Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhotaudepur: આદિવાસીઓમાં દિવાસાના તહેવારની ભારે આસ્થાભેર ઉજવણી, પ્રથા એવી કે...

છોટાઉદેપુર જિલ્લામાં દિવાસાના તહેવારનો રંગ જ કંઈક અલગ આદિવાસીઓ પોતાની આગવી શૈલીમાં ઉજવે છે દિવાસાનો તહેવાર આ દિવસે પિહાઓ વગાડીને આદિવાસી લોકો ખુબ નાચી-કૂદી રમે છે Chhotaudepur: ભારતના લોકોને ઉત્સવ પ્રિય કહેવામાં આવે છે. ખાસ કરીને દિવાસોએ આદિવાસીઓ માટે...
chhotaudepur  આદિવાસીઓમાં દિવાસાના તહેવારની ભારે આસ્થાભેર ઉજવણી  પ્રથા એવી કે
  1. છોટાઉદેપુર જિલ્લામાં દિવાસાના તહેવારનો રંગ જ કંઈક અલગ
  2. આદિવાસીઓ પોતાની આગવી શૈલીમાં ઉજવે છે દિવાસાનો તહેવાર
  3. આ દિવસે પિહાઓ વગાડીને આદિવાસી લોકો ખુબ નાચી-કૂદી રમે છે

Chhotaudepur: ભારતના લોકોને ઉત્સવ પ્રિય કહેવામાં આવે છે. ખાસ કરીને દિવાસોએ આદિવાસીઓ માટે વર્ષ ની શરૂઆતનો ત્રીજો તહેવાર કહીં શકાય કારણ કે આદિવાસીઓ અખાત્રીજે નવા વર્ષની શરૂઆત ગણતાં હોય છે, એ વર્ષ ની શરૂઆત અખાત્રીજ‌ ત્યાર બાદ ઉજાણી ત્રીજો દિવાસો છે. આમ તો અન્ય વિસ્તારોમાંમાં પણ દિવાસો ઊજવાય છે. છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના આદિવાસી સમાજ નાં વાલસિંગભાઈ રાઠવા પાણીબાર વાળા જણાવે છે કે અન્ય વિસ્તારોમાં પણ દિવાસાનો તહેવાર ઉજવાય છે. પરંતુ ગુજરાત સરહદી મધ્યપ્રદેશ તથા છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં દિવાહાનો રંગ જ કંઈક અલગ છે. ગામેગામ દિવાસાના તહેવાર માટે ગામ આગેવાનો દ્વારા ગામ ઢગલી વળવા (મિટિંગ ) કરવામાં આવે છે. ગામ પટેલ, ગામ પૂજારા અને ડાહ્યાની ઉપસ્થિતિમાં સર્વાનુમતે કરવામાં આવે છે, જેમાં ગામો પ્રમાણે કેટલાક ગામોમાં દેવે દેવ એટલે કે ગુરુવારે દેવ પુજવાનો નક્કી કરવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: Surat: પરવાના વગર આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર તંત્રના દરોડા, લાખોનો મદ્દામાલ જપ્ત

મંગળવારે અથવા તો બુધવારે ગામ દેવની થાય છે પૂજા

આ સાથે અન્ય કેટલાક ગામોમાં દિતવારીયો દેવ એટલે કે રવિવારે દેવ પુજવાનુ રાખવામાં આવે છે તો કેટલાક ગામોમાં મંગળવારે કાતો બુધવારે પણ દેવ પુજાતો હોય છે, જે દરેક ગામમાં અલગ અલગ ખાસિયતો હોય છે જે વર્ષોથી ચાલી આવતી હોય છે. નક્કી કરવામાં આવેલ તહેવાર ની જાણકારી ફળીયે ફળીયે આપવા માટે ગામનાં કોટવાળ ને ગામપટેલ દ્વારા સૂચના આપવામાં આવે છે તે પ્રમાણે તે ફળીયે જઇને પોતાની આગવી શૈલીમાં દિવાસો કરવાનો છે. આ હાટે બધાએ હાટ કરવા નો છે! તેમ અને તે અગાઉ નજીક ના કોઈ પણ સ્થળે હાટ ભરાતા હોય તે પ્રમાણે હાટ કરી લેવા સુધી ની જાણકારી આપવામાં આવતી હોય છે જેને લઈને સૌ એ તે પ્રમાણે તહેવારમાં જોઇતી સામગ્રી લેવા માટે હાટમા ઉમટી પડતા હોય છે. આમ અહીં (Chhotaudepur)ના આદિવાસીઓ તહેવાર દરમિયાન ઉપયોગી વસ્તુઓની પણ સામુહિક રીતે ખરીદી કરતા હોય છે.

