Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Exoplanet LHS 1140 b: બ્રહ્માંડમાં મનુષ્યની આંખ જેવા ગ્રહની વૈજ્ઞાનિકો કરી શોધ

Exoplanet LHS 1140 b: પૃથ્વી સિવાય બ્રહ્માંડમાં માનવ જીવનના અસ્તિત્વનો વિચાર હંમેશા વૈજ્ઞાનિકો અને લેખકોને આકર્ષતો રહ્યો છે. આ અંગેની તપાસ પણ સતત ચાલુ હોય છે. જોકે, અત્યાર સુધી પૃથ્વી સિવાય ક્યાંય જીવનના અસ્તિત્વના કોઈ સચોટ પુરાવા મળ્યા નથી. પરંતુ...
exoplanet lhs 1140 b  બ્રહ્માંડમાં મનુષ્યની આંખ જેવા ગ્રહની વૈજ્ઞાનિકો કરી શોધ
Advertisement

Exoplanet LHS 1140 b: પૃથ્વી સિવાય બ્રહ્માંડમાં માનવ જીવનના અસ્તિત્વનો વિચાર હંમેશા વૈજ્ઞાનિકો અને લેખકોને આકર્ષતો રહ્યો છે. આ અંગેની તપાસ પણ સતત ચાલુ હોય છે. જોકે, અત્યાર સુધી પૃથ્વી સિવાય ક્યાંય જીવનના અસ્તિત્વના કોઈ સચોટ પુરાવા મળ્યા નથી. પરંતુ ખગોળશાસ્ત્રીઓએ એક એવા ગ્રહની શોધ કરી છે જે માનવામાં આવે છે કે ત્યાં એલિયન હોઈ શકે છે. આ ગ્રહનું નામ LHS 1140 b રાખવામાં આવ્યું છે.

  • LHS 1140 b નું કદ પૃથ્વી કરતા 1.7 ગણું વધારે

  • ગ્રહની વિશેષતાઓમાં આ ગ્રહનું વાતાવરણ પણ છે

  • અહીં જીવનની સંભાવના પણ ઘણી વધારે છે

Advertisement

તો LHS 1140 b એ એક Exoplanets છે, જે લગભગ 48 પ્રકાશ વર્ષ દૂર Cetus આકાશગંગામાં રહેલો છે. Exoplanets એ ગ્રહોને કહેવામાં આવે છે, જે આપણા સૌર્યમંડળથી બહાર હોય છે. તે જ સમયે પ્રકાશ વર્ષએ અંતર છે, જે પ્રકાશ એક વર્ષમાં પસાર કરે છે. આ અનોખો ગ્રહ LHS 1140 b માનવ આંખ જેવો દેખાય છે અને LHS 1140 b નું કદ પૃથ્વી કરતા 1.7 ગણું વધારે છે. એવું માનવામાં આવે છે કે LHS 1140 b પાણી અથવા બરફથી ઢંકાયેલો હોઈ શકે છે.

Advertisement

ગ્રહની વિશેષતાઓમાં આ ગ્રહનું વાતાવરણ પણ છે

પાણીને જીવન માટે જરૂરી તત્વોમાંનું એક ગણવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે LHS 1140 b પર અમુક માત્રામાં પાણી છે. James Webb Space Telescope દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા પ્રમાણે LHS 1140 b 10 થી 20 ટકા પાણી ધરાવે છે. આ સિવાય તેનું સ્થાન જણાવે છે કે, LHS 1140 b તો ખૂબ ગરમ છે અને ન તો ખૂબ ઠંડું. LHS 1140 b ની સપાટીનું તાપમાન લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. આ ગ્રહની વિશેષતાઓમાં આ ગ્રહનું વાતાવરણ પણ છે.

અહીં જીવનની સંભાવના પણ ઘણી વધારે છે

પૃથ્વીની જેમ LHS 1140 b પર વધુ નાઇટ્રોજન હોવાની શક્યતા છે. આ રીતે વાતાવરણ, પાણી અને તાપમાનના સંયોજનને જોતા વૈજ્ઞાનિકો આ વિચારને લઈને ખૂબ જ સકારાત્મક છે કે LHS 1140 b પૃથ્વી જેવો છે. આવી સ્થિતિમાં LHS 1140 b પર જીવનની સંભાવના પણ ઘણી વધારે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે LHS 1140 b ને મનુષ્ય માટે રહેવા યોગ્ય બનાવી શકાય છે.

આ પણ વાંચો: living on Mars: મંગળ પર પણ માનવી રહી શકશે! વૈજ્ઞાનિકોને એન્ટાર્કટિકામાં એક એવી ખાસ વસ્તુ મળી છે

Tags :
Advertisement

Related News

featured-img
ટેક & ઓટો

Technolgy: રૂ.10 હજારથી ઓછી કિંમતમાં મળશે આ 50 MP કેમેરાનો 5G સ્માર્ટફોન

featured-img
ટેક & ઓટો

AI ના કારણે ખતમ થશે આ બધી નોકરીઓ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

featured-img
ટેક & ઓટો

Google માં આવી રહ્યું છે આ નવું ફીચર્સ, તમને રોજ સવારે 5 મિનિટ સંભળાવશે..

featured-img
ટેક & ઓટો

Amazon એ લોન્ચ કરી Alexa ઇનેબ્લડ સ્માર્ટ એલાર્મ ઘડિયાળ Echo Spot, જાણો અદ્ભુત ફીચર્સ અને કિંમત

featured-img
ટેક & ઓટો

આ બ્રાન્ડ ભારતમાં એક કે બે નહીં પરંતુ 14 મોટરસાયકલ લોન્ચ કરશે, જાણો વિગતે

featured-img
ટેક & ઓટો

Maruti ની આ SUV પર મળી રહ્યું છે 2 લાખ રૂપિયા જેટલું બમ્પર ડિસ્કાઉન્ટ!

×

Live Tv

Trending News

.

×