Dr. Vaishali Joshi case : PI બી.કે. ખાચરની વધી શકે છે મુશ્કેલીઓ! નોંધાઈ શકે છે દુષ્પ્રેરણાની ફરિયાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના (Crime Branch ) ગેટ પાસે મહિલા તબીબ વૈશાલી જોશીની રહસ્યમય મોતની ઘટના થોડા દિવસ પહેલા સામે આવી હતી. આ કેસમાં (Dr. Vaishali Joshi case) PI બી.કે. ખાચર (B.K. Khachar) સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ શકે છે. આક્ષેપિત પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મૃતક વૈશાલી જોશી પાસેથી 15 પાનાંની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ઓફિસના ગેટ બહાર મહિલા તબીબ વૈશાલી જોશીનો (Doctor Vaishali Joshi) મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા તબીબની રહસ્યમય મોતની ઘટનાએ ચકચાર મચાવી છે. આ કેસમાં હવે PI બી.કે.ખાચર (PI B.K. Khachar) વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ શકે છે. પ્રાથમિક તપાસ મુજબ, ડૉ. વૈશાલી જોશી અને EOW ના PI બી.કે. ખાચર વર્ષ 2020 થી એકબીજાના સંપર્કમાં હતા. બંને સોશિયલ મીડિયા એપના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં મહિલા તબીબે આપઘાત કરતા હવે ગાયકવાડ હવેલી પોલીસે (Gaikwad Haveli Police) તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે.
ફરિયાદ બાદ તપાસનો ઘમઘમાટ શરૂ થશે
માહિતી મુજબ, આ કેસમાં (Dr. Vaishali Joshi case) ગાયકવાડ હવેલી પોલીસે મૃતક વૈશાલી જોશીનાં પરિવારજનોનો સંપર્ક સાધ્યો છે. આગામી દિવસોમાં મૃતક વૈશાલી જોશીનાં પરિવારજનો ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ નોંધાયા બાદ વૈશાલી જોશી પાસેથી મળેલી સ્યુસાઇડ નોટના અક્ષર તથા મૃતકના અન્ય લખાણ અંગેની ચકાસણી હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ પાસે કરાવશે. ઉપરાંત, મૃતક તબીબ વૈશાલી જોશી અને PI બી.કે. ખાચરની સોશિયલ મીડિયાની પ્રોફાઈલ, મોબાઈલ, લેપટોપ, ટેબલેટ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ પણ કરવામાં આવી શકે છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું હશે તો સાઈબર એક્સપર્ટની (cyber expert) મદદ દ્વારા એકાઉન્ટ ફરી ચાલુ કરીને તમામ ડેટાની તપાસ પણ કરાશે. અત્યાર સુધી પોલીસે PG અને હોસ્પિટલ મળીને કુલ 8 લોકોના નિવેદન નોંધ્યા છે.
મૃતકની ડાયરીમાં 15 પેજનું લખાણ મળી આવ્યું
મૃતક વૈશાલી જોશીની ડાયરીમાં 15 પેજનું લખાણ મળી આવ્યું હતું અને તેમાં PI ખાચર (PI Khachar) સાથે પ્રેમસંબંધ હોવાની હકીકત સામે આવી હતી. માહિતી મુજબ, તબીબના અંતિમ સંસ્કાર PI ખાચર કરે તેવો ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં કરવામાં આવ્યો હતો. તેમ જ PI ખાચરે ચાર વર્ષથી મહિલા તબીબ સાથે પ્રેમ સંબંધમાં હતા. પરંતુ, એક મહિનાથી પીઆઇએ બ્રેકઅપ કરી દેતા મહિલાએ આપઘાત કર્યાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો -Ahmedabad, Crime Branch : ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે મહિલા તબીબનું રહસ્યમય મોત
આ પણ વાંચો - Rajkot : અસામાજિક તત્વોએ વકીલના ઘરમાં ઘૂસી એક્ટિવાને પેટ્રોલ છાંટી સળગાવ્યું, એકની અટકાયત
આ પણ વાંચો - Mahesh Vasava : આદિવાસી રાજનીતિમાં મોટો ઉલટફેર! મહેશ વાસવા 1200 થી વધુ કાર્યકર્તા સાથે કેસરિયો ખેસ ધારણ કરશે!