Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૂ.ડો.જ્ઞાનવત્સલ સ્વામીને વધુ એક સન્માન, સામાજીક યોગદાન અને અસામાન્ય ઉપલબ્ધિઓ બદલ ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલી દ્વારા આપવામાં આવ્યું 'સાઇટેશન'

પૂ. ડો.જ્ઞાનવત્સલ સ્વામીનું ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલી દ્વારા "સાઇટેશન" આપીને ભવ્ય સન્માન કરાયું છે. મેમ્બર ઓફ એસેમ્બલી મિ.ડેવિડ વેપ્રીનના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા.. આ કારણોથી અપાયું તેમને આ સન્માન  તેમનું આ સન્માન તેમના સામાજીક યોગદાન અને અસામાન્ય ઉપલબ્ધિઓ બદલ, તેમની...
પૂ ડો જ્ઞાનવત્સલ સ્વામીને વધુ એક સન્માન   સામાજીક યોગદાન અને અસામાન્ય ઉપલબ્ધિઓ બદલ ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલી દ્વારા આપવામાં આવ્યું  સાઇટેશન

પૂ. ડો.જ્ઞાનવત્સલ સ્વામીનું ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલી દ્વારા "સાઇટેશન" આપીને ભવ્ય સન્માન કરાયું છે. મેમ્બર ઓફ એસેમ્બલી મિ.ડેવિડ વેપ્રીનના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા..

Advertisement

આ કારણોથી અપાયું તેમને આ સન્માન 

તેમનું આ સન્માન તેમના સામાજીક યોગદાન અને અસામાન્ય ઉપલબ્ધિઓ બદલ, તેમની કૃતનિશ્ચયતા અને પ્રતિભા બદલ, એક અદ્વિતિય વ્યકિતત્વ બદલ તેમજ સમ્માનને પાત્ર ઉત્કૃષ્ટ વ્યકિત તરીકે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી એ "જીવન જીવવાની શૈલી" વિષયક વાત કરી હતી.

Advertisement

સાઇટેશનમાં લાખ્ખો લોકો માટે પ્રેરણાદાયી બનવા બદલ તેમની ભરપૂર પ્રશંસા

Advertisement

તેમને આપવામાં આવેલા સાઇટેશનના શબ્દો પર નજર કરીએતો તેમાં લખ્યુ હતું કે એક મહાન રાજ્ય એટલુ જ મહાન હોય છે જેટલા મહાન ડો.જ્ઞાનવત્સલ સ્વામી છે , જેમણે તેમના સમુદાયને જીવન પ્રશિક્ષક તરીકે, એક સારા વક્તા તરીકે અને એક ઉમદા નાગરિક તરીકે અનુકરણીય સેવા આપી છે.

લાખ્ખો લોકોના જીવનમાં લાવ્યા સકારાત્મક પરિવર્તન 

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની ઉત્કૃષ્ટ શૈક્ષણિક કારકિર્દી હતી, તેમણે BVM કૉલેજ ઑફ એન્જિનિયરિંગ, વલ્લભ વિદ્યાનગરથી મિકેનિકલ એન્જિયરિંગ કરેલુ છે, અને ભગવાન સ્વામિનારાયણના 5મા આધ્યાત્મિક અનુગામી પરમ પવિત્ર પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સાધુ તરીકે દીક્ષા લીધી. એક અસાધારણ વક્તા તરીકે તેઓ અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે.ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી એક ખૂબ જ લોકપ્રિય કટારલેખક છે, અને દૈનિક અખબારો સંદેશ' અને 'દિવ્ય ભાસ્કર'માં તેમના સાપ્તાહિક લેખો વિશાળ સમર્પિત વાચકો ધરાવે છે: તેઓ આજે સૌથી વધુ દૃશ્યમાન, જોયેલા અને અનુસરેલા વ્યક્તિત્વોમાંના એક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેઓ લાખ્ખો લોકોને પ્રેરણા આપે છે.

31 વર્ષોમાં 15,500 થી વધુ લાઇફ એન્હાન્સમેન્ટ સ્પીચ

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ છેલ્લાં 31 વર્ષોમાં 15,500 થી વધુ લાઇફ એન્હાન્સમેન્ટ સ્પીચ આપી છે, તેમને તેમની મુક્ત સેવા માટે 2 યુનિવર્સિટીઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટ ઑફ લિટરેચરની ઉપાધિથી સન્માનિત કરાયા છે.. તેમને મોર્ડન ઇન્ડિયાના સંત તરીકે 'સૂર્ય રત્ન' નેશનલ લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે

Tags :
Advertisement

.