Advertisement

આ પણ વાંચો: Gondal: ડૉક્ટર વિના હોસ્પિટલ શું કામની? દવા કરાવવા આવ્યા તો ખબર પડી કે, ‘સાહેબ તો છે જ નહીં’

પૂર્વજોને જ પોતાના દેવ માનીને પુજવામાં માને છે

સફળતા પૂર્વક વાવણી બાદ સોળે કળાએ ખીલી ઊઠેલી લીલીછમ ધરતીના વધામણા અને માપ્રકૃતિના આભાર-અભિવાદન માટે ઊજવાતો તહેવાર એટલે દિવાસો. અહીંના આદિવાસીઓ પ્રકૃતિને પૂજવામાંમાં માને છે અને પ્રકૃતી એ જ પરમેશ્વર તેમ માનીને સાક્ષાત દેવો જેવા કે ધરતીમાતા, વાયુ-પવન, અગ્નિ, પાણી, મેઘ અને નદી નાળા પર્વતો ડુંગરો, પહાડો તેમજ પોતાના ખત્રી પૂર્વજોને જ પોતાના દેવ માનીને પુજવામાં માને છે. જેઓને રાજી રાખવા માટે દિવાસા નો દેવ પુજવાનો હોય તેના આગલા દિવસે ઢાંક વગાડીને દરેક દેવો ના નામ લઈને રાજીનુ ગાંયણુ કરવામાં આવે છે જે દેવો ને રીઝવવા માટે ખુશ કરવા માટે કરવામાં આવે છે, કે ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન કરવામાં ખેતીવાડી લીલી રહે ,વાવણી નો મબલખ પાક ઉતરે તેમજ વર્ષ દરમ્યાન ઢોર ઢાંકર અને પોતાના ઘરમાં અને ગામમાં સૌ સુખશાંતિ સૌની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દેવો ને રાજી કરાતા હોય છે.

Advertisement

આ પણ વાંચો: Surat: ભોળી જનતાને લૂંટતો વધુ એક વહીવટદાર ઝડપાયો, માંગી હતી 42,500 ની લાંચ

આ દિવસે મનપસંદ વાનગીઓ બનાવીને ખાવાની પ્રથા

આ વિસ્તારના લોકો દિવાસાનો તહેવાર ખાસ કરીને રાજીનુ ગાંયણું ઉપરાંત બીજા ત્રણ સુધી ઉજવતા હોય છે એક પહેલા દિવસે દેવ પુજવા કે ગામમાં આવેલ પૌરાણિક દેવસ્થાનોનું પૂજન, દરેક ગામોમાં લગભગ દુધીયો દેવ, ઝરીયાદેવ, બાબા કુવાજા દેવ, કાળુરાણાદેવ, ભેહાઅંટો દેવ, ગાંદરીયા દેવ, વેરાઈમાતા, ખેડાઈમાતા અને ખત્રી પૂર્વજો સહિત વગેરે દેવો દરેક ગામોમાં હોય છે. તે ઉપરાંત અન્ય દેવસ્થાનો પણ દરેક ગામમાં આવેલ હોય છે તેઓનું પુજન કરવામાં આવે છે. બીજા દિવસે મુખ્ય તહેવાર, તે દિવસે ખાસ મનપસંદ વાનગીઓ બનાવીને ખાવાની પ્રથા હોય છે. તહેવારનું એટલે કે તે દિવસે બપોરે જમ્યા બાદ ગામમાં વર્ષોથી નક્કી કરવામાં આવેલ જગ્યા પર સૌ એકત્રિત થતા હોય છે.

પિહાઓ વગાડીને લોકો ખુબ નાચી કૂદી રમે છે

એક તરફ મોટલા પિહાની રમઝટ જામતી હોય છે તે ઉપરાંત પુરુષો અને મહિલાઓ સાથે મળીને આખી રાત સુધી ગરબા રમતા હોય છે. ગરબા એટલે સૌ કુંડાળે ઘુમતા એક તાલીએ એમના પૌરાણિક આદિવાસી ગીતો ગાઇને રમવામાં આવતા અલગ પ્રકારના ગરબાઓ જે અહીંના આગવા અંદાજમાં આગવા લહેકામા ગવાઈ છે, અને બીજા દિવસે વાહી તહેવારની ઉજવણી કરતાં હોય છે. આ દિવસે જમવાની વાનગીઓ બનાવીને જમવા ઉપરાંત પિહાઓ વગાડીને લોકો ખુબ નાચી કૂદી તેમજ ગરબાઓ રમીને દિવાસાનો તહેવાર ઊજવતા હોય છે. ત્યારબાદ ફરીથી દેવદિવાળી આવે ત્યાં સુધી રાબેતા મુજબ પોતાના ખેતીકામમાં લાગી જતાં હોય છે, આમ અહીંના આદિવાસીઓ માટે દિવાસાનું વિશેષ મહત્વ હોય છે.

અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર

Tags :
Advertisement

.