Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DSSSB Recruitment: 10 પાસ માટે આવી બંપર ભરતી! પગાર 56000થી પણ વધારે

DSSSB Recruitment 2024: ભારતના લાખો યુવાનો અત્યારે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે. ત્યારે સરકારી નોકરી માટે દિલ્હી અત્યારે સૌથી ઉત્તમ જગ્યા છે. દિલ્હી સબઓર્ડીનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ, DSSSB એ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ માટે ભરતીઓ બહાર...
dsssb recruitment  10 પાસ માટે આવી બંપર ભરતી  પગાર 56000થી પણ વધારે

DSSSB Recruitment 2024: ભારતના લાખો યુવાનો અત્યારે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે. ત્યારે સરકારી નોકરી માટે દિલ્હી અત્યારે સૌથી ઉત્તમ જગ્યા છે. દિલ્હી સબઓર્ડીનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ, DSSSB એ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ માટે ભરતીઓ બહાર પાડી છે. આ પોસ્ટ માટે કુલ 567 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તેમાં મહિલા સાથે બાળ વિકાસ, સમાજ કલ્યાણ યોજના વિભાગ સહિત અને અનેક ભાગોમાં ભરતી બહાર પાડવામાં આવી છે.

Advertisement

આ પોસ્ટ માટે પડી છે ભરતી

મહિલા અને બાળ વિકાસ194 જગ્યાઓ
સમાજ કલ્યાણ99 જગ્યાઓ
પ્રશિક્ષણ અને તકનીકી શિક્ષા86 જગ્યાઓ
પ્રિન્સિપલ એકાઉન્ટ્સ ઓફિસ64 જગ્યાઓ
વિધાનસભા સચિવાલય32 જગ્યાઓ
મુખ્ય ચૂંટણી અધિકારી16 જગ્યાઓ
દિલ્હી સબઓર્ડીનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ13 જગ્યાઓ
અર્થશાસ્ત્ર અને આંકડા નિયામકની કચેરી13 જગ્યાઓ
યોજના વિભાગ13 જગ્યાઓ
તાલીમ નિદેશાલય, UTCS12 જગ્યાઓ
જમીન અને મકાન વિભાગ7 જગ્યાઓ
પુરાતત્વ6 જગ્યાઓ
કાયદો, ન્યાય અને કાયદાકીય બાબતો5 જગ્યાઓ
ઓડિટ ડિરેક્ટોરેટ4 જગ્યાઓ
દિલ્હી આર્કાઇવ્ઝ3 જગ્યાઓ

આ તારીખ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ

DSSSB MTM ભર્તી માટે જાહેર કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે આ જગ્યાઓ માટે 8 ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તેના માટે ઉમેદવારોએ ભરતીની સત્તાવાર વેબસાઇટ https://dsssb.delhi.gov.in/ પર જઈને ઓનલાઈન આવેદન ભરવું પડશે. મળતી વિગતો પ્રમાણે આ ભરતી માટે ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ 8 માર્ચ છે, ત્યાર બાદ કોઈ ઓનલાઈન ફોર્મ નહીં ભરી શકે.

ભરતી માટે શૈક્ષણિક લાયકાત

DSSSB MTM માં પડેલી ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 10 પાસ ઉમેદવારો પણ ફોર્મ ભરી શકશે. આ સાથે વય મર્યાદા વિશે વાત કરીએ તો તેના માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 27 વર્ષ રાખવામાં આવી છે. OBC કેટેગરીને 3 વર્ષ, SC કેટેગરીને 5 વર્ષ અને ST કેટેગરીને 5 વર્ષ સુધી ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

Advertisement

આ ભરતીમાં પાસ થવા અને નોકરી મેળવા માટે ઉમેદવારોએ પહેલા લેખિત પરીક્ષા પાસ કરવી પડે છે. તમે નોટિફિકેશનમાંથી તેની પેટર્ન અને સિલેબસ વિશે માહિતી મેળવી શકો છો. આ પરીક્ષા પાસ કર્યા બાદ સફળ ઉમેદાવારોને સ્કિલ ટેસ્ટ માટે અને દસ્તાવેજ ચકાસણી કરવા માટે બોલાવવામાં આવશે

આ પણ વાંચો: મુસ્લિમ દેશનો Indian Defence Company પર ભરોસો! ખરીદશે 1867 કરોડના તોપના ગોળા

Advertisement
Tags :
Advertisement

.