Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડૉ. યોગેશ જોગસણને જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલશ્રી દ્વારા અચલા અધ્યાપક સન્માન એનાયત કરાયું

અહેવાલ - રહીમ લખાણી ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ભારતીય ભાષાઓ અને સાહિત્યના શિક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભમાં રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન તારીખ 5 નવેમ્બર 2023ના રોજ અમદાવાદના કે.સી.જી. મુકામે કરવામાં આવ્યું. ઉપરાજ્યપાલ શ્રી મનોજ...
ડૉ  યોગેશ જોગસણને જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલશ્રી દ્વારા અચલા અધ્યાપક સન્માન એનાયત કરાયું
અહેવાલ - રહીમ લખાણી
ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ભારતીય ભાષાઓ અને સાહિત્યના શિક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભમાં રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન તારીખ 5 નવેમ્બર 2023ના રોજ અમદાવાદના કે.સી.જી. મુકામે કરવામાં આવ્યું. ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિન્હા એ જણાવ્યું કે શિક્ષકથી મોટું કોઈ નથી, તે પ્રતિભાનું ઘડતર શિક્ષક કરે છે. તેની અંદર અસિમિત ક્ષમતા છે. પૂર્ણ જીવનકાળ દરમિયાન વ્યક્તિત્વનું ઘડતર કરે છે. રાષ્ટ્ર નિર્માણનું કાર્ય શિક્ષક દ્વારા થાય છે. તેની અંદર કરુણા અને સંવેદન સાથે ક્રાંતિ પણ હોય છે.વિદ્યાર્થીઓની સતત સેવા કરનાર શિક્ષકને વંદન કરવા રહ્યા.
અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્થાપક શ્રી મફતભાઈ પટેલે આ ટ્રસ્ટ વિશે જણાવ્યું કે આ ટ્રસ્ટ 22 વર્ષથી કાર્યરત છે. શરૂઆતમાં માત્ર પ્રાથમિક શાળાના શિક્ષકને સન્માનિત કરવામાં આવતા અને આજે પણ કરવામાં આવે છે, પણ ઘણા લોકોનો આગ્રહ હતો કે કોલેજ અને યુનિવર્સિટીના અધ્યાપકોને પણ સન્માનિત કરવા જોઈએ અને એ આગ્રહને ધ્યાનમાં રાખતા પ્રથમ વખત ગુજરાત રાજ્યની વિવિધ કોલેજ અને યુનિવર્સિટીના 10 અધ્યાપકોને સન્માનિત કરવામાં આવ્યા છે.અચલાનું કામ માત્ર શિક્ષણનો પ્રચાર અને શિક્ષણની સેવા છે.
ડૉ. ભાગ્યેશ ભાઈ જહાએ જણાવ્યું કે ભારતીય ભાષા એ લોકોને જોડવાનું કામ કરે છે. ભાષાનું એક આગવું મહત્વ છે. ભાષામાં એક પ્રવાહ હોય છે. વિકાસ માટે ભારતીય શિક્ષણ અનિવાર્ય છે. આપણા બ્રહ્માંડ વિશેના રહસ્યો પણ આપણા શાસ્ત્રો અને વિષયોમાં છે. સ્વામીજી એ જણાવ્યું કે ભાષા લુપ્ત થતા સંસ્કૃતિ લુપ્ત થાય છે અને ભાષા અને સંસ્કૃતિ વચ્ચે માતા દીકરી જેવો સંબધ છે.
ગુજરાત ભરના 10 અધ્યાપકોને અચલા અધ્યાપક સન્માન આપવામાં આવ્યું જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણને અચલા અધ્યાપક સન્માન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. મનોવિજ્ઞાન વિષયમાં કરેલ વિવિધ સંશોધનો, પુસ્તક લેખન, સામાજિક સેવા, કોરોના વખતથી શરૂ કરેલ કાઉન્સેલિંગની સેવા, બોર્ડના વિદ્યાર્થીઓનું શાળાએ શાળાએ જઈને લીધેલ વ્યાખ્યાન, ત્રણ વર્લ્ડ રેકોર્ડ, મનોવિજ્ઞાન માત્ર કલાસરૂમ નહિ પણ સાચા અર્થમાં લોકોને ઉપયોગી થઈ રહે એવા સામાજિક કાર્ય અને વિદ્યાર્થીહિત કાર્યને ધ્યાનમાં રાખીને આ સન્માન કરવામાં આવ્યું.
Advertisement
Tags :
Advertisement

.