીતે માત્ર આટલા રૂ. માં કરો સોમનાથજીની બિલ્વપૂજાનું રજિસ્ટ્રેશન

Tags :
Advertisement

.