Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ENG vs AFG : અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઇંગ્લેંડના નામે નોંધાયા આ શરમજનક રેકોર્ડ

ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 ખૂબ જ રોમાંચક બની ગયો છે. આ સિઝનનો સૌથી મોટો અને પહેલો અપસેટ રવિવારે (15 ઓક્ટોબર) પણ જોવા મળ્યો, જ્યારે અફઘાન ટીમે ઈંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી  દીધા છે .  જેને લઈને  પોઈન્ટ  ટેબલમાં...
eng vs afg   અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઇંગ્લેંડના નામે નોંધાયા આ શરમજનક રેકોર્ડ
ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 ખૂબ જ રોમાંચક બની ગયો છે. આ સિઝનનો સૌથી મોટો અને પહેલો અપસેટ રવિવારે (15 ઓક્ટોબર) પણ જોવા મળ્યો, જ્યારે અફઘાન ટીમે ઈંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી  દીધા છે .  જેને લઈને  પોઈન્ટ  ટેબલમાં મોટો  ફેરફાર  જેવા મળી  રહ્યો  છે.
ઈંગ્લેન્ડે છેલ્લું એટલે કે 2019 ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. પરંતુ આ વખતે તેની હાલત ખૂબ જ ખરાબ લાગી રહી છે. ટીમ પ્રથમ 3 મેચમાંથી 2 હારી છે. ત્રીજી મેચમાં અફઘાનિસ્તાન સામે 69 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
 
ઈંગ્લેન્ડના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો
આ જીત સાથે અફઘાનિસ્તાનનો વર્લ્ડ કપમાં સતત હારનો સિલસિલો પણ સમાપ્ત થઈ ગયો છે. સતત 14 હાર બાદ ટીમે પોતાની પ્રથમ જીત નોંધાવી છે. આ પહેલા તેની છેલ્લી જીત ફેબ્રુઆરી 2015માં સ્કોટલેન્ડ સામે હતી. અફઘાનિસ્તાને વર્લ્ડ કપમાં કુલ 18 મેચ રમી હતી જેમાંથી તેણે 2માં જીત મેળવી હતી.આ હાર સાથે ઈંગ્લેન્ડની ટીમના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાઈ ગયો છે. તેઓ વિશ્વ કપમાં 11 અલગ-અલગ દેશો સામે હારનાર પ્રથમ ટીમ બની છે. બીજા સ્થાને વેસ્ટ ઈન્ડિઝની ટીમ છે, જેને 10 દેશો સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ અત્યાર સુધી 8 દેશો સામે હારી ચૂકી છે. ચાલો જાણીએ ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન મેચમાં બનેલા 11 ઐતિહાસિક રેકોર્ડ વિશે...

Advertisement

ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ વખત સ્પિનરો સામે સરેન્ડર  કરી
પહેલો રેકોર્ડ એવો છે કે ઈંગ્લેન્ડની ટીમે વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર સ્પિનરો સામે સરેન્ડર કરી  હતી  ત્યારે  વર્લ્ડ કપમાં પ્રથમ વખત ઇંગ્લેન્ડની ટીમે સ્પિનરો સામે તેની સૌથી વધુ 8 વિકેટ ગુમાવી છે. આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી સ્પિનરો મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ નબીને 2 સફળતા મળી હતી.

વિશ્વ કપમાં સૌથી વધુ ટીમો સામે હારનો દેશ

Advertisement

11 - ઈંગ્લેન્ડ
10 - વેસ્ટ ઈન્ડિઝ
9 - દક્ષિણ આફ્રિકા
8 - ઓસ્ટ્રેલિયા
8 - ભારત
8 - પાકિસ્તાન
8 - શ્રીલંકા
7 - ન્યુઝીલેન્ડ

વર્લ્ડ કપમાં સતત સૌથી વધુ હારનો રેકોર્ડ

Advertisement

18 - ઝિમ્બાબ્વે (1983-1992)
14 - સ્કોટલેન્ડ (1999-2015)
14 - અફઘાનિસ્તાન (2015-2023)
11 - કેનેડા (2003-2011)
10 - નેધરલેન્ડ (1996-2003)

અફઘાનિસ્તાનના સ્પિનરોએ વર્લ્ડ કપની મેચમાં સૌથી વધુ વિકેટ  જીતી 

8 વિ ઈંગ્લેન્ડ, દિલ્હી, 2023*
6 વિ શ્રીલંકા, કાર્ડિફ, 2019
5 વિ ભારત, સાઉધમ્પ્ટન, 2019
5 વિ પાકિસ્તાન, લીડ્ઝ, 2019

વર્લ્ડ કપમાં અફઘાન બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

4/30 - મોહમ્મદ નબી વિ શ્રીલંકા, કાર્ડિફ, 2019
4/38 - શાપૂર ઝદરાન વિ સ્કોટલેન્ડ, ડ્યુનેડિન, 2015
3/29 - દૌલત ઝદરાન વિ સ્કોટલેન્ડ, ડ્યુનેડિન, 2015
3/37 - રાશિદ ખાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, દિલ્હી, 2023*

વર્લ્ડ કપની મેચમાં સ્પિનરોએ સૌથી વધુ વિકેટ લીધી 

14 - કેન્યા વિ શ્રીલંકા, નૈરોબી, 2003
14 - કેનેડા વિ ઝિમ્બાબ્વે, નાગપુર, 2011
13 - ઈંગ્લેન્ડ વિ અફઘાનિસ્તાન, દિલ્હી, 2023*

વર્લ્ડ કપમાં અફઘાન ટીમનો સર્વોચ્ચ સ્કોર

288 વિ વેસ્ટ ઈન્ડિઝ, લીડ્ઝ, 2019
284 વિ ઈંગ્લેન્ડ, દિલ્હી, 2023*
272 વિ ભારત, દિલ્હી, 2023
247 વિ ઈંગ્લેન્ડ, માન્ચેસ્ટર, 2019

વિશ્વ કપમાં સૌથી વધુ 50+ સ્કોર કરનાર અફઘાનિસ્તાન ખેલાડી

3 - હશમતુલ્લાહ શાહિદી
2 - નજીબુલ્લાહ ઝદરાન
2 - સમીઉલ્લાહ શિનવારી
2 - ઇકરામ અલી ખિલ

અફઘાનિસ્તાનના ખેલાડીઓ કે જેમણે વર્લ્ડ કપમાં 6ઠ્ઠા નંબર પર કે પછી શ્રેષ્ઠ સ્કોર કર્યો હતો

58 - ઇકરામ અલી ખિલ વિ. ઇંગ્લેન્ડ, દિલ્હી, 2023*
56 - નજીબુલ્લાહ ઝદરાન વિ ન્યુઝીલેન્ડ, નેપિયર, 2015
52 - મોહમ્મદ નબી વિરુદ્ધ ભારત, સાઉધમ્પ્ટન, 2019
51 - નજીબુલ્લાહ ઝદરાન વિ ઓસ્ટ્રેલિયા, બ્રિસ્ટોલ, 2019

Tags :
Advertisement

.