Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Elon Musk ની થઇ શકે છે હત્યા...! જાણો કોણે ચિંતા વ્યક્ત કરી

Elon Musk વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, તે ટેસ્લા, એક્સ અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક છે. તે પૂરી દુનિયામાં સમાચારોમાં રહે છે, પરંતુ હવે એલોન મસ્કના પિતા તેમના પુત્રની હત્યાથી ડરી ગયા છે. જીહા, એક રિપોર્ટ અનુસાર, એલોન મસ્કના પિતાએ...
elon musk ની થઇ શકે છે હત્યા     જાણો કોણે ચિંતા વ્યક્ત કરી

Elon Musk વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, તે ટેસ્લા, એક્સ અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક છે. તે પૂરી દુનિયામાં સમાચારોમાં રહે છે, પરંતુ હવે એલોન મસ્કના પિતા તેમના પુત્રની હત્યાથી ડરી ગયા છે. જીહા, એક રિપોર્ટ અનુસાર, એલોન મસ્કના પિતાએ હાલમાં જ આશંકા વ્યક્ત કરી છે કે તેમના પુત્ર, ટેસ્લાના CEOની હત્યા થઈ શકે છે.

Advertisement

એલોન મસ્કના પિતાને ડર છે કે તેમના પુત્રની હત્યા થઇ શકે છે

એલોન મસ્ક હરહંમેશા દુનિયાભરમાં ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં તેમની હત્યાને લઇને સમાચાર સોશિયલ મીડિયાામં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. જણાવી દઇએ કે, એલોન મસ્કના પિતા 77 વર્ષીય એરોલ મસ્કે અમેરિકન અખબાર 'ધ યુએસ સન'ને જણાવ્યું કે તેમને ડર છે કે તેમના અમીર પુત્રની હત્યા થઈ શકે છે. એરોલ મસ્કે તાજેતરમાં એક લેખની ટીકા કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટેસ્લાના સીઇઓ અવકાશ, યુક્રેન, સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રિક વાહનો સંબંધિત સરકારી નિર્ણયો પર પ્રભાવ ધરાવે છે. યુક્રેનના યુદ્ધમાં સ્પેસએક્સના સ્ટારલિંક ઉપગ્રહો કેટલા મહત્ત્વના હતા તે પણ અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે. ગયા વર્ષે મિસ્ટર મસ્કે ટ્વિટર હસ્તગત કર્યા પછી, યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, અન્ય દેશો સાથેના તેમના સંબંધો "જોવા જેવા" છે. એરોલ મસ્કે ‘ધ ન્યૂ યોર્કર’માં તાજેતરના લેખની પણ ટીકા કરી હતી. જેમાં યુક્રેનના યુદ્ધને લઈને સરકારના નિર્ણયો પર એલોન મસ્કના પ્રભાવ વિશે જણાવવામાં આવ્યું હતું.

Advertisement

શું છે સ્પેસએક્સનું યુક્રેન યુદ્ધ સાથે કનેક્શન ?

રિપોર્ટ અનુસાર પેન્ટાગોનના અધિકારીઓએ 'ધ ન્યૂ યોર્કર'ને કહ્યું હતું કે, એલોન મસ્ક સાથે 'Unelected Official' જેવું વર્તન કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં સ્પેસએક્સના સ્ટારલિંક ઉપગ્રહો યુક્રેન યુદ્ધમાં કેટલા મહત્વપૂર્ણ હતા તે પણ દર્શાવે છે. એલોન મસ્કના પિતાએ કહ્યું કે, આ એક દુ:ખદાયક કૃત્ય છે, એલોન મસ્ક સરકારના ઘેરા પડછાયા હેઠળ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને ડર છે કે આ 'સરકાર' તેમના પુત્રને મારી નાખશે? તો તેમણે કહ્યું- હા.

Advertisement

એલોને હત્યાની શક્યતા પણ વ્યક્ત કરી હતી

એલોને તેની સ્ટારલિંક સ્પેસ ઇન્ટરનેટ સેવા યુક્રેનને પૂરી પાડી છે. રશિયન સ્પેસ એજન્સીના ભૂતપૂર્વ બોસ દિમિત્રી રોગોઝિને ગયા વર્ષે મે મહિનામાં મસ્કને પરોક્ષ રીતે ધમકી આપી હતી. આ પછી એલોને મજાકમાં કહ્યું કે તેની હત્યા થઈ શકે છે. મસ્ક તે પછી વધુ ગંભીર દેખાયા જ્યારે તેણે ડિસેમ્બરમાં કહ્યું હતું કે ચોક્કસપણે તેની હત્યા થઈ શકે તેવું જોખમ છે.  તેમણે ટ્વિટર સ્પેસ પર એક ઓડિયો ચેટમાં કહ્યું કે, "પ્રમાણિક કહું તો, મારી સાથે કંઈક ખરાબ થવાનું અથવા ખરેખર ગોળી વાગવાનું જોખમ ખૂબ જ મહત્વપૂર્ણ છે." જો તમે ઇચ્છો તો કોઈને મારી નાખવું એટલું મુશ્કેલ નથી, તેથી મને આશા છે કે તેઓ તેમ નહીં કરે.

આ પણ વાંચો - USA માં રહેતા ભારતીય માતા-પિતાથી બાળકો થઈ શકે છે વિખૂટા, જાણો શું છે કારણ

આ પણ વાંચો - અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પત્ની જિલ બાઈડેન Corona Positive

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.