Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ethics Committee Report: 'મા દુર્ગા આવી ગયા છે હવે તમે મહાભારતનું યુદ્ધ જોશો..', રિપોર્ટ રજૂ થતા પહેલા મહુઆ મોઇત્રાની ગર્જના

તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રા પર પૈસા લઈને સવાલ પૂછવાના આરોપ મામલે લોકસભામાં આજે આચાર સંહિતા સમિતિનો રિપોર્ટ (એથિક્સ કમિટિ રિપોર્ટ) રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટ રજૂ કર્યા બાદ મહુઆ વિરુદ્ધ લોકસભામાંથી સસ્પેન્ડ સુધીની કાર્યવાહી પણ કરવામાં આવી શકે...
ethics committee report   મા દુર્ગા આવી ગયા છે હવે તમે મહાભારતનું યુદ્ધ જોશો     રિપોર્ટ રજૂ થતા પહેલા મહુઆ મોઇત્રાની ગર્જના

તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રા પર પૈસા લઈને સવાલ પૂછવાના આરોપ મામલે લોકસભામાં આજે આચાર સંહિતા સમિતિનો રિપોર્ટ (એથિક્સ કમિટિ રિપોર્ટ) રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટ રજૂ કર્યા બાદ મહુઆ વિરુદ્ધ લોકસભામાંથી સસ્પેન્ડ સુધીની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. જો કે, આ પહેલા સંસદ બહાર મહુઆ મોઇત્રાએ મીડિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, મા દુર્ગા આવી ગયા છે હવે તમે મહાભારતનું યુદ્ધ જોશો...

Advertisement

જણાવી દઈએ કે, બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે સંસદમાં સવાલ પૂછવા માટે લાંચ લીધી હતી. નિશિકાંત દુબેની આ ફરિયાદને લોકસભા અધ્યક્ષે ગૃહની આચાર સમિતિને મોકલી હતી. ત્યારે હવે તપાસ બાદ એથિક્સ કમિટિ રિપોર્ટ રજૂ કરશે. આ પહેલા મહુઆ મોઇત્રાની પ્રતિક્રિયા સામે આવી છે. સંસદ બહાર મીડિયા સાથે વાત કરતા મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે, મા દુર્ગા આવી ગયા છે, હવે જોશો! જ્યારે કોઈ વ્યક્તિ પર વિનાશ આવે છે ત્યારે વિવેક મરી જાય છે. તેમણે વસ્ત્રહરણ શરૂ કર્યું છે અને હવે તમે મહાભારતનું યુદ્ધ જોશો.

Advertisement

જણાવી દઈએ કે, બીજેપી સાંસદ વિનોદ કુમાર સોનકરની અધ્યક્ષતાવાળી 15 સભ્યોની આચાર સમિતિએ 9 નવેમ્બરે રિપોર્ટ સ્વીકાર કર્યો હતો. આ સમિતિ સામે જેના વિરુદ્ધ આરોપ લગાવવામાં આવે છે તે સાંસદને પોતાનો પક્ષ રાખવા માટે બોલાવવામાં આવે છે. સાથે જ આક્ષેપો કરનાર સાંસદને પણ પુરાવા રજૂ કરવા માટે સમિતિ સમક્ષ બોલાવવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો-   MIZORAM: આજે ZPM નેતા લાલદુહોમા રાજ્યના CM તરીકે લેશે શપથ, કેન્દ્રની મોદી સરકારને લઈ કહી આ વાત!

Tags :
Advertisement

.