Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રવિવારે કરો છો આ વસ્તુઓનું દાન, તો જાગી જશે તમારું ભાગ્ય!

આપણે ત્યાં  હિન્દુ ધર્મમાં દરેક દિવસનું પોતાનું મહત્વ છે.  તેમાં  પણ રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત  કરવામાં  આવે છે. આ દિવસે સૂર્યદેવની ઉપાસના કરવાથી વ્યક્તિને માન અને પ્રતિષ્ઠા મળે છે. સૂર્યદેવ એકમાત્ર એવા દેવતા છે જે નિયમિતપણે ભક્તોને સીધા દર્શન આપે છે. સૂર્યદેવની કૃપા મેળવવા માટે તાંબાના વાસણમાં નિયમિત જળ ચઢાવવું જોઈએ. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે સૂર્યને અર્ધી આપવાથી કુંડàª
રવિવારે કરો છો આ વસ્તુઓનું દાન  તો જાગી જશે તમારું ભાગ્ય
Advertisement
આપણે ત્યાં  હિન્દુ ધર્મમાં દરેક દિવસનું પોતાનું મહત્વ છે.  તેમાં  પણ રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત  કરવામાં  આવે છે. આ દિવસે સૂર્યદેવની ઉપાસના કરવાથી વ્યક્તિને માન અને પ્રતિષ્ઠા મળે છે. સૂર્યદેવ એકમાત્ર એવા દેવતા છે જે નિયમિતપણે ભક્તોને સીધા દર્શન આપે છે. સૂર્યદેવની કૃપા મેળવવા માટે તાંબાના વાસણમાં નિયમિત જળ ચઢાવવું જોઈએ. 
આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે સૂર્યને અર્ધી આપવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે. સાથે વ્યક્તિને યશ, કીર્તિ પ્રગતિ, માન-સન્માન મળે છે. રવિવારે અમુક એવી વસ્તુઓ છે જેનું દાન  કરવાથી સૂર્યદેવ ખુશ થાય છે. સાથે સાથે  વ્યક્તિને સમૃદ્ધિ  અને વૈભવ પ્રાપ્ત થતું  હોય છે . તો ચાલો જાણીએ સૂર્ય દેવને ખુશ  કરવાના  ઉપાયો.
રવિવારે  આ વસ્તુઓનું  દાન કરવાથી  થાય છે અનેક લાભો 
વેપારમાં ખોટ આવતી હોય તો
જો તમે લાંબા સમયથી વ્યવસાયમાં ખોટનો સામનો કરી રહ્યા છો અને તમને તમારી નોકરીમાં કોઈ પ્રગતિ નથી મળી રહી, તો તેના ઉપાય માટે રવિવારના દિવસે જરૂરિયાતમંદોને સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરવું ફળદાયી માનવામાં આવે છે. સૂર્યની વસ્તુઓમાં તાંબુ, ઘઉં, મસૂર, કઠોળ, ગોળ અને લાલ ચંદન વગેરેનો સમાવેશ થાય છે. આ વસ્તુઓનું દાન કરવાથી ધનની ખોટ પણ બચે છે અને સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.
 સરકારી નોકરી મેળવવા 
જો તમે સરકારી નોકરી મેળવવા માંગો છો તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તાંબાના ટુકડાને બે ભાગમાં વહેંચો. આ બંનેમાંથી એક ભાગ લઈને મનોકામના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે નદીમાં પ્રવાહિત કરો. હવે બીજો ભાગ તમારી પાસે રાખો. તમે આ ઉપાયથી લાભ મેળવી શકો છો

બગડતા કામ બનાવવાં માટે

જો તમે તમારા બગડતા કામ બનાવવાં માંગો છો તો રવિવારે લાલ ચંદનનું તિલક લગાવીને ઘરની બહાર નીકળવું લાભદાયક રહેશે.
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×