Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સવા કિલો સોનાના આભૂષણો થી ભોજેશ્વર મહાદેવનો દિવ્ય શણગાર

ગુજરાતમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા બાદ પોરબંદરના ભોજેશ્વર મંદિરમાં ભોજેશ્વર મહાદેવને સવા કિલો સોના ચાંદીનો શણગાર ચઢાવવામાં આવે છે.સામાન્ય રીતે શિવજી ને ભસ્મ અને પુષ્પોનો શણગાર કરવામા આવતો હોય છે. પરંતુ પોરબંદરમા 200  વર્ષ જુના ભોજેશ્વર મહાદેવને શિવરાત્રીના દીવસે સોનાના ઘરણાનો શણગાર કરવામા આવે છે. આજે શિવરાત્રીના દીવસે ભોજેશ્વર મહાદેવને સોનાના આભુષણનો શણગાર કરવામા આવ્યો હ
સવા કિલો સોનાના આભૂષણો થી ભોજેશ્વર મહાદેવનો દિવ્ય શણગાર
ગુજરાતમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા બાદ પોરબંદરના ભોજેશ્વર મંદિરમાં ભોજેશ્વર મહાદેવને સવા કિલો સોના ચાંદીનો શણગાર ચઢાવવામાં આવે છે.સામાન્ય રીતે શિવજી ને ભસ્મ અને પુષ્પોનો શણગાર કરવામા આવતો હોય છે. પરંતુ પોરબંદરમા 200  વર્ષ જુના ભોજેશ્વર મહાદેવને શિવરાત્રીના દીવસે સોનાના ઘરણાનો શણગાર કરવામા આવે છે. આજે શિવરાત્રીના દીવસે ભોજેશ્વર મહાદેવને સોનાના આભુષણનો શણગાર કરવામા આવ્યો હતો.
ભોજશ્વર મહાદેવના મંદીરને 200 વર્ષ પુરા થયા છે
પોરબંદરમા રાજાશાહી વખતમા નિમાર્ણાધીન ભોજશ્વર મહાદેવના મંદીરને 200 વર્ષ પુરા થયા છે. ભોજશ્વર પ્લોટ મા આવેલા ભોજશ્વર મહાદેવનુ મંદીર શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સામાન છે.મંદિરના પૂજારી ઉપેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે, પોરબંદર સ્ટેટના મહારાજા વિક્રમાતસિંહજી (ભોજરાજસિંહજી) એ શિવાલયમાં ભગવાન શિવજી તથા માતા પાર્વતીજી માટે સવા કિલો વજનના સોનાના દાગીના બનાવડાવ્યા હતા. અને તેઓના હસ્તે શિવરાત્રી તથા શ્રાવણ માસમાં દાગીના ભગવાન શંકરને ચડાવવામાં આવતા હતા. અને ત્યારથી આ પરંપરા હજુ પણ શિવરાત્રીના દિવસે યથાવત રહી છે.આજે મહાશિવરાત્રિના દિવસે મહાદેવને સોનાના દાગીના ના શણગાર થયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સોનાના દાગીનાના શણગારના દર્શન યોજાયા હતા. ગુજરાતમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા બાદ પોરબંદરના ભોજેશ્વર મંદિરમાં ભોજેશ્વર મહાદેવને સવા કિલો સોના ચાંદીનો શણગાર ચઢાવવામાં આવે છે..

અહીં કરાયું નર્મદાના લીંગનું સ્થાપન
પોરબંદર શહેરમાં રાજા ભોજરાજજીએ ઈ.સ. 1879 ભોજેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરી હતી અને નર્મદાના લીંગનું સ્થાપન કરાયું હતું. અહીં કુદરતી જનોઈ, ત્રિપુન્ડ, જલધારા તથા સ્વયં શિવજી બિરાજમાન છે. આ મંદિરમાં ભોજેશ્વર મહાદેવને સોનાના આભુષણો ચડાવવામાં આવતા હતા. પરંતુ હાલ માત્ર મહાશિવરાત્રીના દિવસે જ સોનાના આભુષણો ચડાવાય છે. 

જયપુરી જળતર અને સોનાના ચંદલોના શણગાર કરવામા આવે છે
આજે મહાશિવરાત્રી ના પાવન દીવસે ભોજેશ્વર મહાદેવને સોના નો કંદોરો જેમા સોનાની 59 ઘુધરી છે, સોના નો કળશ, સોનાનો ટોપ, સોનાનુ બિલીપત્ર નો શણગાર તેમજ માતા પર્વતી માતાને સોનાના ઝાંંઝર બે જે સોના ની ઘુઘરી છે. સોના નો મુગટ, જયપુરી જળતર અને સોનાના ચંદલોના શણગાર કરવામા આવે છે. તેમજ એક કીલોના ચાંદી નુ છત્ર ચડવામા આવ્યુ હતુ પોરબંદર મા મહાશિવારાત્રીના દીવસે ભોજશ્વર મહાદેવને સોનાના આભુષ્ણનો શણગાર કરવામા આવે છે. તેમના દર્શન કરવા આજે મોટી સંખ્યમા શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને ધન્યતા ની લાગણી અનુભવી હતી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.